Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શરદ પૂર્ણિમાએ રાસ-ગરબાની રમઝટ:મનપા આયોજિત ગરબા મહોત્સવમાં 4000 લોકો દૂધ-પૌવાની જ્યાફત માણશે, કાર્યક્રમ માટે કુલ ₹ 7.25 લાખનું ટેન્ડર જાહેર

    1 day ago

    રાજકોટ મનપા દ્વારા આગામી શરદ પૂર્ણિમા પર્વ નિમિત્તે 25 ઓક્ટોબરે રેસકોર્સ સ્થિત કવિ રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે એક ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં શહેરની સુપ્રસિદ્ધ ગરબા સંસ્થા કંકણ ગ્રુપ, અમરેલીના જેસિંગપરા રાસમંડળ અને કારડિયા રાજપૂત સમાજના ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવશે. જેમાં આવનારા લોકોને પણ દૂધપૌવાની જ્યાફતનો લાભ મળશે. આ કાર્યક્રમમાં અંદાજે 4,000 કરતા વધુ લોકો ઉમટી પડે તેવી ધારણા રાખવામાં આવી છે. મનપા દ્વારા કાર્યક્રમ માટે ₹ 7.25 લાખનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. 100 કલાકારોને ₹ 1,51,000 આપવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ મેદાનમાં યોજાનાર આ મહોત્સવ માટે કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન રિઝર્વ રાખવા આદેશ કરી દેવાયો છે. કાર્યક્રમમાં ભાગ લેનાર કંકણ સંસ્થાના 100 કલાકારોને ₹ 1,51,000, જેસિંગપરા રાસ મંડળ અમરેલીના 25 કલાકારોને ₹ 60,000 તથા રાજકોટ કારડિયા રાજપૂત સમાજ રાસ મંડળના 25 કલાકારોને ₹ 25,000 રોકડ પુરસ્કાર, શિલ્ડ અને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. લોકો ગરબા મહોત્સવને મનભરીને માણી શકે તે માટે બેઠક વ્યવસ્થા સહિતના સુંદર આયોજનો કરવામાં આવનાર છે. ગરબા મહોત્સવમાં લોકોને દૂધપૌવાનો પ્રસાદ અપાશે ગરબા મહોત્સવનાં કાર્યક્રમમાં અંદાજે 4000 વ્યક્તિઓ ઉમટી પડે તેવી સંભાવના છે, આ તમામ માટે દૂધપૌવાનો પ્રસાદ આપવામાં આવશે. બહારગામથી આવતી ટીમ માટે 25 વ્યક્તિઓની ભોજન વ્યવસ્થા અને પાણી, ચા-કોફીની વ્યવસ્થા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હાજર રહેનાર તમામ વ્યક્તિઓને દૂધપૌવાનો પ્રસાદ અપાશે. આ માટે શોર્ટ ટર્મ/સરક્યુલર ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. અને લાઈટ, સાઉન્ડ, મંડપ, બેનર્સ, ફોટોગ્રાફી, આમંત્રણ પત્રિકાઓ વગેરે માટે આર.સી. (રેઈટ કોન્ટ્રાક્ટ) મુજબનો ખર્ચ કરવાનાં આદેશ આપી દેવાયા છે. જોકે દૂધપૌવા જેવી આઇટમ માટે મનપામાં આર.સી. અમલી નથી, આથી તેના માટે શોર્ટ ટર્મ સરક્યુલર ટેન્ડર પ્રક્રિયાથી ભાવ મંગાવવામાં આવ્યા છે. તે મુજબ ખર્ચ કરવા તથા હાલમાં રાજકોટ મહાપાલિકા એલ.ઈ.ડી. સ્ક્રીન (ચોરસ ફૂટ) માટેના અમલી આર.સી.ના ભાવ વધુ હોય, એલ.ઈ.ડી. સ્ક્રીન (ચોરસ ફૂટ)ના કામે શોર્ટ ટર્મ/સરક્યુલર ટેન્ડર પ્રક્રિયા દ્વારા ભાવ મંગાવવામાં આવ્યા છે. આ બે ભાવમાંથી જે ભાવ ઓછા હોય તે ભાવથી એલઈડી સ્ક્રીનની કામગીરી કરવા તેમજ આનુષંગિક કામો માટે થનાર જરૂરી ખર્ચ મંજૂર કરવા કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા તરફથી પ્રદિપ ડવના ટેકાથી દરખાસ્ત કરવામાં આવી છે. મનપા દ્વારા બહાર પાડવામાં આવેલ ટેન્ડરની વિગતો એન્કર : 3,500 એલઇડી સેટ : અંદાજીત 600 સ્કેવરફૂટ લાઇવ વિડિયોગ્રાફી મિક્ષર ઓપરેટર તેમજ અન્ય જરૂરી સાધન સામગ્રી સાથે અપસેટ ભાવ ₹ 1,20,000 મુખ્ય સ્ટેજ પર ગરબા રજવાડી થીમ વાળો સેટ : અપસેટ ભાવ ₹ 25,000 કલાકારોને પુરસ્કાર, એકોમોડેશન ભોજન: ટ્રાવેલિંગ તથા અન્ય તમામ ખર્ચ સહિત અપસેટ ભાવ ₹ 2,50,000 શિલ્ડ ત્રણ નંગ : અપસેટ ભાવ ₹ 6,500 ડ્રોન અંદાજીત ત્રણ કલાક વિડિયોગ્રાફી ફોટોગ્રાફી અપસેટ ભાવ ₹ 20,000 કાર્યક્રમમાં હાજર અંદાજીત ચાર હજાર વ્યક્તિઓ માટે દૂધ પૌઆ સર્વિંગ સાથે અંદાજે 200 એમએલ : અપસેટ ભાવ ₹ 2,00,000 લિસ્ટમાં સામેલ ન હોય તેવી સુચવ્યા મુજબની જરૂરિયાત મુજબ કામગીરી (બજારભાવ એસઓઆર અથવા MRP મુજબ : અપસેટ ભાવ ₹ 1,00,000 કુલ અંદાજીત ખર્ચ : ₹ 7,25,000 ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે દૂધની વસ્તુઓ બગડી જવાની શક્યતા વધુ રહેતી હોય છે. હાલમાં ભારે ગરમી પડી રહી હોવાથી આ શક્યતામાં વધારો થાય છે. છતાં મનપા દ્વારા કાર્યક્રમમાં હાજર તમામ લોકોને 200 ML દૂધપૌવાનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ પ્રસાદ આરોગ્યા બાદ કોઈને ફૂડ પોઇઝનિંગ થાય તો જવાબદારી કોની રહેશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. જોકે હાલ તો મનપા દ્વારા આવી શક્યતાઓને ધ્યાનમાં રાખ્યા વિના ગરબા મહોત્સવ માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના માર્ગ પર ઓઈલ ઢોળાતા વાહનચાલકો પટકાયા:આઇકોનિક માર્ગ પર અનેકને નાની-મોટી ઈજાઓ થઈ, લોકોમાં ચિંતા
    Next Article
    Gujarat Breaking News | 4 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર |Top News Of The Day | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment