Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી હાઈવે પર ડમ્પર અડફેટે મહિલાનું મોત:41 વર્ષીય મૈત્રીબેનનું નિધન, 16 વર્ષની દીકરીએ માતા ગુમાવી

    1 day ago

    નવસારી જિલ્લામાં આમડપોર હાઈવે પાસે આજે બપોરે એક ડમ્પરની અડફેટે બાઇક સવાર મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં 41 વર્ષીય મૈત્રીબેન દેસાઈનું નિધન થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૈત્રીબેન દેસાઈ નવસારીથી પોતાના સંબંધીને મળવા કોડમાડા ગામ જઈ રહ્યા હતા. બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ આમડપોર હાઈવે પરથી પસાર થતી વખતે એક ઝડપી ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. ડમ્પરના પાછળના ટાયર નીચે આવી જવાથી મૈત્રીબેનને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતક મૈત્રીબેનના પતિનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેઓ તેમની 16 વર્ષીય દીકરી અને સસરા સાથે રહેતા હતા અને પરિવારની જવાબદારી સંભાળતા હતા. માતાના નિધનથી દીકરીએ પિતા બાદ માતાની છત્રછાયા પણ ગુમાવી છે. અકસ્માતની જાણ થતાં જ અનાવીલ સમાજના અગ્રણીઓ અને આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે મૃતદેહને સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં અને જરૂરી કાર્યવાહીમાં સહયોગ આપ્યો હતો. સ્થાનિક લોકોમાં આ અકસ્માતને લઈને રોષ જોવા મળી રહ્યો છે. નવસારી શહેર અને હાઈવે પર ડમ્પર ચાલકો કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરીને બેફામ ગતિએ વાહનો હંકારી રહ્યા હોવાનો આક્ષેપ છે. લોકોએ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી આ ઘટના અંગે નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની અટકાયત કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલી રાજદૂત અને UN અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી:યૌન હિંસા સંબંધિત રિપોર્ટમાં ઇઝરાયલનું નામ આવતા નારાજ હતા, વેનેસાએ કહ્યું- રિપોર્ટ પુરાવાઓ પર આધારિત
    Next Article
    હિંગળાજનગરના 70 ઝુંપડા હટાવવા પર રોક:અમીનમાર્ગ પર મનપાની TP શાખાએ દબાણ દૂર કરવા નોટિસ આપી, મેયરે કહ્યું- ચોમાસાને લીધે હાલ ડિમોલિશન નહીં થાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment