Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપમાં મોડી રાત સુધી સેન્સ પ્રક્રિયા ચાલી:જિ.પંચાયતની 42 બેઠકો માટે ભાજપમાં 300 અને કોંગ્રેસમાં 200થી વધુ દાવેદારો

    3 days ago

    જિલ્લા પંચાયતની 42 બેઠકો માટે ભાજપ દ્વારા જીઆઇડીસી અને વિસનગર ખાતે શુક્રવારથી શરૂ થયેલી સેન્સ પ્રક્રિયા શનિવારે મોડી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ હતી. પક્ષના સૂત્રોના કહેવા મુજબ, એક બેઠક ઉપર સરેરાશ 7 કાર્યકરોએ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. તે પ્રમાણે 300થી વધુ દાવેદારોના ફોર્મ સેન્સ પ્રક્રિયામાં આવી ચૂક્યા છે. આ વખતે મોટાભાગની બેઠકોનો પ્રકાર બદલાઈ જતાં અધિકાંશ જૂના જોગીઓએ દાવેદારી કરવાનું ટાળ્યું છે. કેટલાક સદસ્યોએ બેઠકનો પ્રકાર બદલાતાં છેવટે તાલુકા પંચાયત પણ લડી લેવાના મૂડમાં જણાયા હતા. તો છેલ્લા પાંચ વર્ષથી બેઠકનો પ્રકાર બદલાશેની રાહ જોઈને બેઠેલા પૂર્વ સદસ્યોએ પણ દાવેદારી નોંધાવી છે. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરના કહેવા મુજબ, તમામ 10 તાલુકા અને જિલ્લા પંચાયતની 42 બેઠકો માટે શનિવાર સુધીમાં સેન્સ પ્રક્રિયા પૂરી કરી લીધી છે. જિલ્લા પંચાયતની દરેક બેઠક ઉપર 5 જેટલા દાવેદારોએ ટિકિટ માંગી હોવાથી 200થી વધુ ઉમેદવારો નોંધાયા છે અને ટૂંકમાં જિલ્લા પંચાયતની તમામ બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી દઇશું. જિલ્લા પંચાયતમાં આ સદસ્યોએ ટિકિટ માગી ભાજપમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે પાંચોટ બેઠક પરથી તેમજ સદસ્યો ભરત પટેલ ઉર્ફે દાઢી, લાડોલના હર્ષદ પટેલ, વિજાપુરના અર્પિતાબેન પટેલ અને ડાભલા બેઠકના સદસ્ય મુકેશ ચૌધરીએ તેમની પત્ની માટે, બાંધકામ સમિતિના ચેરમેન મયુર પટેલે તાલુકા પંચાયતમાં ટિકિટ માગી છે. જ્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના રાજીબેન હસમુખભાઈ ચૌધરીએ મનપામાં વોર્ડ નંબર 2માંથી ટિકિટ માગી છે. જ્યારે સતલાસણાથી ચૂંટાયેલા કુલદીપસિંહે પણ દાવેદારી નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    'કયા સુધી મોદીજીના નામે વોટ આપશો, પટેલ ઉમેદવારને સ્થાન આપો':MLA યોગેશ પટેલે કહ્યું-બહારથી કોઈ આવશે તો વિરોધ કરીશું, ‘મોદી તરફી, BJP વિરોધી’ના બેનર્સ લાગ્યા
    Next Article
    GT's Ashok Sharma Bowls 154.2 kmph: Listing Fastest Deliveries in IPL History

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment