Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ડાયમંડ કિંગ ધીરૂ રામાણીનું આફ્રિકામાં અપહરણ, 44 કરોડ આપી છોડાવ્યા, E-20 પેટ્રોલથી એન્જિન ખરાબ થયાની ઘટના, પુરી જગન્નાથ રથયાત્રામાં ભાગદોડથી મોત

    2 days ago

    નમસ્તે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી કાર ખરાબ થવાનો દેશનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે IRCTCની નવી વેબસાઈટથી ટિકિટ બુકિંગ વધુ સરળ બનશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી પંજાબ, હરિયાણા અને ચંદીગઢના પ્રવાસે રહેશે. તેઓ 26,800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરશે. 2. મોનસૂન સત્રને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહના ઘરે NDAની બેઠક યોજાશે. 📰 કાલના મોટા સમાચારો 1. E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે:રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું, કહ્યું- મારુતિ સુઝુકી નવી કાર આપે અથવા 20 લાખ પાછા આપે; દેશનો પહેલો કેસ દેશભરમાં પેટ્રોલિયમમાં E20 (20 ટકા ઇથેનોલ મિશ્રિત ઇંધણ)ના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાયપુરમાં E20 પેટ્રોલથી કારના એન્જિનને નુકસાન થવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સંબંધિત કેસમાં ગ્રાહક કોર્ટે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ અને તેના અધિકૃત ડીલરને જવાબદાર ઠેરવ્યા છે. કોર્ટે કહ્યું કે નવી કાર આપવામાં આવે અથવા 20 લાખ રૂપિયા પરત કરવામાં આવે. કોર્ટે માન્યું કે વાહનનું એન્જિન E-20 ઇંધણ માટે યોગ્ય ન હતું, તેમ છતાં કાર ગ્રાહકને વેચવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે 45 દિવસની અંદર ગ્રાહકને તે જ મોડેલની નવી કાર આપવામાં આવે, જે E-20 ઇંધણ માટે અનુકૂળ હોય. જો આમ કરવામાં નહીં આવે તો કંપનીએ વાહનની સંપૂર્ણ કિંમત આશરે 20.5 લાખ રૂપિયા અને અન્ય ખર્ચ પણ પરત કરવા પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. પુરી જગન્નાથ રથયાત્રામાં નાસભાગ, 1 વ્યક્તિનું મોત: 10 લાખથી વધુ લોકો હાજર હતા; પહેલાં દિવસની યાત્રા રોકવામાં આવી, આજે ફરી શરૂ થશે ઓડિશાના પુરીમાં ગુરુવારે જગન્નાથ રથયાત્રા દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. સાંજે 5 વાગ્યે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે અચાનક લોકો રથો પાસે જવા લાગ્યા. યાત્રા રૂટ પર હાજર સ્વયંસેવકો લોકોને પાછળ હટાવી રહ્યા હતા. ત્યારે ભીડમાં ધક્કામુક્કી થવા લાગી. જેના કારણે નાસભાગ મચી ગઈ. લોકો એકબીજા પર પડવા લાગ્યા. જ્યારે નાસભાગ મચી ત્યારે પુરીમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. તેમ છતાં 10 લાખથી વધુ લોકો યાત્રા રૂટ પર હાજર હતા. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે ઘણા લોકોને બચાવવામાં આવ્યા. સાંજે લગભગ 7.30 વાગ્યે ભગવાન જગન્નાથનો રથ આગળ વધી શક્યો. થોડા મીટર ચાલ્યા પછી પહેલાં દિવસની યાત્રા રોકી દેવામાં આવી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. IRCTCની નવી ટિકિટ બુકિંગ વેબસાઇટ લોન્ચ:બધી ક્લાસની સીટો એકસાથે દેખાશે, ફાસ્ટર ચેકઆઉટ' ફીચર મળશે; કેપ્ચા નહીં દેખાય ભારતીય રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ વેબસાઈટ IRCTCનું નવું વર્ઝન લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ અપગ્રેડનો મુખ્ય હેતુ દરરોજ ટિકિટ બુક કરનારા લાખો મુસાફરોના અનુભવને સરળ અને ઝડપી બનાવવાનો છે. આ મોટા ફેરફારને સમજવા માટે આ ખાસ QA રિપોર્ટમાં પૂરા સમાચાર વાંચો IRCTCની વેબસાઈટનું બીટા વર્ઝન 15 જુલાઈ 2026ના રોજ રાત્રે 9 વાગ્યાથી લાઈવ થઈ ગયું છે. ગયા મહિને જયપુરના માલવીય રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાનની મુલાકાતે ગયેલા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન જાહેરાત કરી હતી કે 15 જુલાઈ સુધીમાં IRCTCની નવી વેબસાઈટ લોન્ચ કરી દેવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. જિંદગી અનમોલ છે...સોનમ વાંગચુકના ઉપવાસનો 19મો દિવસ:8.9 કિલો વજન ઘટ્યું; બળજબરીથી ભોજન આપવાની માગ પર હાઈકોર્ટમાં સુનાવણી સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના આમરણાંત ઉપવાસનો 19મો દિવસ છે. તેમની બગડતી તબિયતને લઈને દાખલ કરવામાં આવેલી જનહિત અરજી (PIL) પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી. અરજીમાં કેન્દ્ર અને દિલ્હી સરકારને વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કરવા અને જરૂર પડ્યે જબરદસ્તીથી ભોજન (ફોર્સ-ફીડિંગ) આપવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી. વાંગચુક 28 જૂનથી જંતર-મંતર પર ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના આંદોલનમાં સામેલ છે. તેઓ NEET પરીક્ષામાં ગેરરીતિઓ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિત પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માગ સાથે અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. હોર્મુઝમાં ભારતીય નાવિકોની તૈનાતી પર રોક:સરકારે આદેશો જાહેર કર્યા, હુમલામાં 14 ભારતીયોના મોત બાદ નિર્ણય ખાડી પ્રદેશમાં વધતા સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને, ભારતે આગામી આદેશ સુધી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ભારતીય નાવિકો (સીફેયરર્સ)ની નવી તૈનાતી પર રોક લગાવી દીધી છે. આ આદેશ જહાજ માલિકો, જહાજ વ્યવસ્થાપન કંપનીઓ અને નાવિકોની ભરતી કરતી રિક્રુટમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સર્વિસ લાઇસન્સ (RPSL) કંપનીઓ પર લાગુ પડશે. સરકારે તમામ દરિયાઈ કંપનીઓને અરબની ખાડી, હોર્મુઝ સ્ટ્રેટ અને આસપાસના દરિયાઈ વિસ્તારોમાં વધારાની સાવચેતી રાખવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે તેઓ નેવિગેશન સંબંધિત તમામ ચેતવણીઓ અને સુરક્ષા સલાહ પર સતત નજર રાખે અને ઇન્ટરનેશનલ શિપ એન્ડ પોર્ટ ફેસિલિટી સિક્યુરિટી (ISPS) કોડનું સંપૂર્ણ પાલન કરે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ભગવાન જગન્નાથ જમાલપુર નિજ મંદિર પરત ફર્યા:149મી રથયાત્રામાં 10 લાખ ભક્તો ઉમટ્યા, બે મારામારીની ઘટના; પડી જતા યુવકને ઈજા; બેભાન સહિતના 51 ઈમરજન્સી કેસ નોંધાયા જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ, 2026 ગુરૂવારના રોજ અમદાવાદમાં ભારે હર્ષોલ્લાસ સાથે નીકળી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજી રથમાં સવાર થઈ જમાલપુર નિજ મંદિરથી સવારે 7:30 વાગ્યે નગરચર્યાએ નીકળ્યા હતા. જ્યારે રાત્રે 10 વાગ્યા આસપાસ ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા હતા. ભક્તોના દ્વારે ભગવાન પહોંચતા મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને સમગ્ર અમદાવાદ ભક્તિમય માહોલમાં ગરકાવ થઈ ગયું હતું. અંદાજે 10 લાખ લોકોએ ભગવાનના દર્શન કર્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ડાયમંડ કિંગ ધીરૂ રામાણીનું આફ્રિકામાં અપહરણ, 44 કરોડ આપી છોડાવ્યા:અલકાયદા સાથે સંકળાયેલા આતંકી જૂથે 100 કરોડની ખંડણી માગી હતી, ગુજરાતી બિઝનેસમેનનો અમેરિકા-સુરતમાં અબજોનો વેપાર આફ્રિકન દેશ માલીમાંથી ગુમ થયેલા સુરતના જાણીતા 75 વર્ષીય ગુજરાતી હીરા ઉદ્યોગપતિ ધીરૂ રામાણીને અલ કાયદા સાથે સંકળાયેલી કટ્ટરપંથીઓની ચુંગાલમાંથી હેમખેમ મુક્ત થયા છે. જેના માટે 4 મિલિયન યુરો( અંદાજે 44 કરોડ)ની અધધ રકમ ચૂકવવામાં આવી છે. અપહરણકારોએ 100 કરોડ માગ્યા હતા. છેલ્લા બે વર્ષથી આફ્રિકામાં સ્થાયી થયેલા ધીરુ રામાણીની ન્યૂયોર્ક સિટીમાં 'રામાણી એક્સપોર્ટ' નામની પેઢી, ડાયમંડ ફેક્ટરી તેમજ સીબીડી ડાયમંડ અને જ્વેલરીના શો રૂમ્સ આવેલા છે. જ્યારે સુરતમાં પણ તેમનું ડાયમંડનું મોટું નેટવર્ક કાર્યરત છે. તેના દીકરાઓ અમેરિકન સિટિઝન છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા બજારમાં મોટું નામ ધરાવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કોંગ્રેસનો પીએમને પત્ર, કહ્યું- સર્વપક્ષીય બેઠક બોલાવો:ચોમાસુ સત્રમાં રામમંદિર દાન ચોરીનો મામલો ઉઠાવશે, સંશોધન બિલનો વિરોધ કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ભારતીય મૂળના એસ્ટ્રોનોટ અનિલ મેનનનું અવકાશમાંથી નમસ્તે:ISSમાં પાણીમાંથી દવા બનાવવા, સ્પેસમાં ઝડપથી થતાં વૃદ્ધત્વ અને અલ્ટ્રાસાઉન્ડ પર સંશોધન કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : કર્ણાટકમાં ઘરમાં ડોક્ટરની હત્યા, પુત્ર ઘાયલ મળ્યો:આરોપી ડોક્ટર પત્ની મૃતદેહ પાસે મોબાઈલ ફોન સ્ક્રોલ કરતી રહી, VIDEO સામે આવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : બંગાળની ખાડીમાં રોહિંગ્યા શરણાર્થીઓની બે બોટ પલટી:500થી વધુ લોકોના મોતની આશંકા; UNએ ચિંતા વ્યક્ત કરી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ડીઝલ-ATF પર એક્સપોર્ટ ડ્યુટી વધી, પેટ્રોલ પર ઘટી:દેશમાં ફ્યુઅલની અછત રોકવા માટે નિર્ણય લેવાયો, નવા ભાવ 16 જુલાઈથી લાગુ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : FIFAની સેમિફાઇનલ ફુલ બાકાઝીકી!:અંગ્રેજોને હાર ન પચી, મેદાન પર જ આર્જેન્ટિના સાથે કર્યો ટપલી દાવ, 'ફોકલેન્ડ આઇલેન્ડ'ના બેનરથી વિવાદ; જુઓ મેચ મોમેન્ટ્સ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગુપ્ત નવરાત્રિ 23 જુલાઈ સુધી:દેવી સતીના ક્રોધથી દસ મહાવિદ્યાઓ પ્રગટ થઈ હતી; પૂજા અને મંત્ર જાપ સાથે ધ્યાન કરવાથી તણાવ દૂર થાય છે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ જંતુ પકડવા પર પૈસા આપી રહી છે સરકાર મધ્ય પ્રદેશના ડિન્ડોરીમાં સાલ બોરર નામના જંતુને પકડવા પર ₹2 મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 10 લાખ કીડા પકડવામાં આવ્યા છે, જેના બદલામાં સરકાર ₹20 લાખ આપશે. ખરેખરમાં, સરઈના વૃક્ષોને બચાવવા માટે વન વિભાગે આ પગલું ભર્યું છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. 'AIનું 5 વર્ષ પછી શું થશે ખબર નથી, દેશનું તો....': રોજ 2 કરોડથી વધુ ટ્રાન્સલેશન, જેમીની અને ચેટજીપીટીને ટક્કર આપે છે દેશી એપ 2. પારકી પંચાત : રિસોર્ટમાં મસાજ અને સોદાબાજી જુઓ: તેલ માલિશના શોખીન નેતાને પક્ષે ઠપકો આપ્યો, ચાર આખલાની લડાઇ જોઇ ધારાસભ્ય રીતસર પાછા હટી ગયા 3. Editor's View: 'મોદી તોપથી વંદો મારી રહ્યા છે': PM ચૂપ અને મંત્રીઓ પણ મૌન, વાંગચુકની ભૂખ હડતાળના દુનિયામાં પડઘા, સરકારની બોલતી બંધ થઇ જતાં ત્રણ સવાલ 4. આજનું એક્સપ્લેનર: શેખ હસીનાની ફાંસી લગભગ નક્કી, છતાં બાંગ્લાદેશ કેમ જવા માગે છે; શું ભારતનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો? 5. બ્લેકબોર્ડઃ પત્નીની સાડી-પેટીકોટ ધોઉં છું, કચરા-પોતું કરું છું: મિત્રો કહે છે- હવે આ મરદ નથી, હાઉસ હસબન્ડ બનવાથી ભાઈઓના લગ્ન નથી થઈ રહ્યા 6. છાંટા પડતાં જ બીમારીઓનો વરસાદ શરૂ!: ડેન્ગ્યુ-મેલેરિયા ને ટાઈફોઈડ સહિતના કેસની ભરમાર, 10 લક્ષણોને ભૂલથી પણ ન અવગણતા; જાણો 8 સેફ્ટી ટિપ્સ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: વૃષભ, કર્ક સહિત 5 રાશિની આર્થિક સ્થિતિ મજબૂત થશે, મકર રાશિ માટે પારિવારિક વિવાદો ઉકેલવાનો શ્રેષ્ઠ સમય વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    From AAP to Congress, Samajwadi Party to National Conference, Opposition parties rally behind activist
    Next Article
    Vessels to and from India among top applicants for Strait of Hormuz passage

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment