Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની ઈલાવેનીલને એશિયન ગેમ્સ શૂટિંગમાં બે સિલ્વર મેડલ:45થી વધુ મેડલ, માતાએ ભાસ્કરને કહ્યું-દિવસમાં 8 કલાક પ્રેક્ટિસ કરતી

    1 day ago

    જાપાનમાં રમાતી એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓની શૂટિંગ ટીમે જ્વલંત દેખાવ કર્યો છે. તેમાં અનુભવી રાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારિવને મહિલાઓની 10 મીટર ઍર રાઇફલ સ્પર્ધામાં દેશને બે સિલ્વર મેડલ અપાવ્યા છે. ત્યારે પરિવારે તેને ભણવા માટે કોઈ દિવસ દબાણ કર્યું ન હતું. તેમજ અત્યારસુધી 45થી વધુ મેડલ મેળવી ચુકી છે. તેમજ દિવસમાં 7થી 8 કલાક પ્રેક્ટિસ કરતી હતી. તામિલનાડુમાં જન્મેલાં 27 વર્ષીય ઇલાવેનિલ વાલારિવન ગોલ્ડ જીતી શકે તેમ હતાં. પરંતુ જાપાનના હિનાટા તાઈચી તેમના કરતાં આગળ નીકળી ગયાં હતાં. ઇલાવેનિલ વાલારિવનને ફાઇનલમાં 254.2 પૉઇન્ટ મળ્યા, જ્યારે જાપાનનાં હિનાટા તાઈચી 253 પૉઇન્ટ સાથે અવ્વલ રહ્યાં હતાં. ઈલાવેનીલ ખોખરામાં પરિવાર સાથે રહે છે વાલારિવન અને તેમનો પરિવાર અમદાવાદના ખોખરા વિસ્તારમાં સાથે રહે છે. છેલ્લે ત્રણ મહત્ત્વની ઇવેન્ટમાં તેઓ મેડલ જીતી શક્યાં ન હતાં. તેમાં 2018માં જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સ, 2020ના ટોક્યો ઑલિમ્પિક્સ અને 2024ના પેરિસ ઑલિમ્પિક્સનો સમાવેશ થાય છે. એક સમયે 10 મીટર ઍર પિસ્તોલ શૂટિંગમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક ધરાવતા ઇલાવેનિલ વાલારિવન 2021 ટોક્યો ઑલિમ્પિલકમાં ભારત માટે મેડલનાં મજબૂત દાવેદાર હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. 2014થી ગેમ્સ રમવાનું શરૂ કર્યું હતું દિવ્ય ભાસ્કરની ટીમને ઈલાવેનીલની માતા ડોકટર સરોજાબેને જણાવ્યું હતું કે, તે વર્ષ 2014થી ગેમ્સ રમે છે અને 2017માં તે ઇન્ટરનેશનલ ટીમમાં સિલેક્ટ થઈ હતી. સૌથી પહેલા તે નેશનલ સ્કુલ ગેમ્સમાં રમી હતી. બાદમાં તે સંસ્કારધામ બોપલમાં ભણી હતી. તે સમયે બસમાં બોપલ જતી હતી. ત્યાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં તેને નેહા ચૌહાણ પાસે ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. તેમજ ગગનદીપ નારંગે તેની સ્કિલ પારખી હતી. તે બાદ તેને ભવન્સ કોલેજમાં ભણી હતી. 'વધુ મેડલ જીતીને દેશનું અને અમારું નામ રોશન કરે તેવી ઈચ્છા' 'તે ભણવામાં હોશિયાર હતી પણ તેને સમય મળતો ન હતો. તેના મામા તેને મેથ્સ શીખવાડતા હતા. પિતા કેમેસ્ટ્રી શીખવાડતાં હતા. યુનિવર્સિટી દ્વારા ખેલાડીઓ માટે અલગથી પરીક્ષા લેતા તે આપતી હતી. તેમજ અમે ભણવા કોઈ દિવસ દબાણ કર્યું નથી. આગામી સમયમાં વધુ મેડલ જીતીને દેશનું અને અમારું નામ રોશન કરે તેવી ઈચ્છા છે.'
    Click here to Read More
    Previous Article
    સોનિયા ગાંધીના મતદાર વિવાદમાં કોર્ટે ચુકાદો પલટ્યો:નવેસરથી ફરી સુનાવણી થશે; આરોપ- 1983માં નાગરિકતા મળી, 1980માં મતદાર બન્યાં
    Next Article
    Rajkot Health Department | રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં | Gujarat | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment