Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાટથી થતું નુકસાન દેશના જીડીપીના 4.3% જેટલું:ભારતની કમાણી પર ‘કાટ’! વર્ષે 14 લાખ કરોડનું નુકસાન

    3 days ago

    ભારતમાં ધાતુઓ પર લાગતો કાટ માત્ર પુલો, ઇમારતો અને મશીનરીનું આયુષ્ય જ ઘટાડતો નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ દર વર્ષે ભારે નુકસાન પહોંચાડે છે. નોમુરાના એક અહેવાલ મુજબ, કાટના કારણે ભારતને દર વર્ષે અંદાજે ₹14 લાખ કરોડનું નુકસાન થાય છે, જે દેશના કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી)ના લગભગ 4.3 ટકા જેટલું છે. આ નુકસાન માત્ર ક્ષતિગ્રસ્ત માળખાંના સમારકામ પૂરતું મર્યાદિત નથી. તેમાં મશીનરી અને સાધનોને સમય પહેલાં બદલવાનો ખર્ચ, ઔદ્યોગિક ઉત્પાદન પર પડતી અસર, વારંવારની જાળવણી, સેવાઓમાં વિક્ષેપ અને જાહેર સંપત્તિઓની ઉપયોગી આવરદા ઘટવાથી થતો ખર્ચ પણ સામેલ છે. કાટની સૌથી વધુ અસર વીજ ઉત્પાદન અને વીજ પ્રસારણ ક્ષેત્ર પર જોવા મળે છે. ત્યારબાદ ટેલિકોમ્યુનિકેશન, ઓટોમોબાઇલ ઉદ્યોગ, જાહેર માળખાકીય સુવિધાઓ અને રેલવે જેવા ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થાય છે. પુલો, રાજમાર્ગો, બંદરો, વીજળીના થાંભલા અને ટ્રાન્સમિશન ટાવર્સ, રેલવે માળખાં, ઔદ્યોગિક પ્લાન્ટ્સ તેમજ સરકારી ઇમારતોમાં લાગતો કાટ માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ સલામતી સંબંધિત જોખમો પણ વધારે છે. જસતની પરત (ગેલ્વેનાઇઝેશન) જેવી ટકાઉ કાટ-સંરક્ષણ ટેક્નોલોજીને વધારાના ખર્ચ તરીકે નહીં, પરંતુ લાંબા ગાળાની બચત અને સુરક્ષામાં રોકાણ તરીકે જોવાની જરૂર છે. ભારતમાં ઝડપથી વધી રહેલા માળખાકીય વિકાસને ધ્યાનમાં રાખતાં, આયોજન અને ડિઝાઇનના પ્રારંભિક તબક્કામાં જ કાટ-સંરક્ષણને સામેલ કરવું આર્થિક બચત, જાહેર સુરક્ષા અને સંપત્તિઓના લાંબા આયુષ્ય માટે અત્યંત જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    નહિતર બધા સામે સમાન કાર્યવાહી થશે; પરિવહન મંત્રી:31 ડિસેમ્બર પહેલાં HSRP નંબર પ્લેટ લગાવોઃ ફરીથી મુદતમાં વધારો
    Next Article
    સિટી એન્કર:IASV ત્રિવેણીના ક્રૂનું સૌપ્રથમ ‘નૌકા અભિયાન’ પૂર્ણ કરવા બદલ સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment