Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરોડાથી 45 પદયાત્રીઓ અંબાજી જવા નીકળ્યા:30મા વર્ષે માતાજીના રથ અને 52 ગજની ત્રણ ધજા સાથે યાત્રા; હિંમતનગરમાં રાત્રિ રોકાણ બાદ આગળ વધ્યા

    6 hours ago

    અમદાવાદના નરોડાથી અંબાજી તરફ નીકળેલા પદયાત્રા સંઘનું સાબરકાંઠાના હિંમતનગરમાં આગમન થયું. કારતક માસમાં માતાજીની આરાધના માટે નીકળેલા આ સંઘમાં 45 પદયાત્રીઓ જોડાયા છે. યાત્રાનું આ 30મું વર્ષ છે. તેમની સાથે માતાજીનો રથ અને 52 ગજની ત્રણ ધજા સહિત અન્ય ધજાઓ છે. સંઘે હિંમતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિરે રાત્રિ રોકાણ કર્યું હતું. સવારે ‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદ સાથે રથ ખેંચીને અંબાજી તરફ પ્રયાણ કર્યું. પદયાત્રા સંઘના આયોજકો પ્રદ્યુમન ડી. મિસ્ત્રી, મહેશ જોશી, હરેશ દવે, રાજેન્દ્રસિંહ વાઘેલા અને વિષ્ણુ ગુપ્તાએ ફોન પર જણાવ્યું કે નરોડાના અહર્તનગરમાં આવેલા અંબાજી માતાજીના મંદિરેથી 1996થી કારતક માસમાં પદયાત્રા યોજાય છે. વચ્ચે ભાદરવા માસમાં પણ રથયાત્રા યોજાઈ હતી. કેટલીક અડચણોને કારણે 2012થી ફરી કારતક માસમાં પદયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો. આ વર્ષે 14 નવેમ્બર, 2026ના રોજ 45 પદયાત્રીઓ સાથે માતાજીના રથનું પૂજન કરીને યાત્રા શરૂ કરાઈ હતી. સાત દિવસની યાત્રા દરમિયાન બપોરે અને રાત્રે મળીને 14 સ્થળોએ સંઘ રોકાશે. માર્ગમાં ગીયોડ અંબાજી મંદિર, મહાકાળી માતાજી મંદિર અને હિંમતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિરે પૂજન કરાયું હતું. માતાજીને સાડી અર્પણ કરીને આરતી ઉતારવામાં આવી હતી. સંઘ 20 નવેમ્બર, 2026ની સાંજે અંબાજી માતાજીના મંદિર ચોકમાં પહોંચશે. ત્યારબાદ ગબ્બર પર્વત પર ધજારોહણ કરાશે. 21 નવેમ્બરની સવારે અંબાજી માતાજીના મંદિરે 52 ગજની ધજાઓ અર્પણ કરાશે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ:વડોદરામાં શહેરના મુખ્ય ચાર રસ્તાઓમાં બ્રેથ એનલાઇઝરથી ચેકિંગ કરીને ડ્રીંક એન્ડ ડ્રાઇવના 81 કેસ કર્યા, ફટાકડા જાહેરનામા ભંગના 37 કેસ નોંધાયા
    Next Article
    Rajkot Milk Price Hike Today | રાજકોટમાં અમૂલ બાદ હવે ખાનગી ડેરીઓએ વધાર્યા દૂધના ભાવ ! | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment