Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદના પૂર્વ અધિક કલેકટર કેતકી વ્યાસના રેગ્યુલર જામીન નામંજૂર:4133 પાનાની ચાર્જશીટ રજૂ થયા બાદ પણ કોર્ટે રાહત ન આપી, અગાઉ સેશન્સ-હાઇકોર્ટે આગોતરા જામીન નકાર્યા હતા

    17 hours ago

    આણંદના તત્કાલિન નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ વિરુદ્ધ એસીબી દ્વારા નોંધાયેલા રૂ.3.68 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે ચાર્જશીટ રજૂ થયા બાદની નિયમિત જામીન અરજી પણ નામંજૂર કરી છે. એસીબી દ્વારા કોર્ટમાં 4133 પાનાનું ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ આરોપીએ જેલમુક્ત થવા કરેલી કાનૂની કવાયત નિષ્ફળ રહી છે. કોર્ટે ગુનાની ગંભીરતા અને દસ્તાવેજી પુરાવા ધ્યાને રાખી આરોપીને જામીન પર મુક્ત કરવાનો ઇનકાર કર્યો છે. તપાસમાં આવક વધુ હોવાનું સામે આવ્યું હતું ACB દ્વારા સરકારી અધિકારીઓ સામે શરૂ કરાયેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ગત 22 જૂન, 2026એ ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન કેતકી વ્યાસે સત્તાનો દુરુપયોગ કરી પોતાના તથા સગા-સ્નેહીઓના નામે રૂ.3.68 કરોડની સ્થાવર-જંગમ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું સામે આવ્યું હતું, જે તેમની કાયદેસરની આવક કરતાં 71.23% વધુ હતી. જામીન ના મંજૂર થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ગુનો દાખલ થયા બાદ નાસતા ફરતા કેતકી વ્યાસની આગોતરા જામીન અરજી સિટી સેશન્સ કોર્ટે 7 જુલાઈએ અને ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટે 4 ઓગસ્ટે ફગાવી દીધી હતી. જે બાદ ACBએ 12 ઓગસ્ટે ધરપકડ કરી હતી. તપાસ અધિકારીએ 3 ઓક્ટોબરે સિટી સેશન્સ કોર્ટ ખાતે 4133 પાનાનું ડિફોલ્ટ બેઇલ ચાર્જશીટ રજૂ કર્યું હતું. ચાર્જશીટ ફાઇલ થયા બાદ કેતકી વ્યાસે ફરીથી રેગ્યુલર જામીન માટે સિટી સેશન્સ કોર્ટમાં દાદ માગી હતી. જે અરજી કોર્ટે 26 ઓક્ટોબરે નામંજૂર કરતાં તેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં બે આરોપી ઝડપાયા, બેના મોત:9 વર્ષથી ફરાર આરોપી વડોદરાથી પકડાયો; ચોરીનો આરોપી ગોધરાથી ઝડપાયો, 20 વર્ષીય યુવતી ગુમ
    Next Article
    IPL 2027 Retention Deadline Extended, Report Claims New Date

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment