Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે ચૂંટણી માં ગરમીનો પારો હજુ વધશે:તાપમાનનો પારો 41.7 ડીગ્રી નોંધાતા શહેરીજનો ગરમીમાં અકળાયા, આભમાંથી અંગાર વરસ્યા

    9 hours ago

    હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીનો પારો ઊંચકાવનો છે ત્યારે આજરોજ ભાવનગરમાં ગરમીનો પારો 41.7 ડિગ્રીએ ઉપર પહોંચી જતાં શહેરમાં બપોરે આકરો તડકો અને રાત્રે બફારો અનુભવાઈ રહ્યો છે હાલનો પ્રખર તડકો બાફ અને ગરમી સહન કરવી લોકો માટે મુશ્કેલ બની રહી છે ત્યારે આવતીકાલે ચૂંટણી મતદાનમાં ગરમી નો પ્રભાવ કેટલો પડશે તેવું જોવું રહ્યું.... તાપમાનનો પારો 39.8 ડિગ્રી થી વધી ને સીધો 41.7 ડીગ્રી ને પાર પહોંચતા આકાશમાંથી અંગારા વરસી રહ્યા હોય તેવા અહેસાસ થયો હતો ખાસ કરીને બપોરના સમય રીતસર ચામડી દઝાડે તેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો ગરમીની સાથોસાથ પવનની ઝડપ પણ વધી ને 12 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેંકાઈ હતી, ચોમાસાના આગમન પૂર્વે ગરમીનું જોર સતત વધી રહ્યું છે ગઈકાલે દિવસ દરમિયાન આભમાંથી આંક્રોતાપ વરસતા છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 1.9 ડિગ્રી વધી ગયું હતું જેના કારણે માસ માં પ્રથમ વખત તાપમાનનો પારો 41.7 ડિગ્રી પહોંચ્યો હતો, ગતરાત્રિના સમયે બફારો અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, જયારે આજ સવારથી જ લઘુત્તમ તાપમાન 27.3 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 46 ટકા અને પવનની ઝડપ 10 કિલોમીટરની ઝડપે ગરમ લું ફેંકાઈ હતી, લૂ થી બચવા આ મુજબના પગલાં લેવા જોઈએ જેમાં દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું. તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ, છેલ્લા 5 દિવસ નો તાપમાનનો પારો તા.21 એપ્રિલ ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 37 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.22 એપ્રિલ ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 33 ટકા અને પવનની ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.23 એપ્રિલ ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26.1 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 59 ટકા અને પવનની ઝડપ 16 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.24 એપ્રિલ ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26.9 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 57 ટકા અને પવનની ઝડપ 22 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.25 એપ્રિલ ને શનિવારના રોજ મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27.3 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 46 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં જર્મનીના ઓનરરી કોન્સ્યુલ તરીકે અભય કમલ મંગળદાસની નિમણૂક:ભારત-જર્મની સંબંધોમાં નવો અધ્યાય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે
    Next Article
    AI To Run 50% Of UAE Government Services By 2028 In Global First

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment