Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોટફિક્સ ગૃહઉદ્યોગોનો 45 ટન વેસ્ટ મનપા માટે બન્યો માથાનો દુખાવો:વરાછા-કતારગામમાં 27 મશીનરી તૈનાત, કાયમી નિકાલ માટે પોલિસી ઘડાશે

    13 hours ago

    સુરતના ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગ સાથે સંકળાયેલા હોટફિક્સ ગૃહઉદ્યોગોમાંથી પેદા થતો પ્લાસ્ટિક અને સિન્થેટિક કચરો સુરત મહાનગરપાલિકા (SMC) માટે ગંભીર પર્યાવરણીય અને વહીવટી પડકાર બની ગયો છે. યોગ્ય નિકાલ વ્યવસ્થાના અભાવે અત્યાર સુધી આ મટીરીયલ જાહેર રસ્તાઓ અને ખાડી કિનારા પર બિનવારસી ફેંકાતું હતું. ધારાસભ્યો અને સ્થાનિકોની રજૂઆતો બાદ મનપાએ ભાડેથી મશીનરી લાવી કચરો ઉપાડવાની કામગીરી શરૂ કરી છે અને સાથે જ તેના વૈજ્ઞાનિક નિકાલ માટે કાયમી પોલિસી બનાવવાની કવાયત હાથ ધરી છે. વરાછા, કતારગામ અને લિંબાયતમાં મશીનરી તૈનાત કચરાના નિકાલની સમસ્યા વકરતાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે મોટા પાયે વાહનો અને મશીનરી તૈનાત કરવામાં આવી છે. વરાછા, કતારગામ અને લિંબાયત વિસ્તારોમાંથી કચરો એકત્ર કરવા 15 ટ્રેક્ટર, 3 જેસીબી અને 9 ટ્રક કામે લગાડવામાં આવ્યા છે. આ તમામ વેસ્ટને હાલ ઉમરવાડા સ્થિત RTS ખાતે ઠાલવી, ત્યાંથી બમરોલી-ભટાર ખાતે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન પ્લોટ પર શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. ઝોન વાઇઝ હોટફિક્સ વેસ્ટનું દૈનિક પ્રમાણ શહેરમાં સૌથી વધુ હોટફિક્સ યુનિટો વરાછા ઝોનમાં હોવાથી ત્યાંથી સિંહભાગ કચરો નીકળે છે. કાયમી વૈજ્ઞાનિક નિકાલ માટે ટેકનિકલ કન્સલ્ટન્ટની નિમણૂક થશે કચરાને માત્ર એક સ્થળેથી બીજી જગ્યાએ ખસેડવાને બદલે કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ લાવવા સુરતના મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષે આરોગ્ય વિભાગ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મનપા સમક્ષ હાલ સૌથી મોટો પડકાર રોજિંદા નીકળતા આશરે 45 ટન કચરાનું યોગ્ય પ્રોસેસિંગ કરવાનો અને જાહેરમાં વેસ્ટ ફેંકતી પેઢીઓ સામે કડક નિયમન લાવવાનો છે.
    Click here to Read More
    Previous Article
    ઝારખંડ સરકારે JSSC-CGL પરીક્ષા રદ કરી:CM સોરેન બોલ્યા- 2014થી અત્યાર સુધીની તમામ પરીક્ષાઓની CID તપાસ થશે
    Next Article
    સુત્રાપાડા હાઇવે પર વાહન અડફેટે દીપડાનું મોત:સિંગસર નજીક અકસ્માત, બીજો દીપડો વાડી વિસ્તારમાં હોવાની માહિતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment