Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં આતંકનું નેટવર્ક, શું લોકોએ ડરવાની જરૂર છે:42 મહિનામાં 42 આતંકી ઝડપાયા; મોદીના ગુજરાત પર મસૂદ અઝહરનો ડોળો કેમ, સમજો ગુજરાત ATSની સ્ટ્રેટેજી

    2 days ago

    ઓપરેશન સિંદૂર પછી ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદના અલગ અલગ મોડ્યુલ એક્ટિવ થઈ રહ્યા છે પણ ગુજરાત ATS બીજી એજન્સીઓ સાથે મળીને ઘટનાને અંજામ આપે તે પહેલાં જ આતંકીઓને પકડી પાડે છે. સવાલ એ છે કે શું ગુજરાત આતંકવાદીઓ માટે સોફ્ટ સ્ટેટ બની રહ્યું છે? જાણીશું આજના ગુજરાત એક્સપ્લેનરમાં... સવાલ-1 : શું ગુજરાત આતંકીઓ માટે સોફ્ટ સ્ટેટ બની રહ્યું છે? જવાબ : આ સવાલનો જવાબ આપતાં ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)ના DIG સુનીલ જોશીએ ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું, ના. ગુજરાત સેફ સ્ટેટ બનતું જાય છે એવું નથી. અમે 2 વર્ષ પહેલાં અમદાવાદમાંથી 5 આતંકી પડક્યા હતા. પાંચેય બાંગ્લાદેશી હતા. રાજકોટમાંથી 4 આતંકી ઝડપ્યા હતા તે ચારેય પશ્ચિમ બંગાળના હતા. ગુજરાતમાંથી 5 આતંકીને પકડ્યા હતા તેમાંથી 4 કાશ્મીરી હતા અને 1 યુવતી ગુજરાતની હતી. આતંકીઓને પકડવા ગુજરાત ATS આખા ભારતમાં પ્રોએક્ટિવલી કામ કરે છે. અમે હરિયાણામાંથી યુપીના છોકરાને ઉઠાવ્યો હતો. આઠ મહિના પહેલાં રાઈસીન નામનું પોઈઝન બનાવવાર ત્રણ પકડાયા, તેમાંથી એક હૈદરાબાદનો ડોક્ટર હતો. 3 જુલાઈએ 8 અને 17 જુલાઈએ 5 મળીને જે 13 આતંકી પકડાયા તે તમામ ગુજરાતી છે. તેમાં 3 જુલાઈએ ઝડપાયેલા 8માંથી 5 આતંકી પાલનપુરના અને 3 સિદ્ધપુરના છે. તો 17 જુલાઈએ ઝડપાયેલા 5 આતંકીમાંથી 3 સિદ્ધપુરના છે અને બીજા બેમાંથી એક પાટણના સરસ્વતી તાલુકાનો અને બીજો વડગામનો છે. ATSના DIG સુનીલ જોશીએ એમ પણ કહ્યું કે ફેબ્રુઆરી 2023થી ગણો ને જુલાઈ 2026 એટલે અત્યાર સુધીમાં ગુજરાત ATSએ 42 આતંકવાદીઓને પકડી પાડ્યા છે. આ બહુ 10-12 વર્ષનો લાંબો ગાળો નથી. ટૂંકા સમયમાં ઘણા મોડ્યુલ પકડ્યા છે. અમે એવી રીતે કામ કરીએ છીએ કે આતંકીઓ ઘટનાને અંજામ આપે તે પહેલાં જ પકડાય જાય છે. આમાં વધારે એફોર્ટ લગાવવા પડે છે. સવાલ-2 : ગુજરાતમાં આતંકીઓની ચોક્કસ મોડેસ ઓપરેન્ડી છે? જવાબ : ATSના DIG સુનીલ જોશીએ કહ્યું, ના. દરેક મોડ્યુલની અલગ અલગ મોડેસ ઓપરેન્ડી છે. અત્યાર સુધી જેટલા ટેરરિસ્ટ પકડ્યા તેમાંથી કોઈ એક મોડેસ ઓપરેન્ડી સામે નથી આવી. હા, એક વાત કોમન છે કે દરેક મોડ્યુલમાં આતંકીઓની સંખ્યા વધારવામાં આવી રહી હતી. નવેમ્બર 2025માં ત્રણ આતંકી પકડ્યા હતા જે પાણીમાં ઝેર ભેળવવાનો પ્રયાસ કરતા હતા. 3 જુલાઈ 2026એ 8 આતંકી પકડ્યા તે બોમ્બ બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા. ઓપરેશન સિંદૂર દરમિયાન અમે સાયબર ટેરરને ક્રેક કરીને આતંકીઓ પકડ્યા છે જે આપણી સેન્સિટિવ માહિતી લીક કરતા હતા. એટલે દરેકની અલગ અલગ મોડેસ ઓપરેન્ડી છે. સવાલ-3 : શું ગુજરાતની જનતાએ ડરવાની કે ભયમાં રહેવાની જરૂર છે? જવાબ : DIG સુનીલ જોશી કહે છે, ના. બિલકુલ ગભરાવાની જરૂર નથી. મેં પહેલા કહ્યું તેમ, આતંકીઓ ઘટનાને અંજામ આપે તે પહેલાં જ અમે પકડી લઈએ છીએ. એનો મતલબ એ જ કે ગુજરાત ATS, તમામ સેન્ટ્રલ એજન્સીઓ અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. સરકારે પણ અમને છૂટો દોર આપ્યો છે. હું તો એમ કહું છું કે, ઘટનાને અંજામ આપતાં પહેલાં આતંકીઓ પકડાઈ રહ્યા છે એટલે ગુજરાત ATS અને આપણી બીજી એજન્સીઓ પર લોકોનો ભરોસો વધારે મજબૂત બનતો જશે. લોકોને એમ થશે કે, જે રીતે સેન્ટ્રલ એજન્સીઓ અને ATS કામ કરી રહી છે તે જોતાં આપણે સેફ છીએ. માટે લોકોએ ડરવાની જરૂર નથી. સવાલ-4 : શું આતંકીઓ મોદીના ગુજરાતને ટાર્ગેટ કરીને ખુલ્લો પડકાર આપી રહ્યા છે? જવાબ : આતંકવાદીઓ મોદીના ગુજરાતમાં જ વધારે એક્ટિવલી કામ કરીને જાણે પડકાર આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેના બે કારણો છે. ગુજરાતમાં ઉગતો આતંકવાદ ડામી દેવાય છે… જૈશનું સાહિત્ય, કરાચીનું પબ્લિકેશન, સમજો પુસ્તક પર શું લખ્યું છે… પુસ્તક-1 3 જુલાઈએ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓ પાસેથી જે સાહિત્ય મળી આવ્યું તેના પર ઊર્દૂમાં કાંઈક લખેલું છે. જે ચાર-પાંચ સાહિત્ય મળી આવ્યું છે તેમાં એક બુકના ફ્રન્ટ પેજ પર અરબીમાં દુરૂદ (શાંતિ પ્રાર્થના) લખેલી છે. મદીના શરીફમાં આવેલી મસ્જિદ-એ-નબવીના પ્રખ્યાત લીલા ગુંબજ અને મિનારાની તસવીર છે. પુસ્તકના સંકલનકર્તા તરીકે નામ લખ્યું છે - મુહમ્મદ મસૂદ અલ-અઝહરી. એટલે મસૂદ અઝહર. પુસ્તક-2 એક પુસ્તક ઊર્દૂમાં લખેલું છે. કવર પર આપેલા લખાણ અને પ્રતીકો (જેમ કે નકશો, ધ્વજ અને તૂટેલી મસ્જિદ) પરથી સ્પષ્ટ થાય છે કે આ પુસ્તક ગાઝા (પેલેસ્ટાઈન) ની સ્થિતિ, વૈશ્વિક રાજકારણ અને ધાર્મિક સંદર્ભો પર આધારિત છે. સૌથી ઉપરના લખાણમાં જમણી બાજુ પૃથ્વીના નકશા પર લાલ રંગથી લખાયેલું છે - મદીના મદીના. ડાબી બાજુ મિનારા પાસે લખેલું છે- આઓ ચલેં રુજૂ ઇલલ્લાહ. એટલે ચલો, અલ્લાહ તરફ પાછા વળીએ. મધ્યભાગમાં લખેલું છે- ગાઝાની લહેરો. સાવ નીચેના પીળા પટ્ટાના લખાણમાં લખેલું છે કે - ફિરઔન ઔર ઉસ કી ચાલ. એટલે - ફિરઔન (જુલમી શાસક) અને તેનું ષડયંત્ર. પુસ્તક-3 ત્રીજું પુસ્તક ઉર્દૂ ભાષામાં લખાયેલું છે. તેના કવર પર આપેલા શીર્ષક અને બેકગ્રાઉન્ડની તસવીર (જેમાં પહાડી વિસ્તાર અને રોકેટ લોન્ચર કે તોપ જેવા હથિયારો દેખાય છે) પરથી સ્પષ્ટ થાય છે કે આ પુસ્તક અફઘાનિસ્તાનના ઇતિહાસ અને ત્યાં ચાલેલા જેહાદ પર આધારિત છે. પુસ્તકમાં ઉપર લખેલું છે - જેહાદ-એ-અફઘાનિસ્તાન કી અનકહી દાસ્તાન. લેખકનું નામ - મૌલાના મુફ્તી મુહમ્મદ રફી ઉસ્માની સાહબ. આ પુસ્તકમાં નીચે પ્રકાશકનું નામ છે. આ પુસ્તક કરાચી (પાકિસ્તાન) ના પ્રકાશન 'ઇદારતુલ મઆરિફ' દ્વારા પ્રકાશિત કરાયું છે. 2026માં 19 આતંકી પર સકંજો કસાયો (સોર્સ : સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ)
    Click here to Read More
    Previous Article
    સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ કરતા પ્રદર્શનકારીઓને પોલીસે દોડાવ્યા:લાકડીઓ લઈને પાછળ દો્ડયા, મહિલાઓની ટીંગાટોળી કરી; દિલ્હી જંતર-મંતરના અમદાવાદમાં પડઘા
    Next Article
    CJP Protest in Delhi Live News Updates: CJP to meet minister for talks as 12,000 head towards parliament

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment