Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધ્ય પ્રદેશના નર્મદાપુરમમાં પારો 42°C પાર:રાજસ્થાનના બાડમેર-જેસલમેરમાં 41°C તાપમાન, મહારાષ્ટ્ર-તેલંગાણામાં લૂની ચેતવણી; કેદારનાથ અને બદ્રીનાથમાં હિમવર્ષા

    1 week ago

    એપ્રિલના બીજા અઠવાડિયામાં પારો સતત વધી રહ્યો છે. મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં પારો 42°C પર પહોંચી ગયો. રાજસ્થાનમાં મંગળવારે સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો. અહીં બાડમેર અને જેસલમેરમાં તાપમાન 41°C થી ઉપર ગયું. ઉત્તર પ્રદેશના બાંદામાં મહત્તમ તાપમાન 40.4°C નોંધાયું. ગુજરાત, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને ઓડિશાના મોટાભાગના શહેરોમાં પણ પારો 40°C થી વધુ છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર, તેલંગાણા અને કર્ણાટકમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે અઠવાડિયામાં તાપમાન 6 થી 8°C સુધી વધી શકે છે. બીજી તરફ ઉત્તરાખંડમાં હવામાન ઠંડું છે. અહીં કેદારનાથ અને બદ્રીનાથમાં હિમવર્ષા થઈ છે. જમ્મુ-કાશ્મીર અને આસામ સહિત ઘણા રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ગરમીની 5 તસવીરો… ઉત્તરાખંડમાં હિમવર્ષા, કેદારનાથ-બદ્રીનાથ બરફથી ઢંકાયેલા આગામી બે દિવસના હવામાનનો મિજાજ 16 એપ્રિલ: આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદ સાથે 30-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હળવી હિમવર્ષા થવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં લૂ (હીટવેવ) શરૂ થશે. તેલંગાણા અને કર્ણાટકના કેટલાક ભાગોમાં તાપમાન વધશે. 17 એપ્રિલ: પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં હળવા વરસાદ સાથે તેજ પવનો ફૂંકાઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને જમ્મુ-કાશ્મીર-લદ્દાખમાં હિમવર્ષા સાથે કરા પડવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં લૂ ચાલશે, જ્યારે પશ્ચિમ રાજસ્થાન અને ઝારખંડમાં પણ હીટવેવની શરૂઆત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ બંગાળમાં મહિલાઓને દર મહિને ₹3,000 આપશે:સ્મૃતિ ઈરાનીએ માતૃશક્તિ ભરોસા કાર્ડ લોન્ચ કર્યું, 23 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન
    Next Article
    MLA સોટ્ટા અને કોંગ્રેસ પ્રમુખ વચ્ચે બટાઝટી, કાર્યકરો વચ્ચે મુક્કામારી:સુરતમાં SOG કોંગ્રેસના ઉમેદવારને ઘરેથી ઉઠાવી ગઈ, પોલીસ અને કોંગી કાર્યકરોએ એકબીજાને લાતો મારી અને કાઠલાં પકડ્યાં

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment