Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં 44 બેઠકો માટે 78 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા:શહેરામાં 28 બેઠકો માટે માત્ર એક અપક્ષ ઉમેદવાર

    13 hours ago

    પંચમહાલ જિલ્લામાં આગામી નગરપાલિકા ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જેમાં ગોધરા અને શહેરા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારોની સ્થિતિમાં મોટો તફાવત જોવા મળ્યો છે. ગોધરા નગરપાલિકાની 44 બેઠકો માટે કુલ 186 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જેમાં 78 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે શહેરા નગરપાલિકાની 28 બેઠકો માટે માત્ર એક જ અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. ગોધરા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારોની આ મોટી સંખ્યાને કારણે અનેક વોર્ડમાં બહુકોણીય જંગ ખેલાવાની શક્યતા છે, જે ચૂંટણીને રસપ્રદ બનાવશે. ગોધરામાં ભાજપના 33, કોંગ્રેસના 13, AAPના 27, SDPના 1 અને AIMના 1 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. બીજી તરફ, શહેરા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી. અહીં ભાજપના 61, કોંગ્રેસના 15 અને AAPના 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જ્યારે અપક્ષ તરીકે માત્ર એક જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા પંચાયતની 38 બેઠકો માટે કુલ 174 ઉમેદવારી પત્રો ભરાયા છે, જેમાં ભાજપના 69, કોંગ્રેસના 52, AAPના 44, અપક્ષના 8 અને અન્ય 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયતની કુલ 174 બેઠકો માટે 685 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપના 291, કોંગ્રેસના 173, AAPના 157 અને અપક્ષના 67 ઉમેદવારોનો સમાવેશ થાય છે. હવે ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ જ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    મોદી-રાહુલ સંસદ પરિસરમાં મળ્યા, હાથ જોડીને અભિવાદન કર્યું:મહાત્મા ફુલે જયંતિ કાર્યક્રમ પછી વાતચીત કરી; જુઓ તસવીરો
    Next Article
    વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં ટિકિટ વિવાદ:યાદી વગર ઉમેદવારી, 44 બેઠકો માટે 163 પત્રો; બળવાખોરીનો ભય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment