Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં હેરિટેજ ગરબા મહોત્સવ: 4000 ખેલૈયા માટે સુરક્ષા વ્યવસ્થા:QR કોડ ટિકિટ, 150 સ્પ્રિંકલર્સ ગોઠવાયા; ટિકિટ ₹250 થી ₹300; રાત્રે 11:59 સુધી લાઉડસ્પીકરની મંજૂરી

    4 days ago

    પાટણ ઊંઝા રોડ ઉપર આવેલ ખોડાભા હોલ ખાતે હેરિટેજ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 4000 ખેલૈયાઓ અને 4000 દર્શકો બેસી શકે તેવી વિશાળ વ્યવસ્થા ઊભી કરાઈ છે. ફાયર સેફ્ટી માટે ગ્રાઉન્ડમાં 150 સ્પ્રિંકલર્સ લગાવવામાં આવ્યા છે તેમજ ટિકિટ ડુપ્લિકેશન રોકવા માટે QR કોડ આધારિત સ્કેનિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ખોડાભા હોલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હેરિટેજ ગરબા મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આયોજક ચિરાગ પટેલે વિગતો આપતા જણાવ્યું કે ગ્રાઉન્ડમાં પ્રવેશ માટે મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ પ્રવેશ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય. ગરબા ગ્રાઉન્ડ એટલું વિશાળ છે કે તેમાં એકસાથે આશરે 4000 ખેલૈયાઓ ગરબા રમી શકશે. આ ઉપરાંત ફૂડ સ્ટોલ તરફના અન્ય ગ્રાઉન્ડમાં 4000 લોકો આરામથી બેસીને LED સ્ક્રીન પર ગરબા નિહાળી શકે તે પ્રકારની બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ફાયર સેફ્ટી સંદર્ભે ખાસ તકેદારી રાખતાં સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવી છે અને ગ્રાઉન્ડમાં 150 ફુવારા એટલે કે સ્પ્રિંકલર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ અણબનાવ સમયે તાત્કાલિક નિયંત્રણ મેળવી શકાય. ખેલૈયાઓની સુરક્ષા અને સલામતી માટે ગત વર્ષની સરખામણીએ લેડીઝ અને જેન્ટ્સ બાઉન્સર્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ગરબા મહોત્સવ માટે ટિકિટના દરોમાં પ્રથમ 4 દિવસ માટે ₹250 અને પાંચમા દિવસથી ₹300 નક્કી કરવામાં આવ્યા છે, જે પૈકી મોટાભાગની ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે. અગાઉના વર્ષે થયેલી નકલી ટિકિટોની સમસ્યાને ધ્યાને રાખીને આ વખતે તમામ ટિકિટો પર QR કોડ રાખવામાં આવ્યા છે. ગેટ પર QR કોડ સ્કેન કર્યા બાદ જ પ્રવેશ અપાશે, જેથી બિનજરૂરી ભીડ અને ડુપ્લિકેટિંગ રોકી શકાય. તંત્ર દ્વારા મળેલી સૂચનાઓ અંગે માહિતી આપતાં જણાવાયું કે ગરબા સ્થળે અનધિકૃત વિડિયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. સમય મર્યાદા બાબતે તંત્ર દ્વારા રાત્રે 11:59 વાગ્યા સુધીની મંજૂરી આપવામાં આવી છે, ત્યારબાદ માત્ર મંડળી દ્વારા ગરબાનું સંચાલન ચાલુ રાખી શકાશે.
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ સિટી મેટ્રો ટ્રાયલ દરમિયાન ટેક્નિકલ ખામીસર્જાઈ:અચાનક ટ્રેન ઠપ થતાં પંદર મિનિટ દોડધામ;તંત્ર દ્વારા બસ સુવિધા કરી મુસાફરો ખસેડાયા
    Next Article
    Noida International Airport Renamed | નરેન્દ્ર મોદીના નામથી ઓળખાશે જેવર એરપોર્ટ | PM Modi | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment