Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે અફઘાનિસ્તાનને 403 રનનો ટાર્ગેટ આપ્યો:ટીમ ઈન્ડિયાએ આઠમી વખત 400+ રન બનાવ્યા; કેપ્ટન ગિલ અને ઈશાનની સેન્ચુરી

    5 days ago

    ભારતે બીજી વન-ડે મેચમાં અફઘાનિસ્તાનને 403 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં અફઘાનિસ્તાનનો સ્કોર 5 ઓવરમાં 32/0 છે. ટીમ તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહીમ ઝદરાન ક્રિઝ પર છે. અગાઉ, લખનઉના એકાના સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.5 ઓવરમાં 402 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન શુભમન ગિલે 154 રન બનાવ્યા, જ્યારે ઈશાન કિશને 125 રનની ઇનિંગ રમી હતી. ભારતની શરૂઆત સારી રહી ન હતી અને યશસ્વી જયસ્વાલ માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ રોહિત શર્મા અને શુભમન ગિલે બીજી વિકેટ માટે 87 રન જોડીને ઇનિંગ્સને સંભાળી હતી. રોહિત 48 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ગિલ અને ઈશાને ત્રીજી વિકેટ માટે 224 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. શુભમન ગિલે 16 મહિના પછી વન-ડે ક્રિકેટમાં સદી ફટકારી છે. આ પહેલા તેણે ફેબ્રુઆરી 2025માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. અફઘાનિસ્તાન તરફથી નાંગેલિયા ખરોટેએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે રાશિદ ખાનને 3 વિકેટ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. અફઘાનિસ્તાન (AFG): રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દરવીશ રસૂલી, રાશીદ ખાન, નાંગેલિયા ખરોતી, એએમ ગઝનફર, મોહમ્મદ સલીમ સફી અને બિલાલ સામી.
    Click here to Read More
    Previous Article
    IND vs AFG LIVE Score, 2nd ODI: Afghanistan off to cautious start in 403-run chase
    Next Article
    ટ્રાઈ સિરીઝ: ઈન્ડિયા-A ફાઈનલમાં પહોંચ્યું:AFG-Aને 101 રને હરાવ્યું; ભારતના ત્રણ બેટર્સની ફિફ્ટી, વૈભવ સતત ચોથી મેચમાં ફ્લોપ; નિશાંતે 4 વિકેટ ઝડપી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment