Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમદાર તિલક...માત્ર 45 બોલમાં સેન્ચુરી ફટકારીને મુંબઈને મજબૂત સ્થિતિ મુક્યું:MIએ ગુજરાતને 200 રનનો ટાર્ગેટ આપ્યો; બુમરાહે સીઝનની પહેલી જ વિકેટ પહેલા બોલે ઝડપી

    6 days ago

    મુંબઈ ઈન્ડિયન્સે (MI) IPLની 19મી સીઝનની 30મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ને 200 રનનો ટાર્ગેટ આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. MIએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા છે. જવાબમાં ગુજરાતનો સ્કોર 2 ઓવરમાં 19/2 છે. ટીમ તરફથી કેપ્ટન શુભમન ગિલ અને વોશિંગ્ટન સુંદર ક્રિઝ પર છે. ટીમે સાઈ સુદર્શન(0) અને જોસ બટલર (5 રન)ની વિકેટ ગુમાવી. MI તરફથી જસપ્રીત બુમરાહ અન હાર્દિક પંડ્યાએ વિકેટ લીધી. બુમરાહે આ સીઝનમાં પહેલી જ વિકેટ લીધી છે. મુંબઈ તરફથી તિલક વર્માએ IPLમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 45 બોલમાં 101 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. તેના સિવાય નમન ધીરે 45 રનનું યોગદાન આપ્યું હતું. GT તરફથી કાગીસો રબાડાએ 3 વિકેટ ઝડપી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ પ્લેયર્સ: રાહુલ તેવટિયા, જેસન હોલ્ડર, અનુજ રાવત, કુલવંત ખજરોલિયા અને માનવ સુથાર. મુંબઈ ઈન્ડિયન્સ (MI): ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), દાનિશ માલેવાર, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, શેરફન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, ક્રિશ ભગત, જસપ્રીત બુમરાહ અને અલ્લાહ ગઝનફર. ઇમ્પેક્ટ પ્લેયર: અશ્વિની કુમાર.
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 20 April | Nitish Kumar signals continued control as JD(U) recalibrates after power shift to BJP
    Next Article
    જજને કેસમાંથી હટાવવાની કેજરીવાલની અરજી ફગાવી દેવામાં આવી:જસ્ટિસ સ્વર્ણકાંતા બોલ્યા- જો હું હટીશ તો સંદેશ જશે કે દબાણ કરીને જજને હટાવી શકાય છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment