Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડાના ડાકોર પંથકમાં ભૂકંપનો આંચકો:4:35 વાગ્યે મોટા અવાજ સાથે આંચકાને કારણે ફાગવેલ અને કાલસરના ગ્રામજનોમા ફફડાટ; તીવ્રતા 3.4

    12 hours ago

    ખેડા જિલ્લાના ડાકોર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ઘટનાને પગલે વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. 4:35 કલાકે 3.4 ની તીવ્રતા નોંધાઈ વહેલી સવારે 4:35 કલાકે 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો કાલસર, આગરવા નેશ અને કાલસર સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટપણે મહેસૂસ કરવામાં આવ્યો હતો. મોટા અવાજ સાથે ધરા ધ્રૂજતા ફફડાટ ભૂકંપનો આંચકો એકાએક મોટા અવાજ સાથે આવતા સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા. ભૂસ્તર વિજ્ઞાનની દ્રષ્ટિએ આ આંચકાનું કેન્દ્રબિંદુ તાલુકાનું વજેવાલ ગામ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ફાગવેલ તાલુકાના અનેક ગામોમાં અસર ડા જિલ્લાના ફાગવેલ તાલુકામાં પણ કેટલાક ગામોમાં ધરા ધ્રૂજી હતી. ફાગવેલ તાલુકાના વડોલ, કાપડીવાવ અને ફાગવેલ જેવા મુખ્ય ગામોમાં બરાબર 4:36 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગભરાટના માર્યા લોકો ઘરની બહાર દોડ્યા અચાનક આવેલા આંચકાથી ભયભીત થયેલા લોકો જીવ બચાવવા માટે તાત્કાલિક પોતાના ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. સમગ્ર પંથકના લોકોએ ભૂકંપનો આ હળવો આંચકો અનુભવતા લાંબા સમય સુધી લોકોમાં ફફડાટ વ્યાપેલો રહ્યો હતો. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    સલમાન ખાનની નવી ફિલ્મનું મુંબઈમાં શૂટિંગ શરૂ:સાઉથ સ્ટાર નયનતારા સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરશે; ફિલ્મમાં એક્શન અને ઇમોશનનું કોમ્બિનેશન
    Next Article
    ट्रम्प का एलान: जारी रहेगा युद्धविराम, जारी रहेगा ब्लॉकेड

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment