Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થયું:કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની 448 બેઠકો પર 1090 ઉમેદવારો વચ્ચે થશે ટક્કર

    1 week ago

    કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. 15 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અનેક મુરતિયાઓએ મેદાન છોડ્યું હતું. તો ભાજપ દ્વારા 28 બેઠકો બિનહરીફ કરવાનો દાવો કરવામાં આવ્યો છે, હવે 448 બેઠકો પર 1090 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. આગામી 26 એપ્રિલના રોજ કચ્છની જનતા આ પ્રતિનિધિઓના ભાવીનો ફેંસલો કરશે. ગાંધીધામ નગરપાલિકાની 52 બેઠકો માટે હવે 160 ઉમેદવારો મેદાનમાં છે. અંતિમ દિવસે અહીંથી એક ફોર્મ પરત ખેંચાયું હતું. જ્યારે ભુજ, અંજાર, માંડવી અને મુંદરા-બરોઈ સહિતની પાંચ નગરપાલિકાઓની કુલ 172 બેઠકો પર 380 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ભુજમાંથી 3, અંજારમાંથી 3, માંડવીમાંથી 1 અને મુંદરામાંથી 2 ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી હતી. કચ્છ જિલ્લા પંચાયતની 38 બેઠકો માટે છેલ્લી ઘડીએ 9 ઉમેદવારોએ નામ પરત ખેચી લેતા હવે 109 ઉમેદવારો વચ્બાચે જંગ ખેલાશે. તો બીજી તરફ, જિલ્લાની 9 તાલુકા પંચાયતોની 186 બેઠકો માટે 499 ઉમેદવારો મેદાને છે. તાલુકા પંચાયતોમાં કુલ 39 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા, જેમાં સૌથી વધુ ભચાઉમાંથી 7 અને માંડવીમાંથી 8 ઉમેદવારોએ મન બદલ્યું હતું. ભુજમાં 5, નખત્રાણામાં 5 અને અબડાસામાં 4 ઉમેદવારોએ ચૂંટણી જંગમાંથી પીછેહઠ કરી છે.હવે જ્યારે ઉમેદવારોની સંખ્યા નક્કી થઈ ગઈ છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા 26 એપ્રિલના મતદાન માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સ્થાનિક સંસ્થા પ્રમાણે ઉમેદવાર પર પરત ખેચાયેલ ફોર્મની સંખ્યા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થો માટેની બેઠક અને ઉમેદવાર
    Click here to Read More
    Previous Article
    उस एक्ट्रेस की 7 फोटो, जिन्होंने देवर के साथ दी 14 हिट फिल्में, पति के साथ कभी नहीं किया काम, अब बेटियां भी फिल्मों में…
    Next Article
    Dwarka Political News | દ્વારકા જિલ્લાના મેઘપર ટીટોડી ગામમાં ચૂંટણી બહિષ્કાર | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment