Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 4.11 લાખના 22 ગુમ મોબાઈલ માલિકોને પરત મળ્યા:પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે CEIR પોર્ટલની મદદથી શોધી કાઢ્યા

    2 days ago

    જામનગર શહેરની સીટી ‘સી’ ડિવિઝન પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ. 4,11,071ની કિંમતના 22 ગુમ મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા. પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે CEIR પોર્ટલ અને ટેકનિકલ મદદથી આ મોબાઈલ શોધી કાઢ્યા. રાજકોટ રેન્જના DIG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ. સીટી ‘સી’ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડ અને પીએસઆઈ આર.એલ. કંડૌરીયાના નેતૃત્વમાં પ્રયાસો કરાયા. પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણપાલસિંહ જાડેજાએ છેલ્લા બે મહિનામાં આ મોબાઈલ શોધ્યા. શોધાયેલા મોબાઈલમાં વનપ્લસ, વિવો, ઓપો, રિયલમી, સેમસંગ જેવી કંપનીઓના સ્માર્ટફોન છે. આ ફોન જામનગર શહેર, ગ્રામ્ય અને આસપાસના જિલ્લાઓમાંથી મળ્યા હતા. લાંબા સમયથી ગુમ થયેલા ફોન પરત મળતા નાગરિકોએ ખુશી વ્યક્ત કરી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદના નિકોલ સાર્થક હેબિટેટમાં નવરાત્રિની ઉજવણી, રહીશોએ પરંપરાગત વસ્ત્રો પહેરી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી
    Next Article
    Rahul Gandhi Hosts High Tea For INDIA Bloc Day After Street Protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment