Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોહાણાનો દીકરો બન્યો કપૂર પરિવારનો જમાઈ!:અંશુલાએ ગુજરાતી-પંજાબી વિધિથી લગ્ન કર્યા, દિવંગત મમ્મીનો 42 વર્ષ જૂનો દુપટ્ટો પહેરીને ફેરા ફરી; PHOTOs

    2 days ago

    બોની કપૂરની દીકરી અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે 6 જુલાઈએ રોહન ઠક્કર સાથે લગ્ન કર્યા છે. લગ્નમાં કપૂર પરિવારના તમામ સભ્યો ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અનેક મોટી હસ્તીઓ હાજર રહી હતી. લગ્ન પરંપરાગત ગુજરાતી અને પંજાબી રીતિ-રિવાજો અનુસાર થયા હતા, જેમાં સાવકી બહેનો જ્હાનવી કપૂર અને ખુશી કપૂરે પણ વિધિઓ કરી હતી. જ્યારે મોટો ભાઈ અર્જુન કપૂર અંશુલાને મંડપ સુધી લઈને આવ્યો હતો. જુઓ લગ્નની ઇનસાઇડ તસવીરો- લગ્નની તસવીરો સાથે અંશુલાએ ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે, 06.07.2026. આટલા બધા લોકોમાં, આટલી બધી જગ્યાઓમાં અને આટલા સાચા-ખોટા સમયની વચ્ચે, તે તમે હતા. અને જીવનના દરેક વળાંક, દરેક ઉતાર-ચઢાવ અને દરેક અનપેક્ષિત સફર પછી પણ. આજે પણ તમે જ છો. મારી સૌથી મનપસંદ વાતચીત. મારી સૌથી શાંતિપૂર્ણ જગ્યા. મારી સૌથી સરળ અને સૌથી સુંદર પસંદગી. હંમેશા તમે જ રોહન ઠક્કર. અર્જુન કપૂરે પણ આજે સવારે સોશિયલ મીડિયા પર અંશુલા માટે એક ભાવુક પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું, મારી અંશના નામે, તું હંમેશા મારી રહીશ, પણ હવે સમય આવી ગયો છે કે હું તને નવા રસ્તે જવા દઉં. આજે તું રોહન સાથે તારા નવા જીવનની શરૂઆત કરી રહી છે. તને હસતી જોઈને મારું હૃદય, મારું મન અને મારી આત્મા ખૂબ ખુશ છે. મેં તને બાળપણથી મોટી થતી જોઈ છે અને આજે તું એક એવી શાનદાર મહિલા બની ગઈ છે, જે દરેક પગલે આપણી માતાની છબીને પોતાનામાં સમાવી રહી છે. આગળ તેમણે લખ્યું, ક્યારેય ચિંતા ન કરીશ, કારણ કે માતા હંમેશા તમને જોઈ રહી છે અને દરેક પળે તમને પોતાના આશીર્વાદ આપી રહી છે. હું હંમેશા તારી સાથે છું, હંમેશા તારો સાથ આપીશ અને હંમેશા એ સુનિશ્ચિત કરીશ કે તારા ચહેરા પરની સ્મિત ક્યારેય ઝાંખું ન પડે. ઘણો બધો પ્રેમ, તારો અર્જુન ભૈયા.
    Click here to Read More
    Previous Article
    India news LIVE updates, 7 July 2026: CJP’s X account restored; Maharashtra residency certificates must for app-based bike services in state
    Next Article
    પાડોશી પિતા-પુત્ર સહિત 5 શખસે દુકાનદાર યુવકને માર માર્યો:દુકાન નહીં રાખવા દઈએ કહીને તૂટી પડ્યા, ભાવનગરના જવેલ્સ સર્કલ પાસેનો બનાવ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment