Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેદારનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલન, 4000 યાત્રીઓ ફસાયા:યુપીમાં 65 કલાકથી વાવાઝોડું-વરસાદ, 29નાં મોત; બિહારમાં પૂરને કારણે 500 ઘર ડૂબ્યાં, કોસી-ગંડક નદી બે કાંઠે

    8 hours ago

    ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલન થયું છે. તેના કારણે આશરે 4 હજાર શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા છે. પહાડ પરથી સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે, જેના કારણે માર્ગ ખોલવામાં મુશ્કેલી આવી રહી છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને આજે કેદારનાથ યાત્રા પર રોક લગાવી દેવામાં આવી છે અને હેલી સેવાઓ પણ બંધ છે. દેહરાદૂન, ટિહરી, હરિદ્વાર અને પૌડીમાં રેડ એલર્ટ, ઉત્તરકાશી, ચમોલી, નૈનીતાલ અને રુદ્રપ્રયાગમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે બાગેશ્વર, અલ્મોડા, ચંપાવત, ઉધમ સિંહ નગર અને પિથોરાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના લખનઉ, કાનપુર, ઉન્નાવ, બારાબંકી, અયોધ્યા અને જૌનપુર સહિત 45 શહેરોમાં 65 કલાકથી વરસાદ પડી રહ્યો છે. 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 22 જિલ્લાઓમાં અચાનક પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. વાવાઝોડા અને વરસાદને કારણે 2 દિવસમાં 29 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ખેડૂતોના સેંકડો વીઘા પાક બરબાદ થઈ ગયા છે. હજારો વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડીને પડી ગયા છે. બિહારમાં ચક્રવાત અર્નબની અસર હવે નબળી પડી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 72 કલાકથી સતત વરસાદ થઈ રહ્યો છે. નેપાળના તરાઈ વિસ્તારમાં થઈ રહેલા વરસાદને કારણે ગંડક અને કોસી નદીઓમાં પૂર આવ્યું છે. તેના કારણે 17 જિલ્લાઓનાં લગભગ 6 હજાર ગામો ટાપુ બની ગયા છે, જ્યારે લગભગ 500 ઘરો પૂરનાં પાણીથી ઘેરાઈ ગયાં છે. સુપૌલનાં 50 ગામોમાં પૂરની સ્થિતિ યથાવત્ છે. સેટેલાઇટ નકશામાં વાદળોની હાલની સ્થિતિ જુઓ દેશભરના હવામાનની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે ઈરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો:કહ્યું- ઈરાન ખરાબ રીતે હારી રહ્યું છે...તેથી જ હોર્મુઝ ખોલવા માગે છે; ઈરાને કહ્યું- વાતચીતથી જ ઉકેલ આવશે
    Next Article
    ચાર વર્ષમાં 111 સાંસદો-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો:તેમાંથી 26% ભાજપમાં ગયા, ADR રિપોર્ટમાં ખુલાસો; નાગાલેન્ડ અને બંગાળમાં સૌથી વધુ કેસ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment