Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી, 42 ડિગ્રીએ પહોંચશે પારો:48 કલાકમાં માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે

    11 hours ago

    રાજ્યના ફરી એક વખત કાળઝાળ ગરમી નાગરિકોને સહન કરવી પડશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં અનેક શહેરમાં ગરમીનું જોર વધી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં હિટવેવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને તે માટે હવામાન વિભાગ દ્વારા યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો પણ નોંધાઈ શકે છે. જોકે અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે નવી કોઈ સિસ્ટમ ન બનતા ગરમીનો પારો વધી શકે છે. અનેક શહેરમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શકયતા રાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઉનાળાએ હવે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કમોસમી વરસાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ હવે ફરી એક વખત રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની છે. તેમજ અનેક શહેરમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી નાગરિકોને ફરી આકરો તાપ સહન કરવો પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી હવામાન વિભાગે રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન કાળઝાળ ગરમી વધવાની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ તાપમાન નોંધાય તેવી પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. જેથી યલો એલર્ટ સાથે હિટવેવની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અન્ય શહેરમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. અત્યારે રાજકોટમાં હાલમાં જ સૌથી વધુ 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને આજે તે 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં પણ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું છે અને આગામી દિવસોમાં તેમાં વધારો થવાની સંભાવના છે. 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લેસ માર્ક થતા ગરમી વધશે' હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, વર્તમાનમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હતું. તે અત્યારે લેસ માર્ક થઈ ગયું છે. અત્યારે ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે તાપમાનમાં થોડો વધારો નોંધાઈ રહ્યો છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં ટેમ્પરેચર વધારે નોંધાઈ રહ્યું છે જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્ય છે. નવી કોઈ સિસ્ટમ ન બનતા આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. જે બાદ તાપમાનમાં ખાસ કોઈ બદલાવ નોંધાઈ શકે તેવી શક્યતા નથી. લૂ કે હીટવેવ શું છે? જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટ વેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. હીટ સ્ટ્રોકનું કારણ શું છે? આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ, ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે, ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય? હીટસ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ? નિષ્ણાંત તબીબના જણાવ્યા મુજબ, હીટસ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલાં કંઈક ખાઓ. દાદી અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, તેની પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો, ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો. આ ઉપરાંત, તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણ વાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. જે લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને તેને શરીર પર લગાવો, તેનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    વ્યાજખોરોના ત્રાસમાંથી જનતાને મુક્ત કરવા પોલીસનો લોક દરબાર:​જૂનાગઢમાં વ્યાજખોરોનો ખેલ ખતમ કરવા એસ.પી.નો લોક દરબાર, પીડિતોની વેદના સાંભળી પોલીસવડાએ કડક કાર્યવાહીનો આદેશ આપતા વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપ્યો
    Next Article
    Rajkot BJP News | ભાજપમાં આંતરિક અસંતોષને લઈને ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment