Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    43 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાન નોર્વે પહોંચ્યા:PM સ્ટોરેએ એરપોર્ટ પર મોદીનું સ્વાગત કર્યું, કિંગ અને ક્વીન સાથે મુલાકાત કરશે

    2 सप्ताह पहले

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે નોર્વેની રાજધાની ઓસ્લો પહોંચ્યા. 43 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ નોર્વે યાત્રા છે. એરપોર્ટ પર નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરેએ તેમનું સ્વાગત કર્યું. મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેઓ નોર્વે પહોંચી ગયા છે અને વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરેના ઉષ્માભર્યા સ્વાગત માટે આભારી છે. તેમણે કહ્યું કે ચાર દાયકાથી વધુ સમય પછી કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ નોર્વે યાત્રા છે અને તેમને વિશ્વાસ છે કે તેનાથી ભારત-નોર્વે મિત્રતાને નવી ઊર્જા મળશે. મોદી નોર્વેના કિંગ હેરાલ્ડ પંચમ અને ક્વીન સોન્યા સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ વડાપ્રધાન સ્ટોરે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. આવતીકાલે ભારત-નોર્ડિક સમિટમાં પીએમ મોદી ભાગ લેશે 19 મેના રોજ ઓસ્લોમાં ત્રીજી ભારત-નોર્ડિક શિખર સંમેલન યોજાશે. મોદીએ કહ્યું કે આ તેમના નોર્ડિક સમકક્ષોને મળવાનો એક શાનદાર અવસર હશે. આ સમિટમાં નોર્વે, સ્વીડન, ડેનમાર્ક, ફિનલેન્ડ અને આઇસલેન્ડના નેતાઓ ભાગ લેશે. આ ભારત-નોર્ડિક સમિટ પ્રથમ વખત 2018માં સ્ટોકહોમ અને બીજી વખત 2022માં કોપનહેગનમાં યોજાઈ હતી. આ વખતે બેઠકમાં ગ્રીન એનર્જી, ડિજિટલાઇઝેશન, રક્ષા સહયોગ, જળવાયુ પરિવર્તન અને આર્કટિક નીતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. મોદીની આ યાત્રા તેમના 5 દેશોના પ્રવાસનો ચોથો તબક્કો છે. આ પહેલા તેઓ UAE, નેધરલેન્ડ અને સ્વીડનની મુલાકાત લઈ ચૂક્યા છે. આ પછી તેઓ ઇટાલી જશે. મોદી નોર્વે પહોંચ્યાનો વીડિયો... મોદીની નોર્વે મુલાકાત અંગે અપડેટ્સ માટે નીચે આપેલ બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    CM વિજય અને ત્રિશાએ સાથે CSKની મેચ જોઈ?:સ્ટેડિયમમાં બંને ચેન્નઈને સપોર્ટ કરતા જોવા મળ્યા; જાણો વાઇરલ વીડિયોનું સત્ય
    Next Article
    NEET કેસ, હવે લાતુરની કેમેસ્ટ્રી કોચિંગના ડાયરેક્ટરની ધરપકડ:3 દિવસ પહેલા પૂછપરછ થઈ, CBIએ સેન્ટર પર દરોડા પાડ્યા; અત્યાર સુધીમાં 10ની ધરપકડ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment