Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ 41°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, પારો 42°એ પહોંચશે:આજે અમદાવાદ-વડોદરા અને અમરેલીનું તાપમાન 41°ને વટાવશે; ગુજરાત 'અગનભઠ્ઠી' બનવાના એંધાણ

    2 days ago

    રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે પણ કાળઝાળ ગરમી યથાવત્ રહી છે. સોમવારે સતત બીજા દિવસે રાજકોટ 41.1°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે. અન્ય મોટા શહેરોની વાત કરીએ તો, સોમવારે અમદાવાદમાં 40.2°C, ગાંધીનગરમાં 39.6°C, વડોદરામાં 39.6°C, સુરતમાં 37.5°C અને અમરેલીમાં 40.9°C મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થતા તેના પ્રભાવ હેઠળ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. આજે રાજકોટ 'અગનભઠ્ઠી' બનશે, પારો 42°C સુધી જશે હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે રાજકોટમાં સૌથી વધુ 42°C તાપમાન રહી શકે છે. આ ઉપરાંત અમરેલી, અમદાવાદ અને વડોદરામાં 41°C; ગાંધીનગર અને ડીસામાં 40°C; ભુજ અને સુરતમાં 39°C; ભાવનગરમાં 37°C; કંડલામાં 36°C; નલિયા અને દમણમાં 35°C; પોરબંદરમાં 34.4°C; જ્યારે દીવ, ઓખા અને વેરાવળમાં 33°C તાપમાન રહેવાની શક્યતા છે. દ્વારકામાં સૌથી નીચું 31°C તાપમાન નોંધાઈ શકે છે. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ રાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. યુપીનું પ્રયાગરાજ દેશમાં સૌથી ગરમ, પારો@44.4°C; મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ દેશના ઘણા ભાગોમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશા અને દિલ્હીમાં દિવસ દરમિયાન લૂનો પ્રકોપ ચાલુ છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓ 44°Cનો આંકડો પાર કરી ગયા છે. મહારાષ્ટ્રના ગોંદિયા અને છત્તીસગઢના બિલાસપુરમાં સોમવારે તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. ભીષણ ગરમીને કારણે બંને જિલ્લાઓમાં બપોરે 12:30થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવી રહ્યા છે, જેથી લોકો ચોકડીઓ પર તડકામાં ઊભા રહેવાથી બચી શકે. આ ઉપરાંત, આ રાજ્યોની સરકારે બપોરે 12થી 4 વાગ્યા સુધી તમામ આઉટડોર કામો રોકવાના નિર્દેશ આપ્યા છે. કન્સ્ટ્રક્શન વર્કર, સ્ટ્રીટ વેન્ડર અને ટ્રાફિક પોલીસ કર્મચારીઓના કામના કલાકો બદલીને સવારે 6થી 11 વાગ્યા સુધી અને સાંજે 4થી 8 વાગ્યા સુધી કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે મંગળવારે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ યુપી, ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભમાં રાત્રિ દરમિયાન પણ લૂનું એલર્ટ જાહેર કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    Year after Pahalgam, a daughter remembers her ‘braveheart’ father, his lesson on staying calm
    Next Article
    ગેસ્ટ હાઉસના બેડ પર 500-500ના બંડલનો ઢગલો કર્યો, VIDEO:બે યુવકને વિદેશ મોકલવાના બહાને દિલ્હી બોલાવ્યાં; મહેસાણામાં પિતાને પિસ્તોલ બતાવી કબૂતરબાજો 64 લાખ લૂંટી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment