Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડી નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ:432 બોટલ દારૂ સાથે રૂ. 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર

    23 hours ago

    પાટડીના વડગામ ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપાઈ છે. દસાડા પોલીસે કારમાંથી 432 બોટલ વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ. 3,27,920નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, કાર ચાલક પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો. દસાડા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વી.આઈ.ખડીયા સહિતનો સ્ટાફ શંખેશ્વરથી દસાડા તરફ દારૂ ભરેલી કાર નીકળવાની હોવાની બાતમીના આધારે પાનવા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી સફેદ કલરની ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ચાલક પુરઝડપે નાસી છૂટ્યો હતો. દસાડા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક વડગામ ત્રણ રસ્તા પાસે કાર રસ્તામાં મૂકી સીમ વિસ્તારમાં ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 432 બોટલો અને બીયર ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 1,27,920 આંકવામાં આવી છે. કારની કિંમત રૂ. 2,00,000 ગણી કુલ રૂ. 3,27,920નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દસાડા પોલીસે દારૂ અંગેનો ગુનો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઇ વી.આઈ.ખડીયા ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં કોલક નદી બ્રિજ પર કારમાં આગ લાગી:ચાર મુસાફરોનો આબાદ બચાવ, વાહનવ્યવહાર પ્રભાવિત
    Next Article
    સુરતના 9 ઝોનમાં 330 હોટેલો પર દરોડા:1641 કિલો અખાદ્ય સામગ્રી નષ્ટ, 17 રેસ્ટોરન્ટ સીલ અને 208ને નોટિસ;ફૂડ પોઇઝનિંગ બાદ તંત્ર એક્શનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment