Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપાની 44 બેઠક પર 130 ઉમેદવારોનં ભાવિ કેદ:બુથ કેપ્ચરીંગના આક્ષેપો વચ્ચે 55 ટકાથી વધુ મતદાન, 13મીએ હાથ ધરાશે મતગણતરી

    1 day ago

    ગાંધીનગર મનપાની ચૂંટણીમાં હોબાળાની અલગ અલગ ઘટનાઓ વચ્ચે મતદાન પૂર્ણ થયું. 11 વોર્ડની 44 બેઠકો પર અંદાજિત 55 ટકા કરતા વધુ મતદાન નોંધાયું. 6 વાગ્યે મતદાન પૂર્ણ થતા ઈવીએમ સીલ કરી સ્ટ્રોંગરૂમમાં રખાશે. 13મીએ મતગણતરી હાથ ધરાશે. વાવોલ કુબેનગરની એમ. બી. પટેલ સ્કૂલ બહાર ભાજપ પક્ષની છત્રીઓ મૂકવા બાબતે માહોલ ગરમાયો હતો. વોર્ડ 7 કુબેરનગર મતદાન મથકની બહાર ભાજપ અને કોંગ્રેસ સામેસામે આવી જતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસનો કાફલો દોડતો થયો હતો. બપોર બાદ વોર્ડ 3માં સમાવિષ્ટ સેકટર-24માં આપ અને ભાજપના બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. મતદારોને ક્રમાંક નંબર બતાવતો હોવાથી મામલો બીચક્યો હતો. તાત્કાલિક ધોરણે પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. મતદાન પૂર્ણ થવાના સમયે જ વોર્ડ નંબર 2માં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બુથ કેપ્ચરીંગ કરાયાનો કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આક્ષેપ કરાયો. આજે મનપાની ચૂંટણી પ્રક્રિયામાં નાગરિકોને કોઈ અસુવિધા ન પડે અને તેમની રજૂઆતોનું ત્વરિત નિવારણ થાય તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ પણ કાર્યરત કરી દેવાયો છે. આજે મતદાનના દિવસે તેમજ 13 ઓક્ટોબરે મતગણતરીના દિવસે આ કંટ્રોલરૂમ ધમધમતો રહેશે. ચૂંટણી સંબંધિત કોઈપણ માહિતી કે રજૂઆત માટે નાગરિકો કંટ્રોલ રૂમ નંબર 07923259035 પર સંપર્ક કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    ઈન્ડિગોની ફ્લાઇટમાં પાવર બેંકમાં બ્લાસ્ટ:મુસાફરોએ ફાયર-ફાયરની બૂમો પાડી, આગ લાગવાથી સામાન બળીને રાખ; હૈદરાબાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
    Next Article
    Nepal Flood Risk Alert | નેપાળના અરુઘાટ સ્ટેશન પાસે નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment