Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ:ભારતનો શ્રીલંકા પર 45-24થી સપાટો, સતત છઠ્ઠી જીત સાથે સેમિફાઇનલમાં એન્ટ્રી

    7 hours ago

    કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ના સાતમા દિવસે યજમાન ભારતીય મેન્સ ટીમે પોતાનું વર્ચસ્વ જાળવી રાખતાં શ્રીલંકાને 45-24ના મોટા અંતરથી પરાજય આપ્યો છે. આ શાનદાર જીત સાથે ભારતે ટુર્નામેન્ટમાં પોતાની સતત છઠ્ઠી જીત નોંધાવીને ગ્રુપ-Aમાં અજેય રહીને ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. હવે શુક્રવારે રાત્રે 8 વાગ્યે રમાનારી હાઈ-વોલ્ટેજ સેમિફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે. ભારતનું ઓલરાઉન્ડ પ્રદર્શન, શ્રીલંકા નિઃસહાય ભારત અને શ્રીલંકા બંને ટીમો આ મેચ પહેલા અજેય હતી, પરંતુ ભારતે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી શ્રીલંકાને કોઈ તક આપી ન હતી. હરિયાણાના કેબિનેટ મંત્રી કૃષ્ણલાલ પંવારની વિશેષ ઉપસ્થિતિમાં રમાયેલી આ મેચમાં ભારતે રેડ પોઈન્ટ્સમાં 30-23 અને ટેકલ પોઈન્ટ્સમાં 9-1ની મોટી સરસાઈ મેળવી હતી. ભારત તરફથી પંકજ મોહિતેએ 15 અને આદિત્ય શિંદેએ 10 પોઈન્ટ મેળવીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. ભારતના આક્રમણ સામે શ્રીલંકાની ટીમ ત્રણ વખત ઓલ-આઉટ થઈ હતી. શ્રીલંકા તેના સ્ટાર ખેલાડી મિલિંદા ચતુરંગા વિના મેદાનમાં ઊતર્યું હતું, જેની ખોટ સ્પષ્ટ વર્તાઈ રહી હતી. છતાં મોહમ્મદ સબિહાએ નવ અને અદન વિદુરંગાએ પાંચ પોઈન્ટ મેળવી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. છ મેચમાંથી પાંચ જીત સાથે શ્રીલંકા ગ્રુપ-Aમાં બીજા સ્થાને રહ્યું છે. બાંગ્લાદેશનો સ્કોટલેન્ડ પર 70-20થી વિજય અન્ય એક મહત્ત્વપૂર્ણ મુકાબલામાં બાંગ્લાદેશે સ્કોટલેન્ડને 70-20થી કચડી નાખી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બાંગ્લાદેશના મોહમ્મદ અલ અમીને શાનદાર રમત દર્શાવતાં એકલા હાથે 24 રેડ પોઈન્ટ મેળવ્યા હતા, જે આ ટુર્નામેન્ટમાં સંયુક્ત રીતે સૌથી વધુ પોઈન્ટનો રેકોર્ડ છે. પાંચમાંથી ચાર મેચ જીતીને બાંગ્લાદેશ ગ્રુપ-Bમાં બીજા સ્થાને રહ્યું છે. અન્ય મેચોના પરિણામો: તાંઝાનિયા Vs ઈંગ્લેન્ડ: દિવસની શરૂઆતની મેચમાં તાંઝાનિયાએ ઈંગ્લેન્ડને 36-27થી હરાવ્યું હતું. જોકે, આ જીત છતાં તાંઝાનિયા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. યુગાન્ડા Vs નાઈજીરિયા: યુગાન્ડાએ નાઈજીરિયાને 72-29થી કારમો પરાજય આપ્યો હતો. યુગાન્ડા છ મેચમાં ચાર જીત સાથે ગ્રુપ-Aમાં ત્રીજા સ્થાને રહ્યું હતું પણ સેમિફાઇનલમાં પહોંચી શક્યું નહીં. નાઈજીરિયા તમામ છ મેચ હારી ગયું હતું. કેનેડા Vs સિંગાપોર: રોમાંચક મેચમાં હાફ ટાઇમ સુધી સિંગાપોર 19-17થી આગળ હતું, પરંતુ બીજા હાફમાં કેનેડાએ વાપસી કરી 45-38થી જીત આંચકી લીધી હતી. કેનેડાના મનપ્રીત સિંહે 16 પોઈન્ટ મેળવ્યા હતા. કેન્યા Vs ઓસ્ટ્રેલિયા: કેન્યાએ ઓસ્ટ્રેલિયાને 76-27થી હરાવી સતત પાંચમી જીત સાથે ગ્રુપ-Bમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આજે સેમિફાઇનલનો મહાસંગ્રામ: શુક્રવારે કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપની સેમિફાઇનલ મેચો રમાશે, જેના પર સૌની નજર રહેશે. મહિલા સેમિફાઇનલ: સાંજે 6:00 વાગ્યે: કેન્યા Vs યુગાન્ડા સાંજે 6:45 વાગ્યે: ભારત Vs શ્રીલંકા પુરુષ સેમિફાઇનલ: રાત્રે 8:00 વાગ્યે: ભારત Vs બાંગ્લાદેશ રાત્રે 9:00 વાગ્યે: કેન્યા Vs શ્રીલંકા
    Click here to Read More
    Previous Article
    बिजनौर में पकड़ा गया नशे का जखीरा
    Next Article
    ચાંદી આજે ₹9,134 સસ્તી, આ મહિને ₹39 હજાર ઘટી:સોનું ₹2,201 ઘટીને ₹1.40 લાખે આવ્યું, ડૉલર મજબૂત થતાં ભાવ ઘટી રહ્યા છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment