Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇન વળતરમાં મોટો લાભ:રેટ કમિટીએ બજારભાવ આધારિત દર નક્કી કર્યા, કાનવીરડીના ખાતેદારને 4.37 લાખના બદલે 24.33 લાખ મળશે

    1 day ago

    જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પસાર થતી પાવર ટ્રાન્સમિશન લાઈનોના કારણે અસરગ્રસ્ત ખેડૂતોને અગાઉ જંત્રીના દર પ્રમાણે વળતર ચૂકવવામાં આવતું હતું. જોકે, જંત્રીના દર ઓછા હોવાના કારણે ખેડૂતોને પૂરતું વળતર મળતું ન હોવાની રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા હવે બજાર કિંમત આધારિત વળતર ચૂકવવાની નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ટાવર વિસ્તાર સાથે વધારાની જમીનનું પણ વળતર નવી જોગવાઈ મુજબ ટ્રાન્સમિશન લાઇનના ટાવર વિસ્તાર ઉપરાંત એક મીટર વધારાની જમીનને પણ ગણતરીમાં લેવામાં આવશે. આ રીતે ગણતરી થયેલી કુલ જમીન માટે જમીનના બજાર ભાવના બે ગણા જેટલી રકમ વળતર તરીકે ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. કાનવીરડીમાં માર્કેટ રેટ કમિટીની બેઠક જામનગર જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને નવી વળતર નીતિનો લાભ મળે તે હેતુથી લાલપુર તાલુકાના કાનવીરડી ગામના વિવિધ સર્વે નંબરો માટે કલેક્ટર કચેરી ખાતે માર્કેટ રેટ કમિટીની બેઠક યોજાઈ હતી. કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જમીનની યોગ્ય બજાર કિંમત નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લોટરી સિસ્ટમથી પારદર્શક રીતે દર નક્કી કરાયા બેઠક દરમિયાન સરકારના વેલ્યુઅર, ખેડૂતોના વેલ્યુઅર અને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડરના વેલ્યુઅર દ્વારા રજૂ કરાયેલા જમીનના વેલ્યુએશનને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. લોટરી સિસ્ટમ દ્વારા ખેડૂત અને કંપનીના વેલ્યુઅર મારફતે નક્કી થયેલા દરોના આધારે જમીનની યોગ્ય બજાર કિંમત આખરી કરવામાં આવી હતી. રૂ. 4.37 લાખના બદલે હવે રૂ. 24.33 લાખનું વળતર નવી પદ્ધતિથી ખેડૂતોને અગાઉની જંત્રી આધારિત જોગવાઈની સરખામણીએ અંદાજે 300થી 600 ગણું વધુ વળતર મળવાની શક્યતા છે. કાનવીરડી ગામના સર્વે નંબર 109નું ઉદાહરણ લઈએ તો વર્ષ 2011ની જંત્રી મુજબ પ્રતિ ચોરસ મીટર માત્ર રૂ. 43નો દર હતો. તેના આધારે ખાતેદારને અગાઉ રૂ. 4,37,699નું વળતર મળવાપાત્ર હતું. માર્કેટ રેટ કમિટીની બેઠકમાં હવે આ જમીન માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 885નો બજાર દર મંજૂર કરવામાં આવ્યો છે. જેના પગલે સંબંધિત ખાતેદારને હવે રૂ. 24,33,348નું માતબર વળતર ચૂકવવામાં આવશે. અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં માર્કેટ રેટ કમિટીની બેઠકમાં જામનગર કલેક્ટર પી.બી. પંડ્યા ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, ખેડૂતોના અધિકૃત પ્રતિનિધિઓ તેમજ ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બજારભાવ આધારિત વળતર નીતિના અમલથી ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને અગાઉની સરખામણીએ નોંધપાત્ર આર્થિક લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં અશાંત ધારો લાગુ કરવા કલેક્ટરને આવેદનપત્ર:મોટી ભાટિયાવાડ, રઘુનાથજી પોળ સહિતના વિસ્તારોમાં વસ્તી બદલાવ રોકવા માગ
    Next Article
    Bhavnagar Liquor Poison kand News: દારૂકાંડમાં ઈન્જેક્શની કમીના કારણે મોત થયાંઃ Nimuben | Injection

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment