Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પોલીસમાં 414 કર્મચારીની બદલી:પતિ-પત્ની સહિતની કૌટુંબિક રજુઆતોને ધ્યાને લઈ નિર્ણય, UPC-ULR, APC-ALR અને UHC-AHC કક્ષાના કર્મી સામેલ

    1 day ago

    ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા પોલીસ કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની મંજૂરી બાદ રાજ્યના વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કુલ 414 પોલીસ કર્મચારીની આંતરજિલ્લા બદલી કરવામાં આવી છે. આ બદલીમાં UPC-ULR, APC-ALR તેમજ UHC-AHC કક્ષાના કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોલીસ વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, UPC અને ULR કક્ષાના 226 કર્મચારીઓ, APC અને ALR કક્ષાના 129 કર્મચારીઓ તેમજ UHC અને AHC કક્ષાના 59 કર્મચારીની બદલી કરવામાં આવી છે. કર્મચારીઓની વ્યક્તિગત અને કૌટુંબિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓ તથા શહેરોમાં નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવી છે. પતિ-પત્નીની રજૂઆતોને પણ ધ્યાને લેવાઈ બદલી માટે પોલીસ કર્મચારીઓ તરફથી કરવામાં આવેલી રજૂઆતો, ખાસ કરીને પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય તેવા કિસ્સાઓ, તેમજ અન્ય કૌટુંબિક કારણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ઘણા કર્મચારીઓને હાલની ફરજની જગ્યાથી અન્ય શહેર અથવા જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં બદલી જાહેર થયેલી યાદીમાં અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, ભરૂચ, નવસારી, વલસાડ, જૂનાગઢ સહિતના વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલીનો સમાવેશ થાય છે. કેટલાક કર્મચારીઓને શહેરમાંથી અન્ય જિલ્લામાં, જ્યારે કેટલાકને ગ્રામ્ય પોલીસ એકમમાંથી શહેરમાં નવી ફરજ સોંપવામાં આવી છે. બદલી બાદ તાત્કાલિક હાજર થવાની સૂચના પોલીસ વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે બદલી પામેલા કર્મચારીઓએ નવી જગ્યાએ નિયત સમયમર્યાદામાં હાજર થવાનું રહેશે. બદલી બાદ નવી જગ્યાએ ફરજ સંભાળ્યા પછી જ તેઓને જૂની જગ્યાએ પરત બદલી માટે તાત્કાલિક રજૂઆત કરવાની મંજૂરી નહીં મળે. વિભાગીય તપાસ કે ગંભીર ગુનાની તપાસ જેવી બાબતો ચાલુ હોય તેવા કર્મચારીઓ અંગે પણ બદલીના આદેશમાં જરૂરી શરતો રાખવામાં આવી છે. સંબંધિત કર્મચારીઓએ નિયમાનુસાર આગળની કાર્યવાહી કરવાની રહેશે. આ નિર્ણયથી લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા પોલીસ કર્મચારીઓને રાહત મળવાની સાથે કૌટુંબિક પરિસ્થિતિને કારણે કરવામાં આવેલી રજૂઆતોનો પણ નિકાલ થયો છે. UPC-ULR કક્ષાના 226 કર્મીની બદલીનું લિસ્ટ APC-ALR કક્ષાના 129 કર્મીની બદલીનું લિસ્ટ UHC-AHC કક્ષાના 59 કર્મીની બદલીનું લિસ્ટ
    Click here to Read More
    Previous Article
    क्योंकि सास भी कभी बहू थी एक्ट्रेस ने दिशा वकानी को दी थी 'दयाबेन' बनने की सलाह, कहा- 'लंदन जाना छोड़ो, तारक मेहता करो...'
    Next Article
    Awarapan 2 vs Batwara 1947 Box Office Collection Day 7: Emraan Hashmi Film Three Times Ahead Of Sunny Deol's Partition Drama

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment