Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપા ચૂંટણીમાં ચાર દિવસમાં 411 ફોર્મ ઉપડ્યા:આજે ચોથા દિવસે 115 પૈકી એકલા ભાજપે જ 83 ફોર્મ ઉપાડ્યા

    1 day ago

    ગાંધીનગર મનપાની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કોર્પોરેશનના 11 વોર્ડની કૂલ 44 બેઠકો માટે છેલ્લા ચાર દિવસથી ઉમેદવારી ફોર્મ વિતરણ અને ભરાવાની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં તમામ પક્ષો અને અપક્ષો મળીને કૂલ 411 ફોર્મ ઉપડી ચૂક્યા છે. જોકે શરૂઆતના ત્રણ દિવસ સુધી ધીમી ગતિએ ફોર્મ મેળવનાર શાસક પક્ષ ભાજપે આજે ચોથા દિવસે અચાનક આક્રમક વલણ અપનાવીને સૌથી વધુ 83 ફોર્મ ઉપાડી ચૂંટણીનો માહોલ ગરમ કરી દીધો છે. પહેલાં દિવસે 296 ફોર્મનું વિતરણ થયું હતું પ્રથમ ત્રણ દિવસની સ્થિતિ પર નજર કરીએ તો કુલ 296 ફોર્મનું વિતરણ થયું હતું, જેમાં કોંગ્રેસ 88 ફોર્મ સાથે આગળ રહી હતી. ત્યારબાદ અપક્ષ અને અન્ય પક્ષોના 81, ભાજપના 67 અને આપના 60 ફોર્મ લેવાયા હતા. પરંતુ આજે ચોથા દિવસે 24 સપ્ટેમ્બરે સ્થિતિ પલટાઈ છે. આજના એક જ દિવસમાં કુલ 115 ફોર્મનું વિતરણ થયું હતું, જેમાં એકલા ભાજપે જ 83 ફોર્મ ઉપાડીને મોટો ઉછાળો નોંધાવ્યો છે. વોર્ડ 7 અને 11માં સૌથી વધુ ગરમાયો જ્યારે કોંગ્રેસે 20, આમ આદમી પાર્ટીએ 5, બહુજન સમાજ પાર્ટીએ 1 અને અપક્ષોએ 6 ફોર્મ મેળવ્યા છે. આજે ગુરુવારે વોર્ડવાર આંકડાઓ અનુસાર, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 11માં ચૂંટણીનો માહોલ સૌથી વધુ ગરમાયો છે. વોર્ડ નંબર 7 માં ભાજપ દ્વારા સૌથી વધુ 18 ફોર્મ લેવાયા છે અને ત્યાં કૂલ વિતરણ પણ 18 ફોર્મનું જ થયું છે. વોર્ડ નંબર 11 માં ભાજપના 7, કોંગ્રેસના 4, આપના 4 અને અપક્ષના 1 મળીને કૂલ 16 ફોર્મ ઉપડ્યા છે. બહુપાંખિયો જંગ ખેલાય તેવી શક્યતાઓ આ ઉપરાંત વોર્ડ નંબર 8માં 15 અને વોર્ડ નંબર 6માં 14 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. બીજી તરફ વોર્ડ નંબર 3માં સૌથી ઓછા માત્ર 2 ફોર્મ ઉપડ્યા છે. રસપ્રદ વાત એ છે કે, છેલ્લા ચાર દિવસમાં 400થી વધુ ફોર્મ ઉપડી ગયા હોવા છતાં 23 સપ્ટેમ્બર સુધીમાં માત્ર એક જ ફોર્મ ભરાઈને પરત આવ્યું છે. તમામ પક્ષોમાં ટિકિટ મેળવવા માટે દાવેદારો વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. હાલની સ્થિતિ જોતાં તમામ 11 વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષો વચ્ચે બહુપાંખિયો જંગ ખેલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આગામી દિવસમાં ફોર્મ ભરાવાની અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ અંતિમ ચૂંટણી ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    કાનાલુસમાં દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર:9 લીટર દેશી દારૂ કબજે, 1800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ચાર અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત:સીટીએમ બ્રિજ પર ઘરેથી પુસ્તક લેવા નીકળેલી વિદ્યાર્થીનીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment