Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા એલસીબીનો કટોસણમાં દરોડો:4.44 લાખનો વિદેશી દારૂ કબ્જે, ત્રણ સામે ગુનો દાખલ

    8 hours ago

    મહેસાણા એલસીબીના પીએસઆઈ બી.એ. પરમાર અને એ.ડી. કાકરેચા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે એએસઆઈ પિયુષકુમાર અને પીસી રાજેશજીને મળેલ ચોક્કસ બાતમીના આધારે સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારના કટોસણ ગામે વિદેશી દારૂ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. વિદેશી દારૂ અને બિયરની 1631 બોટલો ઝડપી પાડી પોલીસ ને બાતમી મળી હતી કે કટોસણ ગામના ચંદુસિંહ ઉર્ફે જાડીયો વનરાજસિંહ ઝાલા તથા પ્રકાશસિંહ ઉર્ફે ભાણો ઉર્ફે માસી ઉપેન્દ્રસિંહ ઝાલા બંને ભેગા મળી બહારથી વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે મંગાવીને ઝાલા છનુભા ગોપાળસિંહના કટોસણ ઉદપુરા સ્થિત મકાનમાં રાખેલ છે. એલસીબીની ટીમે પંચોને સાથે રાખી ઉક્ત સ્થળે દરોડો પાડતા ત્યાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ તથા બિયરની સીલબંધ 1631 બોટલો (કુલ 480.705 લીટર મળી આવી હતી, જેની કુલ કિંમત 4,44,041 થાય છે. પોલીસની રેઇડ દરમિયાન આ ત્રણેય આરોપીઓ સ્થળ પર મળી આવ્યા ન હતા. આથી મહેસાણા એલસીબી દ્વારા કટોસણના ત્રણ ઇસમો વિરૂદ્ધ સાંથલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Jharkhand Students Lathicharge पर Abhijeet Dipke ने Hemant Soren Sarkar को सुनाया | Paper Leak
    Next Article
    સત્તાપક્ષ ઝારખંડના વિદ્યાર્થીઓ, વિપક્ષ જંતર-મંતરના વિદ્યાર્થીઓ પર આમને-સામને:કંગનાએ વિપક્ષી દળોને ઘેર્યા, પ્રિયંકાએ લાઠીચાર્જ અંગે જવાબ માંગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment