Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    45 દિવસમાં વાંધો નહીં લો તો ટ્રાફિક ચલણ સ્વીકાર્યું ગણાશે:ભરવા વધુ 30 દિવસ મળશે, ટ્રાફિકનું ઈ-ચલણ 3 અને હાર્ડ કોપી 15 દિવસમાં પહોંચાડવી ફરજિયાત

    10 hours ago

    ગુજરાત પોલીસે રાજ્યમાં 12 ઓગસ્ટ, 2026થી નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ અમલમાં મૂકી છે. ટ્રાફિક ચલણ માટે નવી સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે, જેના હેઠળ વાહનચાલકોને ડિજિટલ ઈ-ચલણ 3 દિવસમાં અને ભૌતિક ચલણ 15 દિવસમાં પહોંચાડવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ચલણ મળ્યા બાદ ચુકવણી કરવા માટે વધારાના 30 દિવસ આપવામાં આવશે. જ્યારે જો વાહનચાલક 45 દિવસની અંદર કોઈ વાંધો કે અરજી નહીં નોંધાવે, તો તેમણે આ ચલણ સ્વીકારી લીધું હોવાનું ગણાશે. આ નવી નીતિથી ટ્રાફિક નિયમોના પાલન અને ચલણની વસૂલાત પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ઝડપ આવશે. ચલણ મળ્યા બાદ નાગરિક પાસે બે વિકલ્પ ચલણ મળ્યા બાદ નાગરિક પાસે બે વિકલ્પ રહેશે. જેમા ચલણની રકમ ચૂકવી શકે છે અને દસ્તાવેજી પુરાવા સાથે પોર્ટલ પર ચલણને પડકારી શકે છે. જો નાગરિક ચલણ સામે વાંધો નોંધાવે તો વાહન માલિક પાસે પોતાનો દાવો સાચો હોવાનું સાબિત કરવા માટે પુરાવા રજૂ કરવાની જવાબદારી રહેશે. તેમાં સ્થાનિક નોટિફિકેશન, પરમિશન, પ્રતિબંધ અંગેની સૂચના અથવા અન્ય સંબંધિત દસ્તાવેજો રજૂ કરી શકાશે. ચલણ સામે વાંધો ફગાવાય તો વધુ 30 દિવસ મળશે જો નાગરિકનો વાંધો સક્ષમ સત્તાધિકારી નામંજૂર કરે તો આદેશ પ્રાપ્ત થયાની તારીખથી 30 દિવસની અંદર ચલણની ચુકવણી કરી શકાશે. નિર્ધારિત પ્રક્રિયા મુજબ ચલણની રકમના 50 ટકા જમા કરાવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટનો સંપર્ક કરવાનો વિકલ્પ પણ રહેશે. આ કિસ્સામાં વાહન ડિટેઇન થઈ શકે મોટર વાહન અધિનિયમના સુધારેલા નિયમ-21 મુજબ, 1 જાન્યુઆરી, 2026થી એક વર્ષના સમયગાળામાં પાંચ કે તેથી વધુ નિયમ ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, જેમાં અગાઉના ગુના ધ્યાને લેવાશે નહીં. જો સમયમર્યાદામાં બાકી રહેલા ઈ-ચલણની ચુકવણી કરવામાં નહીં આવે, તો વાહન પોર્ટલ પર “Not to be Transacted” દર્શાવીને ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન રજિસ્ટ્રેશન જેવી અરજીઓની પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે. આ ઉપરાંત, અદાલતના આદેશાનુસાર અધિકૃત અધિકારીઓને નિયમભંગ કરનાર વાહનને ડિટેઇન કરવાની પણ સત્તા રહેશે. નાગરિકોએ મોબાઇલ નંબર અપડેટ રાખવો પડશે ખાસ કરીને નાગરિકોને પરિવહન પોર્ટલ પર વાહન અને ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે જોડાયેલો સક્રિય મોબાઇલ નંબર અપડેટ રાખવો પડશે. મોબાઇલ નંબર અપડેટ હોવાથી ટ્રાફિક ઉલ્લંઘન અને ઈ-ચલણ અંગે SMS/ઇલેક્ટ્રોનિક માધ્યમથી સમયસર માહિતી મળી શકશે. પોલીસે વાહનમાલિકો અને વાહનચાલકોને ચલણની સ્થિતિ નિયમિત રીતે તપાસવા, નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી કરવા અને ચલણની ચુકવણી અથવા પડકારવાની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા અપીલ કરી છે. પ્રશ્ન: શું મારા વાહન પર બીજા કોઈની ભૂલ માટે ચલણ જારી કરી શકાય છે? જવાબ: હા, ક્યારેક ટેકનિકલ ખામી અથવા કેમેરાની ખરાબ છબીને કારણે, તમે કોઈ ટ્રાફિક નિયમ તોડ્યો ન હોવા છતાં, ભૂલથી તમારા નામે ચલણ જારી થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે તેની વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. તમારે ફક્ત વાહનનો ફોટો, સ્થાન અથવા સમય વિશેની સાચી માહિતી જેવા કેટલાક પુરાવા આપવા પડશે. પ્રશ્ન- જો ચલણ ખોટું હોય તો શું કરવું? જવાબ: વેબસાઇટ પર જાઓ અને "ફરિયાદ" વિભાગમાં ફરિયાદ નોંધાવો. આ માટે, ચલણ નંબર, વાહન નંબર અને કારણ આપો. જો શક્ય હોય તો, એવા ફોટા અથવા દસ્તાવેજો જોડો જે સાબિત કરી શકે કે ચલણ ભૂલથી જારી કરવામાં આવ્યું છે. ઘણા રાજ્યો વોટ્સએપ અથવા ઈમેલ પર ફરિયાદો મેળવવાની સુવિધા પણ પૂરી પાડે છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ મેટ્રોમાં દરરોજ 2 લાખ લોકોની મુસાફરી:GMRCએ કહ્યું- મુસાફરોમાં મેટ્રો પ્રત્યે વિશ્વાસ વધ્યો, કોઈ મેગા ઇવેન્ટ ન હોવા છતાં સામાન્ય દિવસોમાં મુસાફરીનો આંક વધ્યો
    Next Article
    जीत गया ईरान, जंग के मैदान से लौटेगा अमेरिका, हॉर्मुज़ से ब्लॉकेड हटाएगा अमेरिका

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment