Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રેનેજ નેટવર્કની દરખાસ્ત મંજૂર:કઠવાડામાં ડ્રેનેજ લાઈન નાખી સિંગરવા લઈ જવાની જગ્યાએ ઓઢવ પાસે નિકાલ કરવા માટે રૂ. 42.47 કરોડ ખર્ચ થશે

    8 hours ago

    અમદાવાદના કઠવાડા વિસ્તારમાં નવુ ડ્રેનેજ નેટવર્ક અને કઠવાડાનાં ગટરનાં પાણી ઓઢવ વેપારી મહામંડળ પાસેથી પસાર થતી મેઇન લાઇનમાં નિકાલ કરવા નવી ડ્રેનેજ લાઇન નાખવા રૂ. 42.47 કરોડનો ખર્ચ કરવા અંગેની વિવાદ દરખાસ્ત અને મંજૂરી આપવામાં આવી છે. ભાજપના પૂર્વ નેતાઓ અને અધિકારીઓ વચ્ચે ગત ટર્મમાં ચર્ચા થઈ હતી કે કઠવાડા અને આસપાસનાં વિસ્તારોનાં ગટરનાં પાણીને સિંગરવા તરફ લઇ જવામાં આવે અને કણભા આસપાસ જમીન મેળવીને ત્યાં નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીને ખારી નદીમાં ટ્રીટેડ વોટરનો નિકાલ કરવો હિતાવહ છે. આ ચર્ચા બાદ જમીન સંપાદન માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. જોકે હવે ઓઢવમાં ડ્રેનેજ લાઈન નાખવા અંગેની દરખાસ્ત મંજૂર કરાઈ છે. 42.47 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નખાશે કઠવાડા અને આસપાસનાં વિસ્તારોમાં ડેવલોપમેન્ટ શરૂ થયું છે નવી ટીપી સ્કીમોમાં મુખ્ય ટીપી રોડ ખોલી નાખ્યા હોવાનો દાવો પણ કરાયો છે. મોટા પ્રમાણમાં રહેણાંક અને ઇન્ડસ્ટ્રીયલ શેડ પ્રકારનાં બાંધકામો ચાલી રહ્યાં છે. તેને જોતાં આ વિસ્તારોમાં કાયદેસર ડ્રેનેજ કનેકશન આપવાની જરૂરિયાત ઉભી થઇ છે. જેથી આ વિસ્તારોમાં ડ્રેનેજ લાઇન નેટવર્ક જ નથી અને વર્ષો જુના ખાળકુવા હયાત છે, તેથી આ વિસ્તારોમાં નવા ડ્રેનેજ નેટવર્ક અને મેઇન ડ્રેનેજ લાઇન નાખવા માટે આ વિસ્તારોનાં કોર્પોરેટરો, ધારાસભ્ય અને ડેવલપર્સ વગેરે તરફથી રજૂઆતો કરવામાં આવતાં પૂર્વ ઝોન ઇજનેર ખાતાએ આશરે 42.47 કરોડના ખર્ચે નાખવા દરખાસ્ત મૂકી છે આ લાઈન નાખવાથી શું વિવાદ છે? જોકે આ પ્રોજેક્ટને લઇ એવો વિવાદ સર્જાયો છે કે, કઠવાડાનો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવેશ થયો ત્યારબાદ ગત ટર્મમાં જ કઠવાડાનાં વિકાસને ધ્યાને લઇ ગટર લાઇનનાં આયોજન અંગે ઇજનેર અધિકારીઓ અને શાસક ભાજપનાં હોદ્દેદારો વચ્ચે બેઠકો થઇ ત્યારે તેમાં એવી ચર્ચા થઇ હતી કે, નરોડા-નારોલની વર્ષો જુની લાઇન સુધી ગટરનાં પાણી લઇ જવાય તેમ નથી. તેવી જ રીતે ઓઢવ વેપારી મહામંડળ પાસેથી પસાર થતી 1800 મીમીની ગટર લાઇન પણ છલોછલ જાય છે તેથી તેમાં પણ કઠવાડાનાં પાણીનો નિકાલ શક્ય નથી. એટલુ જ નહિ વિંઝોલ, પીરાણા એસટીપી પણ ક્ષમતા બહાર કામ કરી રહ્યાં છે. જેથી હવે આ લાઈન નાખવાથી કઠવાડા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનો ઉભરાશે કે નહીં તેના પર સવાલ છે.
    Click here to Read More
    Previous Article
    ડુંગળી 70-80, ટામેટા 90 અને લીંબુ 100 રૂપિયા થયા:ભુજમાં તહેવારો પહેલા શાકભાજીના ભાવમાં વધારો
    Next Article
    Gunshot Video Emerges After Tiger Shroff Assassination Attempt In Mumbai

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment