Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાની કપમાં જમ્મુ-કાશ્મીરને 41 રનની લીડ:નાસિર અને ડોગરાની ફિફ્ટીથી 278 રન બન્યા; રેસ્ટ ઑફ ઈન્ડિયા બીજી ઇનિંગમાં-24/1

    8 hours ago

    જમ્મુ-કાશ્મીરે ઈરાની કપના બીજા દિવસે રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે પ્રથમ ઈનિંગ્સમાં 41 રનની લીડ મેળવી લીધી. રેસ્ટ ઓફ ઈન્ડિયાના 237 રનના જવાબમાં જમ્મુ-કાશ્મીરની ટીમ 278 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી રેસ્ટ ઓફ ઈન્ડિયાએ બીજી ઈનિંગ્સમાં 24/1 રન બનાવી લીધા હતા. ડોગરા-સમદે 97 રનની ભાગીદારી કરી 166/8 બાદ નીચલા ક્રમના બેટર્સે સંભાળ્યું જમ્મુ-કાશ્મીરની ટીમ એક સમયે 37/4 અને લંચ બાદ 166/8ના સ્કોર પર પહોંચી ગઈ હતી. અહીં કેપ્ટન પારસ ડોગરા અને નીચલા ક્રમના બેટર લોન નાસિર મુઝફ્ફરે ઈનિંગ્સ સંભાળી હતી. બંનેએ 9મી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી. ડોગરાએ 143 બોલમાં 75 રન બનાવ્યા. નાસિરે 10મા ક્રમે ઉતરીને 58 બોલમાં 64 રનની ઝડપી ઈનિંગ્સ રમી. નાસિરે 48 બોલમાં ફિફ્ટી પૂરી કરી અને મુકેશ કુમારની એક ઓવરમાં સતત 4, 6, 6 ફટકાર્યા. ડોગરા આઉટ થયા બાદ નાસિરે સુનીલ કુમાર સાથે છેલ્લી વિકેટ માટે 48 રન જોડ્યા અને ટીમને રેસ્ટ ઓફ ઈન્ડિયા કરતાં આગળ પહોંચાડી. નાસિરને આકાશ દીપે 64 રનના સ્કોર પર LBW આઉટ કર્યો. નાસિરને છેલ્લી ઘડીએ ટીમમાં સ્થાન મળ્યું હતું નાસિર પોતાને સીમ-બોલિંગ ઓલરાઉન્ડર માને છે. તેમને 2020માં BCCIના અંડર-23 કેમ્પ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કોવિડના કારણે કેમ્પ રદ થઈ ગયો. તેઓ છેલ્લા 5 વર્ષથી IPL ટ્રાયલમાં ભાગ લેતા રહ્યા છે અને સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે 3 સીઝન સુધી નેટ બોલર પણ રહી ચૂક્યા છે. આકીબ નબી ભારત માટે રમી રહ્યા છે અને યૂધવીર સિંહ ઈજાગ્રસ્ત હોવાને કારણે ઉપલબ્ધ નહોતા. આવી સ્થિતિમાં નાસિરને છેલ્લી ઘડીએ પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યા. તેમની પાસે પોતાનો જર્સી નંબર પણ નહોતો. મુકેશ ચૌધરીએ 5 વિકેટ ઝડપી રેસ્ટ ઑફ ઇન્ડિયાના ઝડપી બોલર મુકેશ ચૌધરીએ 78 રન આપીને 5 વિકેટ ઝડપી. આકાશ દીપે 43 રન આપીને 3 વિકેટ ઝડપી. બીજી ઇનિંગ્સમાં રેસ્ટ ઑફ ઇન્ડિયાએ સાવચેતીપૂર્વક શરૂઆત કરી. શિખર મોહન 1 રન બનાવીને આઉટ થયા. તેમણે પ્રથમ ઇનિંગ્સમાં 60 રન બનાવ્યા હતા. ત્યારબાદ સુદીપ ઘરામી અને સનત સાંગવાને બાકીનો દિવસ સંભાળીને બેટિંગ કરી. ઈરાની કપ શું છે? ઈરાની કપ 5 દિવસ રમાતી ફર્સ્ટ ક્લાસ મેચ છે. તે વર્તમાન રણજી ટ્રોફી ચેમ્પિયન અને 'રેસ્ટ ઑફ ઈન્ડિયા' ટીમ વચ્ચે રમાય છે. રેસ્ટ ઑફ ઈન્ડિયા ટીમમાં દેશના ટોચના ખેલાડીઓ સામેલ હોય છે. ટેસ્ટ મેચની જેમ જ બંને ટીમોને 2-2 ઇનિંગ્સ મળે છે. મેચ ડ્રો થાય ત્યારે પ્રથમ ઇનિંગ્સમાં લીડ મેળવનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    Watch: Vinicius Jr And Brazil Train At Salt Lake Stadium, World Cup-Like Buzz Takes Over Kolkata
    Next Article
    રિલાયન્સ આંધ્ર પ્રદેશમાં ₹1 લાખ કરોડનું રોકાણ કરશે:અનંત અંબાણીએ કહ્યું- કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ નોકરીઓ મળશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment