Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રોલમાં પોલીસની મોટી કાર્યવાહી:4058 બોટલો પર રોડ રોલર ફેરવી 10.67 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

    19 hours ago

    જામનગર જિલ્લાના ધ્રોલમાં પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધ્રોલ અને જોડિયા પોલીસ મથકમાં નોંધાયેલા વિવિધ પ્રોહિબિશનના ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલી વિદેશી દારૂની કુલ 4,058 બોટલોનો કાયદેસરની પ્રક્રિયા અનુસરીને જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂના જથ્થાની અંદાજિત કિંમત રૂ. 10,67,210 હતી. ધ્રોલના SDMના સીધા માર્ગદર્શન હેઠળ દારૂની બોટલો પર રોડ રોલર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યવાહી દારૂના જથ્થાનો નાશ કરવાની આ કાર્યવાહી દરમિયાન જામનગર ગ્રામ્યના DySP પિયુષ વાંદા, ધ્રોલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ખાચર, જોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. સોઢા તેમજ નશાબંધી વિભાગના અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પંચોની રૂબરૂમાં સમગ્ર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કાર્યવાહી અંગેની કાયદેસરની નોંધ પણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    શુક્રવારનું રાશિફળ:મેષ રાશિના જાતકો માટે લાંબી મુસાફરીનો યોગ, મીન રાશિના લોકોની શરૂઆત ખુશખબર સાથે થશે
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નારણપુરાના એકતા ફેસ્ટિવલમાં વડીલ મહિલાઓના ગરબે ઘુમી, ઓર્કેસ્ટ્રાના સંગીત પર ખેલૈયાઓ ઝૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment