Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈના શખસે મોરબીના કારખાનેદારને 44.74 લાખનું બુચ માર્યું:7865 બોક્સ ટાઇલ્સ ક્રેડિટ પર મંગાવી, પછી ફોન બંધ કરી દીધો

    1 day ago

    મોરબીના જેતપર રોડ પર આવેલા વેલેંજા ગ્રેનેટો એલએલપી સિરામિક કારખાનાના માલિક ભરતભાઈ છત્રોલા સાથે 44.74 લાખ રૂપિયાની ઠગાઈ થઈ છે. મુંબઈના રજનીકાંતભાઈ પોપટભાઈ ખોખરે 7,865 બોક્સ ટાઇલ્સ ક્રેડિટ પર મંગાવીને પેમેન્ટ ન કર્યું. ભરતભાઈ (38), જે લીલાપર ગામે રામજી મંદિરની પાછળ રહે છે, તેમણે પોલીસને જણાવ્યું કે 27 એપ્રિલ 2026 થી 16 ઓક્ટોબર 2026 દરમિયાન રજનીકાંતભાઈએ મોબાઈલ પર ટાઇલ્સનો ઓર્ડર આપ્યો હતો. તેમણે 45 દિવસની ક્રેડિટ માંગી હતી. ઓર્ડર મુજબ, કારખાનેદારે રાજશક્તિ ટ્રાન્સપોર્ટ દ્વારા પાંચ ગાડીઓમાં ટાઇલ્સનો જથ્થો મોકલી આપ્યો હતો. માલ પહોંચ્યા પછી, રજનીકાંતભાઈએ પોતાનો ફોન બંધ કરી દીધો અને 44,74,985 રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું નહીં. આ મામલે ભરતભાઈ છત્રોલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઠગાઈનો ગુનો નોંધીને આરોપી રજનીકાંતભાઈ ખોખરને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં દિવ્યાંગ બાળકો માટે વિશેષ ગરબા મહોત્સવ:રણછોડજી મંદિરમાં બહેરા-મૂંગા શાળાના બાળકોએ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા
    Next Article
    AB de Villiers Admits Virat Kohli Was "Arrogant And Cocky", Reveals What Changed Him

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment