Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માત્ર 44 દિવસમાં એક જ ખાતામાં બે વાર શિષ્યવૃત્તિ જમા:2018માં 'આશાપુરા ક્લાસીસ'થી શરૂ થયેલા દર્શન મેસવાણિયાના કૌભાંડમાં ખુલાસો

    2 days ago

    જૂનાગઢમાં દિવ્ય ભાસ્કરના સ્ટીંગ ઓપરેશન બાદ સામે આવેલા બહુચર્ચિત એસસી-એસટી (SC-ST) સ્કોલરશીપ અને બોગસ ડિગ્રી કૌભાંડમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરીને મુખ્ય આરોપી દર્શન નટવરલાલ મેસવાણીયાની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન એસ.ઓ.જી અને બી-ડિવિઝન પોલીસ દ્વારા આરોપીના મોબાઈલ ચેટ, કોલ ડિટેલ્સ, સીસીટીવી ફૂટેજ અને જપ્ત કરાયેલા દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેને પગલે કૌભાંડમાં સંડોવાયેલી અન્ય યુનિવર્સિટીઓ અને કોલેજોના વહીવટકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ક્લાસીસ શરૂ કરવાથી લઈને છેતરપિંડીના સામ્રાજ્ય સુધીની ગુનાહિત કારકિર્દી બી-ડિવિઝન પીઆઈએ આરોપીની પૂછપરછ અંગે જણાવ્યું કે, દર્શને વર્ષ 2018માં મેંદરડા ખાતે 'આશાપુરા કોમ્પ્યુટર એન્ડ એજ્યુકેશન ક્લાસીસ' ની શરૂઆત કરી ટ્યુશન તથા વિવિધ કોમ્પ્યુટર કોર્સ ચલાવતો હતો. ત્યારબાદ 2021માં તેણે જૂનાગઢના જોશીપરામાં 'ગુજરાત એજ્યુકેશન' શરૂ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ ભરવાનું કામ હાથમાં લીધું. કોરોના કાળમાં ધંધો ઠપ્પ થતાં તેણે શિક્ષણના વેપલાનો આખો ગોરખધંધો ગોઠવ્યો. તેણે 'ફિનો પેમેન્ટ બેંક' અને સિમકાર્ડની ફ્રેન્ચાઇઝી મેળવી, ગામડે ગામડે એજન્ટોને કમિશન આપીને છેતરપિંડીનું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. વિદ્યાર્થીઓને લાલચ આપી બેંક એકાઉન્ટ અને સ્કોલરશીપ બારોબાર હડપ કરી આરોપી જોષીપરામાં પોતાની ઓફિસથી વિદ્યાર્થીઓને કોલેજે ગયા વગર જ સીધી ડિગ્રી આપવાની લાલચ આપતો હતો. ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને ફ્રીશીપ કાર્ડ હેઠળ એમએસડબલ્યુ, બીબીએ અને ફેશન ડિઝાઈનિંગ જેવા કોર્સમાં મફત અભ્યાસની જાળમાં ફસાવતો હતો. તે વિદ્યાર્થીઓના મૂળ દસ્તાવેજો જપ્ત કરી, તેમના નામે બેંક ખાતા ખોલાવીને એટીએમ, સિમકાર્ડ અને બેંક કિટ્સ પોતે જ રાખી લેતો હતો. સરકાર દ્વારા જમા થતી સ્કોલરશીપની રકમ તે વિદ્યાર્થીઓની જાણ બહાર બારોબાર ઉપાડી લેતો હતો. પ્રાથમિક તબક્કે 21 વિદ્યાર્થીઓના ₹24.44 લાખમાંથી ₹11.06 લાખથી વધુની ઉચાપત સામે આવી છે, જ્યારે દરોડા દરમિયાન 110 સિમકાર્ડ કવર, 149 બેંક કિટ તથા 9 મોબાઈલ જપ્ત કરાયા છે. 44 દિવસમાં એક જ ખાતામાં બે વાર સ્કોલરશીપ જમા થઈ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કૌભાંડનો ભોગ બનેલા વિદ્યાર્થીઓના મોબાઈલમાં આવેલા મેસેજના સ્ક્રીનશોટ મળ્યા છે. જેમાં 11 મે, 2026ના રોજ ₹65,200 અને 24 જૂન, 2026ના રોજ ₹97,799 'પોસ્ટમેટ્રિક સ્કોલરશીપ' યોજના અંતર્ગત જમા થયા હતા. આમ, માત્ર 44 દિવસમાં એક જ ખાતામાં બે વખત અલગ-અલગ રકમની શિષ્યવૃત્તિ જમા થઈ હોવાની ગંભીર બાબત પ્રકાશમાં આવતાં પોલીસે આ દિશામાં પણ તપાસ લંબાવી છે. 250થી વધુ વિદ્યાર્થીઓના દસ્તાવેજો મળ્યા પોલીસ તપાસમાં હાલ 250થી વધુ વિદ્યાર્થીઓના શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે, જેમને કોલેજ ગયા વગર પરીક્ષા પાસ કરાવી ડિગ્રી આપવાની લાલચ અપાઈ હતી. આરોપી દર્શનના રિમાન્ડ પૂર્ણ થતાં હોવાથી પોલીસ વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ માટે તેના પુનઃ રિમાન્ડ મેળવવા કોર્ટમાં અરજી કરી શકે છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં કઈ કઈ કોલેજો અને યુનિવર્સિટીઓની મિલિભગત હતી તેનો મોટો પર્દાફાશ થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સોમવારનું રાશિફળ:વૃષભ જાતકોના આવકના સ્ત્રોત વધશે, સિંહ રાશિના લોકોને પ્રોપર્ટીને લગતા કામમાં સફળતા મળશે
    Next Article
    Security Guard Rapes Woman On Gujarat Building Terrace 4 Days After Joining

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment