Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્વાલિયર- ટ્રકે 41 શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા, 15નાં મોત:26 ઘાયલ; બધા મંદિરની લાઇનમાં ઊભા હતા, ટ્રક કચડતો કચડતો દીવાલ સાથે અથડાયો, સીએસપીને હટાવાયા, 8 પોલીસકર્મી સસ્પેન્ડ

    15 hours ago

    ગ્વાલિયરમાં શનિવારે મોડી રાત્રે પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે શીતળા માતા મંદિરમાં દર્શન કરવા માટે લાઇનમાં ઊભેલા શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 15 લોકોનાં મોત થયા છે, જ્યારે બે પોલીસકર્મીઓ સહિત 26 લોકો ઘાયલ થયા છે. ટ્રકે શ્રદ્ધાળુઓ અને દુકાનોને કચડતાં મંદિરના ગેટ સાથે અથડાયો. ટક્કરના કારણે દિવાલ ધરાશાયી થઈ ગઈ, જેના કાટમાળમાં ઘણા લોકો દટાઈ ગયા. પોલીસે ટ્રક માલિક મોહિત સિંહ અને ડ્રાઈવર દિલબાગ સિંહની ધરપકડ કરી છે. ઘાયલોને જયારોગ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ પરિજનો પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવીને હોબાળો કર્યો. પોલીસે ટ્રક ડ્રાઇવર અને ટ્રક માલિકની ધરપકડ કરી છે. ડ્રાઇવરે પોલીસને જણાવ્યું કે ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હતી. સરકારે સીએસપીને હટાવી દીધા અને 8 અધિકારીઓ-પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા. કલેક્ટર રુચિકા ચૌહાણના જણાવ્યા અનુસાર, અકસ્માત રાત્રે લગભગ 2 વાગ્યે ચીનૌર રોડ પર થયો હતો. સ્થાનિક રહેવાસી સૌરભ પરિહારે જણાવ્યું કે ટ્રક ઢાળ પર લપસતો નીચે આવ્યો હતો. ડ્રાઈવર કાબૂ રાખી શક્યો નહીં અને ટ્રક ભીડમાં ઘૂસી ગયો. દિવાલ ધરાશાયી થતાં 50થી 60 લોકો દટાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ કાટમાળ હટાવી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. ટ્રકનું ટાયર કાઢીને જેકની મદદથી તેને હટાવવામાં આવ્યો. ટ્રક હટાવવામાં 2થી 3 કલાક લાગ્યા. અકસ્માત બાદ મંદિરની આસપાસ ચીસાચીસ મચી ગઈ. લોકો પોતાના પરિજનોને શોધતા રહ્યા. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા અને મૃતકોના મૃતદેહોને જયારોગ્ય હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અહીં પોસ્ટમોર્ટમ રૂમની બહાર પરિજનો પોલીસે અને વહીવટીતંત્ર સામે નારાજગી વ્યક્ત કરી. તેમણે સવાલ ઉઠાવ્યો કે જે રસ્તા પર સાયકલ પણ જઈ શકતી નથી, ત્યાં ટ્રક કેવી રીતે પહોંચ્યો. પરિજનો મુખ્યમંત્રીને ઘટનાસ્થળે બોલાવવાની માંગ પર મક્કમ રહ્યા. ઘાયલોને મળવા પહોંચેલા નાયબ મુખ્યમંત્રી રાકેશ શુક્લાએ જણાવ્યું કે અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી ઘટનાની દેખરેખ રાખી રહ્યા છે અને આર્થિક સહાય અંગે પણ તેમની સાથે ચર્ચા થઈ છે. અહીં બની દુર્ઘટના…
    Click here to Read More
    Previous Article
    Ashutosh Ranka-Saurav Das की जमानत पर क्या बोलीं Ratna Singh? | Abhijeet Dipke Tiranga March CJP
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નવરાત્રિના સાતમા દિવસે બાળકોએ વિવિધ વેશભૂષા રજૂ કરી, નવા નરોડાની લક્ષ્મીવિલા ગ્રીન્સમાં ગરબા સાથે યોજાયો કાર્યક્રમ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment