Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મહુવામાં 4.25 ઇંચ, જૂનાગઢ જળબંબાકાર, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, ભાજપ MLA બોલ્યા-ગરબામાં મુસ્લિમોને એન્ટ્રી મળશે, ઓવરબ્રિજ પરથી ઊંધે માથે BMW ખાબકી

    1 day ago

    નમસ્તે, લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીના ઈન્દોરમાં થયેલા છાત્રોના ગૂંજ કાર્યક્રમને લઈને કોંગ્રેસ અને બીજેપીમાં નિવેદનબાજી જારી છે. ટાટા ટ્રસ્ટે એન. ચંદ્રશેખરનને ફરીથી ટાટા સન્સના ચેરમેન બનાવવાના નિર્ણયને ગેરકાનૂની બતાવ્યો. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે ગરબા કાર્યક્રમમાં મુસ્લિમોની એન્ટ્રીને લઈને બીજેપી ધારાસભ્યએ શું કહ્યું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હીની ડ્રાફ્ટ વોટર લિસ્ટમાંથી 47 લાખ નામ હટાવવા પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી. 📰 કાલના મોટા સમાચારો 1. 'કોંગ્રેસ જોકરોની પાર્ટી બની ગઈ છે':શિક્ષણ મંત્રીએ કહ્યું- PM મોદીની માતાનું અપમાન કર્યું, રાહુલ ગાંધીના ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમ પર વિવાદ રાહુલ ગાંધીના ઈન્દોરમાં યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમને લઈને વિવાદ થયો છે. BJPએ આરોપ લગાવ્યો છે કે કાર્યક્રમમાં PM મોદીની માતાનું અપમાન કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ રવિવારે X પરની પોસ્ટમાં લખ્યું- કોંગ્રેસ પાર્ટી કોમેડિયનો અને જોકર્સની પાર્ટી બની ગઈ છે. તેઓ હંમેશા માટે બહાર થઈ ગયા છે… રેસ્ટ ઇન પીસ. શિક્ષણ મંત્રી પ્રલ્હાદ જોશીએ કહ્યું- રાહુલ અને કોંગ્રેસ પાર્ટી સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. વિદ્યાર્થી સંવાદનો ઉપયોગ PM મોદીની દિવંગત માતાની મજાક ઉડાવવા અને તેમનું અપમાન કરવા માટે કરવો, મૂળભૂત માનવીય સંવેદના અને રાજકીય સંસ્કૃતિના ચોંકાવનારા અભાવને દર્શાવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના એંધાણ?:રિયાધ પર હૂતીનો મિસાઇલ એટેક, ઈરાનની 7 આકરી શરતો સામે US બોમ્બર રવાના, દૂતાવાસોને હાઈ-એલર્ટ! અમેરિકાએ મધ્ય-પૂર્વમાં પોતાના દૂતાવાસો અને નાગરિકો માટે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકાના વિદેશ વિભાગે આ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે લોકોને વધુ સાવચેત રહેવા જણાવ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો કેમ્પ ડેવિડ પ્રવાસ એક દિવસ વહેલો પૂર્ણ કરીને શનિવારે સાંજે વ્હાઇટ હાઉસ પરત ફર્યા હતા. ટ્રમ્પના વહેલા પરત ફરવાનું કારણ વ્હાઇટ હાઉસે જણાવ્યું નથી. બીજી તરફ, રશિયા ટુડેના અહેવાલ મુજબ, અમેરિકન B-1B લાન્સર બોમ્બરે બ્રિટનના RAF ફેરફોર્ડ એરબેઝ પરથી ફુલ આફ્ટરબર્નર સાથે ઉડાન ભરીને મધ્ય-પૂર્વ તરફ પ્રયાણ કર્યું છે. ઈરાનના પ્રેસ TVએ પણ ઉત્તર-પૂર્વીય સીરિયાના અલ-હસકાહમાં ખારાબ અલ-જીર એરબેઝ નજીક એર ડિફેન્સ પ્રવૃત્તિની માહિતી આપી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. હવામાં ઉછળી, રેલિંગ તોડી બ્રિજથી 75 ફૂટ નીચે ખાબકી BMW:અમદાવાદના 21 વર્ષના યુવક સહિત 3નાં મોત, 1 ગંભીર; મુંબઈ કાર અકસ્માતનો રુંવાટા ઉભા કરી દેતો VIDEO મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે સવારે લગભગ 5:20 વાગ્યે ઝડપી ગતિએ દોડતી BMW ફ્લાયઓવર પરથી આશરે 75 ફૂટ નીચે જઈ પડી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોનાં મોત થયા છે. એક યુવક ગંભીર રીતે ઘાયલ છે. BMW મરીન ડ્રાઇવથી હજી અલી તરફ જઈ રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપી ગતિને કારણે ડ્રાઇવરે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. ત્યારબાદ BMW ડિવાઇડર સાથે અથડાઈ અને નીચે જઈ પડી. ઘટનાનો CCTV ફૂટેજ પણ સામે આવ્યો છે. મૃતકોની ઓળખ શનાય ગજ્જલ (21), આદિત્ય જકસાનિયા (19) અને ધૈર્ય સેઠ (17) તરીકે થઈ છે. ઘાયલ યુવકની ઓળખ આદિત્ય ઓસવાલ (23) તરીકે થઈ છે. ચારેયને નાયર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ત્રણને મૃત જાહેર કર્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મુંબઈમાં BJP ધારાસભ્ય બોલ્યા- મુસ્લિમો ગરબામાં આવી શકે છે:પણ તિલક અને પૂજા કરવી પડશે, મંત્રી નિતેશ રાણાએ વિરોધ કર્યો હતો મુંબઈના બોરીવલીમાં યોજાનારા એક ગરબા કાર્યક્રમમાં મુસ્લિમોના પ્રવેશને લઈને શરત રાખવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે કહ્યું કે ગરબામાં ભાગ લેનારા મુસ્લિમોએ તિલક લગાવવું પડશે અને દેવીની પૂજા કરવી પડશે. આ પહેલાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નિતેશ રાણેએ પણ નવરાત્રિ દરમિયાન ગરબા આયોજનોમાં મુસ્લિમોના પ્રવેશનો વિરોધ કર્યો હતો. આ વર્ષે શારદીય નવરાત્રિ 11થી 19 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન અલગ-અલગ સ્થળોએ ગરબા અને ડાંડિયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચૂંટણીના છેલ્લા દિવસે રશિયા ધણધણી ઊઠ્યું:યુક્રેને હજારો ડ્રોન છોડ્યા, ઓઇલ રિફાઇનરી અને ઇમારતો સળગી, 2નાં મોત; 1600 ડ્રોન તોડી પડાયા છતાં મોસ્કોમાં અફરાતફરી રશિયામાં સંસદીય ચૂંટણીના અંતિમ દિવસે રવિવારે મોસ્કો અને આસપાસના વિસ્તારોમાં સેંકડો ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં ઓછામાં ઓછા 2 લોકોનાં મોત થયાં. તેમાં 44 વર્ષની એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિનો સમાવેશ થાય છે. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિનના જણાવ્યા અનુસાર, રાજધાનીની એક મોટી ઓઈલ રિફાઈનરીને પણ નુકસાન થયું છે. હાલમાં રિફાઈનરીમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી. મેયરે જણાવ્યું કે શનિવારથી રશિયાએ 1600થી વધુ ડ્રોન તોડી પાડ્યાં છે. તેમાં આશરે 450 ડ્રોન મોસ્કો તરફ આગળ વધી રહ્યાં હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર 6. જૂનાગઢમાં ધસમસતા પાણીમાં 40 લોકોનું દિલધડક રેસ્ક્યુ:રાજકોટ-જામનગરમાં ધોધમાર વરસાદ, 2-3 દિવસમાં ચોમાસું સૌરાષ્ટ્રમાંથી વિદાયની શરૂઆત કરશે 20 સપ્ટેમ્બરે સવારે 6થી રાત્રિના 8 વાગ્યા સુધી રાજ્યના 85 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં સવા ચાર ઈંચ તો ગોંડલમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર છે. જ્યારે 21 તાલુકામાં આજે એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દેશમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 2થી 3 દિવસમાં રાજસ્થાન, ગુજરાત તેમજ પંજાબના કેટલાંક ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લેશે. રાજ્યમાં સરેરાશ સામે 8 ટકા અને સૌરાષ્ટ્ર કચ્છમાં 22 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. વેન્ટીલેશન વિનાના બાથરૂમમાં ગીઝરના ગેસથી ધો.11ની વિદ્યાર્થિનીનું મોત:પરિવારને દોઢ કલાકે ખબર પડી, સુરતમાં 7 માસમાં પરિવાર સહિત 4ના જીવ ગયા, આટલું ધ્યાન રાખો સુરત શહેરમાં યોગ્ય વેન્ટિલેશન વગર ઘરોમાં લગાવવામાં આવેલા ગેસ ગીઝર હવે ‘સાયલન્ટ કિલર’ સાબિત થઈ રહ્યા છે. છેલ્લા એક જ વર્ષમાં ગેસ ગીઝરમાંથી નીકળતા ઝેરી કાર્બન મોનોક્સાઈડ વાયુના કારણે ત્રણ અલગ-અલગ પરિવારોએ સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. તાજેતરમાં કતારગામમાં ગણેશ આરતી પહેલાં નહાવા ગયેલી 15 વર્ષીય વિદ્યાર્થિનીનું બંધ બાથરૂમમાં ગીઝરના ઝેરી ગેસથી ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યું છે. સુરતમાં 7 મહિનામાં 4 લોકોના ગેસ ગીઝરને કારણે મોત થઈ ગયા છે. પ્રિયમ નજીકની ખાનગી સ્કૂલમાં ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : તમિલનાડુ- તાંત્રિક પાસે 50 છોકરીઓના અશ્લીલ વીડિયો મળ્યા:હિડન કેમેરાથી રેકોર્ડિંગ કરી ડાર્ક વેબ પર વેચ્યા; પોલીસે ધરપકડ કરી (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : ઇમરાનની બહેનની લાહોરથી ધરપકડ:પૂર્વ વડાપ્રધાનની મુક્તિ માટે પ્રદર્શનની તૈયારી કરી રહી હતી, ઇમરાન ઓગસ્ટ 2023થી જેલમાં છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : IIT બોમ્બે આત્મહત્યા કેસમાં પ્રોફેસર વિરુદ્ધ FIR:પિતાનો આરોપ- સાહિલને જાતિસૂચક ગાળો આપી, 3 મહિના સુધી હેરાન કર્યો; આ વર્ષે IITમાં 9 આત્મહત્યા (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : ઇંગ્લેન્ડમાં શીખ બસ ડ્રાઇવર પર હુમલો:યુવકે પહેલાં માર માર્યો પછી બસમાંથી ઉતાર્યો, રસ્તામાં અનેક વાહનોને ટક્કર મારી (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : સસ્તો LPG બાટલો જોઇએ છે?:1 ઑક્ટોબર પહેલાં ઘરે બેઠાં જ કરો e-KYC, નહીંતર બંધ થઈ જશે ₹210ની સબસિડી! (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : PM મોદીના આર્થિક સલાહકારના પુત્ર એશિયન ગેમ્સમાંથી બહાર:વજન ઘટાડવાના ચક્કરમાં બેભાન થયા MMA ફાઇટર વરુણ સાન્યાલ; ક્વાર્ટર ફાઇનલ પહેલાં અનફિટ જાહેર (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : અંકશાસ્ત્ર: તમારો લાઈફ પાથ નંબર:અને સફળતાનો સચોટ ઉપાય, જાણો ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડો. પંકજ નાગર પાસેથી (વાંચો સંપૂર્ણ સમાચાર) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પાઈલટે બનાવી મોનાલિસાની તસવીર અમેરિકામાં એક પાઈલટે પોતાના વિમાનની ઉડાનને પેન્ટિંગ બ્રશ બનાવી દીધું. અરકાંસાસના બેન્ટનવિલથી GPS પર એવો રસ્તો પસંદ કર્યો કે સમગ્ર ફ્લાઈટ ટ્રેક મોનાલિસાની તસવીર જેવો નજરે પડ્યો. 56 કિલોમીટરની આ ઉડાનને પૂરી કરવામાં લગભગ 3 કલાક લાગ્યા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે બિગ સ્ટોરી : સાયકલ પણ નહોતી અને 1.5 વર્ષમાં ફોર્ચ્યુનર આવી ગઇ!: શેરબજારમાં અડધાથી વધુ રોકાણકારો જેન-ઝી, ગુજરાતનાં નાનાં સેન્ટરોમાં પણ યુવાનોનું ‘વાસ્તેગુના હુઇયાં’! 2. ગુજરાત એક્સપ્લેનર : અંબાજી મંદિરમાં માતાજીનો ભોગ ઘીમાં જ કેમ બને છે: વર્ષમાં બે વાર મધરાતે શણગાર; 'જય આદ્યા શક્તિ...' આરતીમાં એક મિનિટના વિરામનું કારણ શું 3. ખાખી કવર : એક મહિલાના 30 ટુકડા મળ્યા, સોયદોરાથી ડેડબોડી સાંધવી પડી: ઓળખ માટે લાશની પ્લાસ્ટિક સર્જરીનો ભારતનો સૌપ્રથમ કેસ, હત્યારાને ફાંસીએ લટકાવી દેવાયો 4. આજનું એક્સપ્લેનર: સુરેન્દ્ર કોલીએ મુક્ત થયાના 309મા દિવસે ફાંસો કેમ ખાધો; 18 વર્ષ જેલમાં રહ્યો, બાળકોની લાશો ખાવા સુધીના આરોપો હતા 5. કામના સમાચાર: વાળ ખરવાના 10 મોટા કારણો: ડર્મેટોલોજિસ્ટ પાસેથી જાણો વાળને કેવી રીતે હેલ્ધી રાખવા; કેવી રીતે કાળજી રાખવી, ખોરાકમાં શું લેવું 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: વૃષભ અને મકર રાશિને મોટો લાભ મળશે, કન્યા અને કુંભ જાતકોએ લેવડ-દેવડમાં ખાસ કાળજી રાખવી વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    ડુંગળી 3 મહિનામાં 82% મોંઘી, ₹30થી ₹54 પ્રતિ કિલો:મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી ડુંગળીના પુરવઠામાં ઘટાડો થયો; પરંતુ કિંમતો ટૂંક સમયમાં ઘટી શકે છે
    Next Article
    ICE Agent Shoots And Wounds Man In Texas, US, Officials Say

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment