Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંગલેશ્વરમાં હવે વહીવટી તંત્રનું બુલડોઝર ફરશે:રાજકોટમાં 400 કરોડની સરકારી જમીન પરથી 1358 દબાણ દૂર કરાશે, તંત્રની નોટિસ સામે મિલકતધારકોની અપીલ રદ

    1 week ago

    રાજકોટના જંગલેશ્વરમાં 400 કરોડની સરકારી જમીન પર ખડકાયેલી 1358 મિલકતધારકોને વહીવટી તંત્ર દ્વારા કલમ 202ની ડિમોલિશનની નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જોકે, આ મામલે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરાઈ હતી અને આ મામલે 2 ફેબ્રુઆરીએ હાઈકોર્ટ દ્વારા 3 માસનો સ્ટે આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગુજરાત રાજ્ય ટ્રિબ્યુનલ કોર્ટમાં જવા માટેના દ્વાર ખૂલ્યા હતા. જે બાદ 720 લોકો ગુજરાત સરકાર, રાજકોટ જિલ્લા કલેક્ટર અને અહીંના પૂર્વ વિસ્તારના મામલતદાર સામે કોર્ટ સમક્ષ અપીલમાં ગયા હતા. જોકે, 25 માર્ચના ગુજરાત મહેસૂલ પંચ દ્વારા સ્થાનિકોની અપીલ રદ કરતો ચૂકાદો આપવામાં આવ્યો છે. અરજદારોને 7 દિવસમાં ખુલ્લી કરવાનો હુકમ કર્યો હતો રાજકોટ જિલ્લાના રાજકોટ શહેર (પૂર્વ) તાલુકા ગૃપ-4 માં આવેલી સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નં.256 પૈકીમાં TP સ્કીમ-6 (રાજકોટ) પ્લોટ નં.159માં આ કામના અરજદારો દ્વારા જંગલેશ્વરમાં 1358 મિલકતધારકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. જે તપાસ કરતા બીનઅધિકૃત બાંઘકામ હોવાથી લેન્ડ રેવન્યુ કોડની કલમ-61 અન્વયે કાર્યવાહી કરવા નક્કી થયું હતું. જેથી મામલતદાર અને એક્ઝ્યુક્યુટીવ મેજિ., રાજકોટ શહેર (પૂર્વ)એ કાર્યવાહી કરી તા.23 માર્ચ 2026 ના રોજ જમીન મહેસૂલ કાયદાની કલમ-202 મુજબ પગલા લેવા અને દબાણવાળી જગ્યા અરજદારોને હુકમ મળ્યાથી 7 દિવસમાં ખુલ્લી કરવાનો હુકમ કર્યો હતો. અરજદારોએ મહેસૂલ પંચ સમક્ષ અપીલ દાખલ કરી હતી જે બાદ અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ એપ્લિકેશન નં.1315/2026 દાખલ કરી હતી, જેમાં ગુજરાત હાઇકોર્ટે અરજદારોને મહેસૂલ પંચ સમક્ષ કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો અને 90 દિવસમાં નિર્ણય લેવા હુકમ કરવામાં આવ્યો હતો. જેથી અરજદારોએ આ અપીલ મહેસૂલ પંચ સમક્ષ દાખલ કરી હતી. જોકે સરકારી જમીન ઉપર દબાણ હોવાથી અપીલ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી તેવો ચુકાદો આપવામાં આવ્યો હતો. આજી નદીના કાંઠે 1181 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આજી નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે. અંદાજિત રૂ.1181 કરોડ કરતા વધુના ખર્ચે આકાર પામનારો આ પ્રોજેક્ટની કામગીરી 11 કિલોમીટર વિસ્તારમાં વિકસાવવા જાહેરાત કરવામાં આવી રહી છે. વર્ષ 2022માં એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ એટલે કે પર્યાવરણની મંજૂરી મળ્યા બાદ હવે પ્રોજેક્ટનું કામ આગળ વધારવા જાહેરાત સતત 15 વર્ષથી બજેટમાં કરવામાં આવી રહી છે. 1358 દબાણો દૂર કરવા દબાણકારોને નોટિસ પાઠવી હતી હવે એક કદમ આગળ વધી તંત્રએ રાજકોટવાસીઓને રિવરફ્રન્ટ આપવા માટે કાર્યવાહી શરૂ કરી હોય તેમ આ વિસ્તારમા સરકારી જગ્યા પરના 1358 થી વધુ દબાણો દૂર કરવા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી. 400 કરોડની કિંમતની આ જમીન પર દબાણ કરનારાઓનું વહીવટી તંત્ર દ્વારા હીયરીંગ કરવામાં આવ્યું હતું. જોકે નોટિસના કારણે અહીં 50 વર્ષથી વધુ સમયથી વસવાટ કરતા 18,000 જેટલા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને તેથી જ વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની નોટિસ રાજકીય ઈશારે થઈ રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જમીનની કિંમત અંદાજે ₹400 કરોડ રાજકોટ શહેર પૂર્વ મામલતદાર નિલેશ અજમેરાએ અગાઉ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ અને પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ જંગલેશ્વર અને આસપાસના વિસ્તારના સર્વે નંબર 256 ટીપી સ્કીમ નંબર 6 ના ફાઇનલ પ્લોટ નંબર 133, 136, 137 અને 159ની કુલ જમીન 1,05,800 ચો.મી. થાય છે. જ્યાં રહેતા 1358 આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ લેન્ડ રેવન્યુ કલમ 61 હેઠળ આપવામાં આવેલી હતી. આ જમીનની કિંમત અંદાજે ₹400 કરોડ જેટલી થાય છે. નોંધનીય છે કે, આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ વર્ષ 2011થી કાર્યરત છે. જેમાં સૌથી મહત્વનું અને પ્રથમ પગલું એનવાયરમેન્ટ ક્લિયરન્સ મેળવવાનું કામ 17 ફેબ્રુઆરી 2022 ના રોજ થયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે જરૂરી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટ માટે સ્ટેટ એક્સપર્ટ અપ્રાઇસલ સમિતિ (SEAC) સમક્ષ તા. 20 ઓગસ્ટ 2021થી સર્ટીફિકેટ મળવા માટે સબમિટ કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાને કમિટી દ્વારા જરૂરી સુધારા વધારા કરવા જણાવ્યું હતું. જે અન્વયે એજન્સી દ્વારા પૂર્તતા કરી કમિટીમાં રજુ કરાયું હતું. આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડ અમદાવાદની તા.5 માર્ચ 2014 થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જેની ત્રણ ફેઇઝમાં કામગીરી કરવામા આવી રહી છે. જેમાં પ્રથમ ફિઝિબિલિટી સ્ટડી, બીજું રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાંથી લેવાની થતી મંજૂરી અને ત્રીજું ફાઈનલ માસ્ટર પ્લાન કમ્પોનન્ટની ડિટેઈલ ડિઝાઈન તથા ટેન્ડરની કામગીરી. જે પૈકી ફિઝિબિલિટી સ્ટડીની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે અને એન્વાયરમેન્ટલ કલિયરન્સ (EC)ની મંજુરી પણ મળી ગઈ છે. હવે પછી આજી નદીમાં રિવરફ્રન્ટ અન્વયેના વિશેષ કામો હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટથી નદીમાં ઠલવાતો ગાર્બેજ બંધ થશે અને નદી શુદ્ધ થશે. હાલમાં નદીની પહોળાઈ 80 થી 150 મીટરની છે જેને અંદાજીત 70 મીટરની કરી આજુ બાજુના કાંઠા વાળા ભાગોમા ગાર્ડન, રસ્તા, વોક-વે, ફૂડ કોર્ટ, હોકર્સ ઝોનની કામગીરી કરવામાં આવશે. હાલ આ નદીનો દૂધસાગર બ્રીજથી ઇન્દિરા બ્રીજ સુધીનો ભાગ ડેવલોપ કરવામાં આવનાર છે. આજી નદી કાંઠે કયા કયા વિસ્તારોમાં નોટિસ અપાઈ હતી? જંગલેશ્વર શેરી નંબર 1 થી 58, નાડોદનગર, રાધા કૃષ્ણ, હુસેની ચોક, બાપુનગર, તવક્કલ ચોક, જમજમ ચોક, નૂરાની ચોક, કનૈયા ચોક, એકતા કોલોની, અંકુર સોસાયટી, ન્યૂ સાગર, પટેલ સોસાયટી અને ઠક્કરબાપા વાસ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવા માટે નોટિસો આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    છાત્રોને એક્સપર્ટ સાથે સીધી વાત કરવાની તક મળશે:ચૂંટણી પંચે ત્રણ નવા પ્રોજેક્ટ લોન્ચ કર્યા, દિલ્હીની ઈન્ટરનેશનલ કોન્ફરન્સ-રિસર્ચમાં વિદ્યાર્થી જોડાશે
    Next Article
    NTAની કડક સૂચના:વિદ્યાર્થીઓ એક મિનિટ પણ મોડા પડ્યા તો JEEમાં એન્ટ્રી નહીં મળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment