Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં પાકિસ્તાનને 41 રનથી હરાવ્યું:નાથન એલિસે 4 વિકેટ ઝડપી, શાદાબ ખાનની 71 રનની ઇનિંગ એળે ગઇ

    7 hours ago

    લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 41 રનથી હરાવ્યું. આ સાથે જ સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ. નાથન એલિસે 33 રન આપીને 4 વિકેટ લીધી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 231 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 44 ઓવરમાં 190 રન પર ઓલઆઉટ થઈ ગઈ. શાદાબ ખાને 104 બોલમાં 71 રન બનાવ્યા, પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહીં. જોશ ઇંગ્લિસ અને કેમરન ગ્રીનની ફિફ્ટી 51 રન પર 3 વિકેટ પડ્યા બાદ જોશ ઇંગ્લિસ (51 રન) અને કેમરન ગ્રીન (50 રન) એ બેટિંગ કરી. બંનેએ ચોથી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી. આ પછી મેટ રેનશોએ 43 અને ઓલિવર પીકે 32 બોલમાં 31 રન બનાવીને ટીમને 231 રન સુધી પહોંચાડી. વિકેટકીપર ગાઝી ગોરીને 7 ઓવર માટે ડ્રેસિંગ રૂમમાં જવું પડ્યું લાહોરની ભીષણ ગરમીની અસર ખેલાડીઓ પર જોવા મળી. વિકેટકીપર ગાઝી ગોરી ગરમી અને ભેજને કારણે 7 ઓવર માટે મેદાનની બહાર ચાલ્યા ગયા. તેમની જગ્યાએ રોહેલ નઝીરે વિકેટકીપિંગ કરી. પાછા ફર્યા પછી પણ ગોરી સંઘર્ષ કરતા જોવા મળ્યા અને ઘણી બોલ બાયના રૂપમાં બાઉન્ડ્રી પાર ગયા. 58 રન પર પાકિસ્તાનની 5 વિકેટ પડી ગઈ હતી 232 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી. નાથન એલિસ અને મેટ કુહનેમેને પ્રથમ બે ઓવરમાં બંને ઓપનરોને આઉટ કર્યા. ઓસ્ટ્રેલિયાએ 12 ઓવરની અંદર 58 રન પર પાકિસ્તાનની 5 વિકેટ પાડી. બાબર આઝમ અને માઝ સદાકત ફ્લોપ રહ્યા. શાદાબ ખાન અને અરાફાત મિન્હાસ વચ્ચે 59 રનની ભાગીદારી એક સમયે પાકિસ્તાનની હાર નિશ્ચિત લાગી રહી હતી, પરંતુ શાદાબ ખાન અને અરાફાત મિન્હાસે છઠ્ઠી વિકેટ માટે 59 રન જોડ્યા. હારીસ રઉફ સાથે 21 રનની ભાગીદારીમાં તમામ રન શાદાબે બનાવ્યા. જોકે, બીજા છેડેથી વિકેટો પડતી રહી. નાથન એલિસે રઉફને બોલ્ડ કરીને પાકિસ્તાનની છેલ્લી આશા સમાપ્ત કરી દીધી. શાદાબ ખાન 71 રન બનાવીને તનવીર સંઘાની બોલ પર સ્ટમ્પ આઉટ થયા. હવે 5 જૂને લાહોરમાં રમાશે ફાઇનલ મેચ ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ પાકિસ્તાને જીતી હતી, જ્યારે બીજી મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી. શ્રેણી 1-1 થી બરાબર છે. હવે ત્રીજી અને નિર્ણાયક મેચ શુક્રવાર, 5 જૂને લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.
    Click here to Read More
    Previous Article
    Delhi Malviya Nagar Fire: दिल्ली अग्निकांड वाले होटल में बने थे 6 की जागे 25 कमरे! Delhi Hotel Fire
    Next Article
    સેન્સેક્સ 303 પોઈન્ટ ઘટીને 74,346 પર બંધ:નિફ્ટી 77 પોઈન્ટ નીચે 23,405 પર આવ્યો, આઈટી શેરોમાં સૌથી વધુ વેચવાલી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment