Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રની તાલુકા પંચાયતોની ચૂંટણી, અત્યાર સુધીમાં 43.31 ટકા મતદાન નોંધાયું:12 જિલ્લાઓમાં ભાજપ, કોંગ્રેસ અને 'આપ' ના ઉમેદવારોના ભાવિ આજે ઇવીએમમાં થશે સીલ

    15 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે મતદાન થઇ રહ્યું છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની 88 તાલુકા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારનું ભવિષ્ય આજે કચ્છ અને સૌરાષ્ટ્રના મતદારો નક્કી કરશે. ગરમીના એલર્ટ વચ્ચે સવારે 7 વાગ્યાથી મતદારો મતદાન માટે બૂથ પર પહોંચ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સાંજે 6 વાગ્યે ઉમેદવારોના ભવિષ્ય EVMમાં સીલ થશે. તેમજ 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. સૌરાષ્ટ્રની તાલુકા પંચાયતોની ચૂંટણીમાં અત્યાર (4 વાગ્યામાં) સુધીમાં 43.31 % મતદાન નોંધાયું છે દેવભૂમિ દ્વારકામાં બપોરે 3 વાગ્યા સુધી મતદાનનો ધબકાર મજબૂત: જામ રાવલ ઉત્સાહમાં આગળ, ભાણવડ ગતિમાં ધીમું બપોરે 3 વાગ્યા સુધી મતદાન ટકાવારી રિપોર્ટ 1. જિલ્લા પંચાયત : 45.74% 2. ખંભાળિયા તાલુકા પંચાયત: 48.92% 3. ભાણવડ તાલુકા પંચાયત: 39.48% 4. કલ્યાણપુર તાલુકા પંચાયત: 47.45% 5. દ્વારકા તાલુકા પંચાયત: 44.98% 6. ખંભાળિયા નગરપાલિકા: 41.25% 7. જામ રાવલ નગરપાલિકા: 59.01% 8. સલાયા નગરપાલિકા: 48.16%
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં મતદાન સમયે જ AAP ઉમેદવારનું નિધન:અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી; મતદાન પૂર્ણ થવામાં એક કલાક બાકી
    Next Article
    મોટા આંકડીયા બેઠક પર આપ-ભાજપ વચ્ચે ઘર્ષણ:હોબાળો અને ટપલી દાવ, બપોરના 3 વાગ્યા સુધીમાં 38.25 ટકા મતદાન, માયાભાઇના પુત્રી સોનલ ડેરની મતદાન માટે અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment