Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 45 મિનિટમાં 3 વખત EVM બંધ:રાજલ બારોટ, નેહા સુથાર, અંકિતા પરમારે મતદાન કર્યું; 101 વર્ષના ધુળીબેન પટેલે પૌત્ર સાથે મતદાન કર્યું

    14 hours ago

    લોકશાહીનું પર્વ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યની 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ છે. ગત વખતે 6 મનપાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ અને પંચાયતો અને નગરપાલિકાઓનું 23 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું. જો કે આ વખતે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું મતદાન એક જ દિવસે છે. આજે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. આજે 17માંથી 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકામાં મતદાન થઈ રહ્યું છે. જો કે ગરમી 44 ડિગ્રી સુધી જવાની સંભાવના હોવાથી મતદારોને મતદાન બૂથ સુધી પહોંચાડવા રાજકીય પક્ષોએ દોડધામ કરવી પડશે. ભરૂચમાં ચાલુ મતદાને લાઇટ જતાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી છે. તો જામનગરમાં EVM ખોટકાતા 1 કલાક મોડું મતદાન શરૂ થયું હતું. સુરેન્દ્રનગરમાં 100 વર્ષના દાદી મતદાન કરવા પહોંચ્યા તો ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે કન્યા શાળામાં વરરાજાએ પહેલાં મતદાન કરી પોતાની ફરજ બજાવી ત્યારબાદ જાન પ્રસ્થાન કરી. મતદારોના ઉત્સાહ વચ્ચે અનેક જગ્યાએ EVM ખોટકાવાની ફરિયાદો પણ મળી છે.
    Click here to Read More
    Previous Article
    ‘Why do I pee so much after swimming?’
    Next Article
    હર્ષ સંઘવી અને સીઆર પાટીલે મતદાન કર્યું:પ્રફૂલ પાનસેરિયા, ગોવિંદ ધોળકિયા સહિતના નેતાઓએ મત આપ્યો, સુરતમાં ત્રિપાખિયો જંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment