Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી:400નાં મોત, 250 ઘાયલ; PAKએ નશા મુક્તિ કેન્દ્ર પર બોમ્બ ફેંક્યા હોવાનો તાલિબાનનો આરોપ

    17 hours ago

    પાકિસ્તાને સોમવારે રાત્રે ફરી એકવાર અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી છે. સ્થાનિક મીડિયા અનુસાર, પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ રાજધાની કાબુલના ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા, જેમાં એક હોસ્પિટલ પણ સામેલ છે. આમાં 400 લોકોનાં મોત થયા છે, જ્યારે 250થી વધુ ઘાયલ થયા છે. રિપોર્ટ્સ અનુસાર, દારુલઅમાન, અરજાન કીમત, ખૈરખાના અને કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસના ઘણા સ્થળોએ ધમાકા અને ગોળીબારના અવાજો સંભળાયા હતા. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ કાબુલમાં એક નશા મુક્તિ હોસ્પિટલ પર બોમ્બ ફેંક્યા. તાલિબાને આ હુમલાની સખત નિંદા કરતા તેને માનવતા વિરુદ્ધનો અપરાધ ગણાવ્યો છે અને કહ્યું કે પાકિસ્તાને અફઘાનિસ્તાનના એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી નથી. પાકિસ્તાની હુમલા સાથે જોડાયેલી 4 તસવીરો… હુમલાથી 2000 બેડવાળી હોસ્પિટલને ભારે નુકસાન અફઘાનિસ્તાન સરકારના ડેપ્યુટી પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે આ હુમલો સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ 9 વાગ્યે થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હોસ્પિટલ 2000 બેડની છે. તેને ભારે નુકસાન થયું છે. મીડિયાની ટીમો જ્યારે ત્યાં પહોંચી ત્યારે હોસ્પિટલના કેટલાક ભાગોમાં ત્યારે પણ આગ લાગી હતી. લગભગ 30થી વધુ મૃતદેહો સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવી રહ્યા હતા. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે ત્યાં ઘણા દર્દીઓ હતા, તેથી મૃતકો અને ઘાયલોની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. અફઘાન ક્રિકેટર રાશિદ ખાને UNથી તપાસની માગ કરી અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાને પાકિસ્તાની હુમલાઓની સખત નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે કાબુલમાં તાજેતરમાં થયેલા હવાઈ હુમલાઓથી લોકો દુઃખી છે. આ હુમલાઓમાં ઘણા સામાન્ય લોકોના જીવ ગયા. કેટલાક હુમલા ઘરો, શાળાઓ અને હોસ્પિટલોની આસપાસ પણ થયા. સામાન્ય લોકોના વિસ્તારો પર હુમલો કરવો આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર યુદ્ધ અપરાધ માનવામાં આવે છે, ભલે તે જાણી જોઈને કરવામાં આવ્યો હોય કે ભૂલથી. ખાસ કરીને રમઝાનના પવિત્ર મહિના દરમિયાન આવી ઘટનાથી લોકોમાં વધુ દુઃખ અને ગુસ્સો છે. લોકોએ સંયુક્ત રાષ્ટ્ર (UN) અને માનવાધિકાર સંગઠનો પાસે માંગ કરી છે કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર હોય તેને સજા કરવામાં આવે. PAKએ રવિવારે રાત્રે પણ અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા પાકિસ્તાને રવિવારે રાતભર કંધાર પ્રાંતમાં એર સ્ટ્રાઈક કરીને આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને આ કાર્યવાહી ઓપરેશન ‘ગજબ-લિલ-હક’ હેઠળ કરી. તેના જવાબમાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનના સૈન્ય કેમ્પ પર હુમલો કર્યો. પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારના મતે, હુમલામાં તે ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા જેનો ઉપયોગ પાકિસ્તાની તાલિબાન (TTP) જેવા સંગઠનો સરહદ પાર હુમલાઓની તૈયારી માટે કરતા હતા. પાકિસ્તાને એવો પણ આરોપ લગાવ્યો છે કે શુક્રવારે રાત્રે અફઘાનિસ્તાન તરફથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેનો કાટમાળ પડવાથી ક્વેટામાં બે બાળકો સહિત કેટલાક નાગરિકો ઘાયલ થયા હતા. પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સંઘર્ષની શરૂઆત 22 ફેબ્રુઆરીએ થઈ હતી. પાકિસ્તાને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં એરસ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનના ઉપ ગૃહમંત્રી તલાલ ચૌધરીએ દાવો કર્યો હતો કે સરહદી વિસ્તારોમાં TTPના ઠેકાણાઓ પર કાર્યવાહીમાં ઓછામાં ઓછા 70 સૈનિકોઓ માર્યા ગયા. બાદમાં પાકિસ્તાની અખબાર ડોને આ સંખ્યા 80 સુધી પહોંચવાનો દાવો કર્યો હતો. તેના જવાબમાં અફઘાનિસ્તાને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાન પર હુમલો કર્યો. અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાનને 'યોગ્ય સમયે સણસણતો જવાબ' આપવામાં આવશે. મંત્રાલયે આ હુમલાઓને દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પર દબાણ કરતું રહ્યું છે કે તે પોતાની જમીનનો ઉપયોગ કોઈ પણ આતંકવાદી સંગઠનને ન કરવા દે. ઇસ્લામાબાદનો આરોપ છે કે TTP અફઘાનિસ્તાનથી કાર્યરત છે, જ્યારે તાલિબાન સરકાર આ આરોપોનો સતત ઇનકાર કરતી રહી છે. 1 લાખ લોકો ઘર છોડવા મજબૂર થયા છેલ્લા કેટલાક અઠવાડિયામાં અફઘાન અને પાકિસ્તાની સુરક્ષા દળો વચ્ચે સરહદ પર ઘણી વખત અથડામણો થઈ છે. સંયુક્ત રાષ્ટ્રના અફઘાનિસ્તાન મિશન (UNAMA) અનુસાર, 26 ફેબ્રુઆરીથી 5 માર્ચની વચ્ચે પાકિસ્તાનની સૈન્ય કાર્યવાહીમાં 56 નાગરિકો માર્યા ગયા છે. જેમાં 24 બાળકો પણ સામેલ છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી અનુસાર, આ હુમલાઓના કારણે લગભગ 1.15 લાખ લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવા મજબૂર થયા છે. પાકિસ્તાન અને TTP વચ્ચે લડાઈ કેમ? 2001માં અમેરિકાના અફઘાનિસ્તાન પર હુમલા પછી પાકિસ્તાને અમેરિકાનો સાથ આપ્યો. આનાથી TTP નારાજ થઈ ગયું, તે તેને ઇસ્લામ વિરુદ્ધ માનતું હતું. TTP માને છે કે પાકિસ્તાન સરકાર સાચા ઇસ્લામને માનતી નથી, તેથી તે તેની વિરુદ્ધ હુમલો કરે છે. TTP નો અફઘાન તાલિબાન સાથે ગાઢ સંબંધ છે. બંને જૂથો એકબીજાને સમર્થન આપે છે. 2021 માં અફઘાન તાલિબાન સત્તામાં આવ્યા પછી, પાકિસ્તાને TTP ને નિશાન બનાવીને અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા.
    Click here to Read More
    Previous Article
    US assets are under Iran attack, but here’s why NATO doesn’t have to answer Trump’s call
    Next Article
    ભારતે હોર્મુઝ પાસે બે યુદ્ધ જહાજો તૈનાત કર્યા હોવાનો દાવો:ઓઇલ-ગેસ ભરેલા ભારતીય જહાજોને સુરક્ષા આપશે; આજે પહેલું LPG જહાજ ગુજરાત પહોંચ્યું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment