Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઉદીમાં ફ્લાઈટો રદ થતાં કચ્છના 400 ઉમરાહ યાત્રીઓની મુશ્કેલી વધી:ટિકિટ ₹50 હજારને પાર, હોટલ છોડવાની નોબત આવતા ચિંતા વધી

    21 hours ago

    ઉમરાહની પવિત્ર યાત્રા માટે સાઉદી અરેબિયા ગયેલા કચ્છના અંદાજે 300થી 400 યાત્રિકો વિમાની સેવાઓ ખોરવાતાં મુશ્કેલીમાં મુકાયા છે. જેદ્દાહ અને રિયાધમાં રોકાયેલા યાત્રિકોની વતન વાપસીની યોજના ફ્લાઈટો રદ થવાને કારણે અટકી પડી છે. છેલ્લા 15 દિવસમાં કચ્છમાંથી છથી આઠ ટૂર ઉમરાહ માટે રવાના થઈ હતી. તેમાંથી બે ટૂરના 100થી વધુ યાત્રિકોની પરત ફરવાની મુસાફરી પ્રભાવિત થઈ હોવાનું જાણવા મળ્યું છે. અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે યાત્રિકો અને તેમના પરિવારજનોમાં ચિંતા જોવા મળી રહી છે. સાઉદી અરેબિયામાં સુરક્ષાની સ્થિતિને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે વિમાની સેવાઓ રદ થવાના અહેવાલો સામે આવ્યા છે. પરિણામે ભારત પરત ફરવા તૈયાર બેઠેલા યાત્રાળુઓને હવે નવી વ્યવસ્થાની રાહ જોવી પડી રહી છે. સામાન્ય દિવસોમાં અંદાજે 12થી 17 હજાર રૂપિયામાં મળતી હવાઈ ટિકિટના ભાવ વધીને 50 હજાર રૂપિયા સુધી પહોંચી ગયા હોવાનો દાવો ટૂર સંચાલકોએ કર્યો છે. આટલી ઊંચી કિંમતે પણ ટિકિટ સરળતાથી ઉપલબ્ધ થતી નથી. યાત્રિકોનું કહેવું છે કે નવી ટિકિટ ખરીદવી આર્થિક રીતે શક્ય નથી, તેથી ફ્લાઈટ શરૂ થાય ત્યારે જૂની ટિકિટના આધારે જ તેમને ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. હોટલનું અગાઉનું બુકિંગ પૂર્ણ થતાં યાત્રિકોને અન્ય હોટલોમાં કામચલાઉ વ્યવસ્થા કરવી પડી છે. હાલમાં રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ લાંબા સમય સુધી આ ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બનશે. માંડવીના અલ રેહાન ટૂરના હાજી મોઈનભાઈ જતે જણાવ્યું કે મક્કા અને મદીનામાં સ્થિતિ સામાન્ય છે, પરંતુ પરત ફરવાની ફ્લાઈટ રદ થતાં યાત્રિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ટૂર સંચાલકો હાલ રહેવા-જમવાની જવાબદારી નિભાવી રહ્યા છે, જોકે પેકેજ પૂર્ણ થયા બાદ વધારાનો ખર્ચ મોટો પ્રશ્ન બનશે. હવે યાત્રિકોની નજર ફ્લાઈટ સેવા ફરી શરૂ થવા અને સરકાર તરફથી રાહતરૂપ વ્યવસ્થા થવા પર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    કતલખાને લઈ જવાતા 8 પશુ બચાવ્યા:બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા અને ટીમે ટ્રકનો પીછો કરી પકડ્યો
    Next Article
    India's Billionaire Family Offices Are Betting Big On Homegrown AI Startups

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment