Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જથ્થાબંધ મોંઘવારી 43 મહિનામાં સૌથી વધુ:મે મહિનામાં તે 9.68% પર પહોંચી, રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ અને ઇંધણ મોંઘા થયા

    6 days ago

    મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી (WPI) વધીને 9.68% પર પહોંચી ગઈ છે. આ પહેલા એપ્રિલમાં તે 8.30% પર હતી. મે મહિનામાં મોંઘવારી 43 મહિનામાં સૌથી વધુ છે. સપ્ટેમ્બર 2022માં તે 10.70% પર પહોંચી ગઈ હતી. વાણિજ્ય મંત્રાલયે આજે એટલે કે 15 જૂને જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે. મોંઘવારી વધવાનું કારણ રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ઇંધણના ભાવ વધવા છે. આ વધારો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધેલો છે. જો આ તણાવ લાંબો ચાલશે તો મોંઘવારી આગળ વધી શકે છે. જથ્થાબંધ મોંઘવારીના 4 ભાગ પ્રાઇમરી આર્ટિકલ, જેનું વેઇટેજ 22.62% છે. ફ્યુઅલ એન્ડ પાવરનું વેઇટેજ 13.15% અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટનું વેઇટેજ સૌથી વધુ 64.23% છે. પ્રાઇમરી આર્ટિકલના પણ ચાર ભાગ છે. મે મહિનામાં છૂટક મોંઘવારી 3.93% રહી મે મહિનામાં છૂટક મોંઘવારી વધીને 3.93% પર પહોંચી ગઈ, જે એપ્રિલમાં 3.48% હતી. છેલ્લા 5 મહિનામાં આ પહેલીવાર છે જ્યારે છૂટક મોંઘવારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 4% ના લક્ષ્યની ખૂબ નજીક પહોંચી ગઈ છે. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI)ની સામાન્ય માણસ પર અસર જથ્થાબંધ મોંઘવારી લાંબા સમય સુધી વધતી રહેવાથી મોટાભાગના ઉત્પાદક ક્ષેત્રો પર તેની ખરાબ અસર પડે છે. જો જથ્થાબંધ ભાવ લાંબા સમય સુધી ઊંચા સ્તરે રહે છે, તો ઉત્પાદકો તેનો બોજ ગ્રાહકો પર નાખી દે છે. સરકાર ફક્ત ટેક્સ દ્વારા WPI ને નિયંત્રિત કરી શકે છે. જેમ કે, ક્રૂડ ઓઇલમાં તીવ્ર વધારાની સ્થિતિમાં સરકારે ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જોકે, સરકાર ટેક્સ કપાત એક મર્યાદામાં જ ઓછી કરી શકે છે. WPIમાં મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક, રબર જેવા ફેક્ટરી સંબંધિત સામાનનું વધુ વેઇટેજ હોય ​​છે. મોંઘવારી કેવી રીતે માપવામાં આવે છે? ભારતમાં બે પ્રકારની મોંઘવારી હોય છે. એક રિટેલ એટલે કે છૂટક અને બીજી જથ્થાબંધ મોંઘવારી હોય છે. રિટેલ મોંઘવારી દર સામાન્ય ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી કિંમતો પર આધારિત હોય છે. આને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવાય છે. જ્યારે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI)નો અર્થ એવી કિંમતોથી થાય છે, જે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલે છે. મોંઘવારી માપવા માટે અલગ-અલગ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. જેમ કે જથ્થાબંધ મોંઘવારીમાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો હિસ્સો 63.75%, પ્રાઇમરી આર્ટિકલ જેવા કે ફૂડ 22.62% અને ફ્યુઅલ એન્ડ પાવર 13.15% હોય છે. જ્યારે, રિટેલ મોંઘવારીમાં ફૂડ અને પ્રોડક્ટની ભાગીદારી 45.86%, હાઉસિંગની 10.07% અને ફ્યુઅલ સહિત અન્ય વસ્તુઓની પણ ભાગીદારી હોય છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્ડિયા-Aએ આજે કોઈપણ ભોગે જીતવું જ પડશે:ભારતીય ટીમની બેટિંગમાં હાલત ખરાબ, બદોની પછી અનુકુલ પણ આઉટ; IND-Aનો સ્કોર 148/7
    Next Article
    રાજકોટના પૂર્વ મેયર જનક કોટકનું નિધન:જનસંઘથી લઇ ભાજપના પાયાના પથ્થર 'જનકરાજા'નાં નામથી જાણીતા હતા, આજે સાંજે 4 વાગ્યે અંતિમયાત્રા નિકળશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment