Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમીથી આંશિક રાહત, તાપમાનમાં દોઢથી બે ડિગ્રીનો ઘટાડો:અમદાવાદ-રાજકોટ 41.7°C સાથે સૌથી ગરમ; આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની ચેતવણી

    5 hours ago

    લાંબા સમયથી આગ ઝરતી ગરમીનો સામનો કરતા ગુજરાતવાસીઓ માટે થોડી રાહત દેખાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં દોઢથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. 15 મેને શુક્રવારે નોંધાયેલા તાપમાન મુજબ, ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 42°Cએ પહોંચી ગયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ-રાજકોટમાં નોંધાઈ છે. અહીંનું મહત્તમ તાપમાન 41.7°C રહ્યું. છ શહેરોનું તાપમાન 40°Cને પાર રહ્યું છે. 24 કલાકની સ્થિતિ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગર (ભાવનગર અને મહુવા) તેમજ કચ્છના કંડલા પોર્ટ ખાતે છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના વડોદરા જિલ્લામાં, સૌરાષ્ટ્રના દ્વારકા (ઓખા) અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હીટવેવ પ્રવર્ત્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઊંચું રહ્યું હતું. આગામી 7 દિવસની હવામાન આગાહી (22 મે, 2026 સુધી) ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવામાન સંપૂર્ણપણે સુકું રહેવાની સંભાવના છે. આગામી 2 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમિક ઘટાડો થઈ શકે છે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40°Cથી વધુ રહેવાની સંભાવના છે. હીટવેવની ચેતવણી અમદાવાદ શહેરની સ્થિતી અને આગાહી આજે અમદાવાદમાં મુખ્યત્વે ચોખ્ખું આકાશ રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન અંદાજે 42°Cની આસપાસ રહેવાની શક્યતા છે. ગતરોજ સવારે 08.30 વાગ્યે ભેજનું પ્રમાણ 67% અને સાંજે 05.30 વાગ્યે 20% નોંધાયું હતું. તો મહત્તમ તાપમાન રાજ્યનું સૌથી ઊંચુ 41.7°C નોંધાયું હતું. 24 કલાકમાં તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. 24 કલાક બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ગગડશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન સક્રિય બન્યું છે, જેના કારણે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. જોકે ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આગામી 24 કલાક બાદ હજુ રાજ્યના તાપમાનમાં અંદાજે 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો હતો, તે પ્રમાણે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ઓરેન્જ અને યેલો એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હવે પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીથી આંશિક રીતે રાહત મળી છે. ચોમાસાની સ્થિતિ દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ચોમાસું આગામી 26 મે, 2026ની આસપાસ કેરળમાં બેસે તેવી સંભાવના છે (જેમાં +4 દિવસનો મોડેલ તફાવત હોઈ શકે છે). આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો બનેલા છે. ચોમાસું 26 મેના રોજ કેરળ પહોંચશે, નિર્ધારિત સમય કરતાં 5 દિવસ વહેલું, ગયા વર્ષે 8 દિવસ વહેલું પહોંચ્યું હતું હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું કે ચોમાસું કેરળમાં 26 મેના રોજ પહોંચી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે, પછી દેશના અન્ય ભાગોને આવરી લેવા માટે ઉત્તર તરફ આગળ વધે છે. ગયા વર્ષે ચોમાસું 24 મેના રોજ આવ્યું હતું. 2025માં સામાન્ય કરતાં 8% વધુ વરસાદ થયો હતો. 30 સપ્ટેમ્બર 2025ના રોજ હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સામાન્ય કરતાં 8 ટકા વધુ વરસાદ (937.2 મિમી) નોંધાયો હતો. IMD ચીફ મૃત્યુંજય મહાપાત્રાએ તેને ખૂબ જ સફળ સિઝન ગણાવી હતી. વાંચો સંપૂર્ણ અહેવાલ
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા પછી સરકારનો વધુ એક નિર્ણય:પેટ્રોલ પર નિકાસ ડ્યુટી એક લિટરે ₹3 વધારી, દેશમાં અછત રોકવા નિયમોમાં ફેરફાર
    Next Article
    હજારો પરિવારોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે:રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 348 કરોડના ખર્ચે 2679 નવા આવાસોનું નિર્માણ કરાશે, માત્ર રૂ. 7 અને 9 લાખ રહશે કિંમત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment