Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના સાયકલિસ્ટ નયન જૈને રચ્યો ઇતિહાસ:44 વર્ષીય સાયકલિસ્ટ નયન જૈને 4,012 કિમીની કઠિન રાઇડ 19 દિવસમાં પૂર્ણ કરી

    1 day ago

    અમદાવાદના 44 વર્ષીય જાણીતા બિઝનેસમેન અને સાયકલિસ્ટ નયન જૈને અલ્ટ્રા-સાયકલિંગ ક્ષેત્રે 'માઉન્ટ એવરેસ્ટ' સમાન ગણાતી 'NorthCape4000' (નોર્થ કેપ 4000) ચેલેન્જ સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. 25 જુલાઈ 2026ના રોજ ઇટલીથી શરૂ કરીને નાર્વેના નોર્થ કેપ સુધીની 4,012 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સાયકલિંગ યાત્રા તેમણે નિર્ધારિત સમયમાં માત્ર ૧૯ દિવસમાં પૂરી કરી છે. આ સાથે તેઓ આ અતિ કઠિન ઇવેન્ટ પૂરી કરનારા અમદાવાદના સૌપ્રથમ સાયકલિસ્ટ બન્યા છે. વગર કોઈ સપોર્ટ ટીમે 36,000 મીટરથી વધુનું ચઢાણ અને વિષમ હવામાનનો સામનો કર્યો આ ઇવેન્ટ સંપૂર્ણપણે 'ટોટલી અનઅસિસ્ટિડ' અને સોલો રાઇડ હતી, જેમાં કોઈ સપોર્ટ વ્હીકલ કે ટેકનિકલ ટીમ નહોતી. શુદ્ધ શાકાહારી (Vegan) હોવા છતાં ખાનપાનની તંગી વચ્ચે, 8-10 કિલો વજન ઊંચકીને તેમણે દૈનિક 12 થી 14 કલાક સાયકલિંગ કર્યું હતું. આ સફર દરમિયાન તેમણે 38°C ગરમીથી લઈને 3°C ની ઠંડી, 40 કિમી/કલાકની ઝડપે ફુંકાતા પવનો, કરા સાથેનો વરસાદ અને 36,000 મીટરથી વધુનું ચઢાણ (એલિવેશન) સર કર્યું હતું, જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં ૪ ગણું વધારે છે. સ્વતંત્રતા દિવસ પહેલાં જ નિર્ધારિત લક્ષ્યાંક પૂરો કરી નાર્વેમાં તિરંગો લહેરાવ્યો પોતાના વિશેષ અનુભવ અંગે વાત કરતા નયન જૈને જણાવ્યું કે, તેઓ ભારતનો રાષ્ટ્રધ્વજ લઈને નીકળ્યા હતા અને ૧૫મી ઓગસ્ટના રોજ નાર્વે પહોંચી તિરંગો લહેરાવવાનો તેમનો લક્ષ્યાંક હતો. પરંતુ ધાર્યા સમય કરતાં વહેલા એટલે કે 13મી ઓગસ્ટે જ રાઇડ પૂરી થઈ જતાં તેમણે ત્યાં ભારતનો તિરંગો લહેરાવીને ફોટો પડાવ્યો હતો અને આ ઐતિહાસિક સફર દેશને સમર્પિત કરી હતી. તેમણે જણાવ્યું કે, રમતગમત પ્રત્યે વધતી જાગૃતિ વચ્ચે આ સિદ્ધિ દેશ માટે એક નાનકડું યોગદાન અને પ્રોત્સાહન છે. એકલતા, મનોબળ અને પરિવર્તનશીલતા જ સફળતાની ખરી ચાવી જૈન પરિવારે કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ વચ્ચે સમય ફાળવીને મેળવેલી આ સિદ્ધિ પોતાની પત્ની, બાળકો, માતા-પિતા અને ભાઈને સમર્પિત કરી છે. નયન જૈને ઉમેર્યું હતું કે, ૧,૯૦૦ કિમીથી વધુનો રસ્તો એવો હતો જ્યાં આસપાસ કોઈ માણસ નહોતું. આ સફરે તેમને શીખવ્યું કે સફળતા એ માત્ર શારીરિક તાકાત નથી પરંતુ બદલાતી પરિસ્થિતિમાં શાંત રહીને અનુકૂળ થવાની ક્ષમતા છે. ઉંમર એ માત્ર એક આંકડો છે અને અશક્ય લાગતા લક્ષ્યને પૂરું કરવાથી મળતો સંતોષ અદ્ભુત હોય છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં ભયાનક પૂર:પાણીના ખતરનાક પ્રવાહમાં પુલ અને ઘર તણાઈ ગયું
    Next Article
    વેરાવળના આજોઠામાં વિદ્યાર્થિનીઓએ પૂર્વ સૈનિકોને રાખડી બાંધી:રક્ષાબંધન પર્વની દેશભક્તિપૂર્ણ ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment