Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    400 કરોડ ફ્રોડના માસ્ટરમાઈન્ડનો ખાસ સાગરીત વડોદરાથી દબોચાયો:ધો.12 પાસ સોમપુરીએ ટ્રેડિંગના નામે સુરતી વેપારીના 56 લાખ ખંખેર્યા, દુબઈ-બેંગકોકની 18 વખત ટ્રીપનો ખુલાસો

    6 days ago

    સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે વડોદરાથી સોમપુરી કિશનપુરી ગોસ્વામી નામના શખ્સની ધરપકડ કરી છે. આ આરોપીએ ફરિયાદીને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી દર મહિને 5થી 6 ટકા પ્રોફિટ મેળવવાની લાલચ આપી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ BOTALPHA.ME નામની વેબસાઇટ પર એકાઉન્ટ બનાવી ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે કુલ 56,92,480 રૂપિયા પડાવી લીધા હતાં. આ ગુનાની તપાસમાં દુબઈ બેઠેલા કુખ્યાત ઠગ લવિશ ચૌધરીનું નામ ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. 12 પાસ સોમપુરીનું દુબઈ કનેક્શન અને માસ્ટરમાઈન્ડ લવિશ ચૌધરી પકડાયેલ આરોપી સોમપુરી ગોસ્વામી માત્ર ધોરણ 12 પાસ છે, પરંતુ તેના સંપર્ક સીધા દુબઈમાં બેઠેલા લવિશ ચૌધરી સાથે છે. લવિશ ચૌધરી એ જ વ્યક્તિ છે જેના પર અગાઉ ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને 400 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા હતાં. સોમપુરી રાજસ્થાનમાં એક કબડ્ડી ટૂર્નામેન્ટ દરમિયાન લવિશના સંપર્કમાં આવ્યો હતો. ત્યારપછી તે લવિશના ઈશારે ભારતમાં નેટવર્ક ચલાવી ફોરેક્સ અને ક્રિપ્ટો ટ્રેડિંગના નામે લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. TLC કોઈન અને 10 ટકા કમિશનની લાલચની મોડસ ઓપરેન્ડી ડીસીપી બિશાખા જૈન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આરોપી સોમપુરી રોકાણકારોને માત્ર નફાની જ નહીં, પણ વધારાના ગિફ્ટ તરીકે 'TLC Coin' આપવાની લાલચ આપતો હતો. તેણે ફરિયાદીને વિશ્વાસ અપાવ્યો હતો કે આ કોઈનના 2 ટકા દર મહિને રોકડમાં ઉપાડી શકાશે. આ આખી સિસ્ટમમાં સોમપુરીને રોકાણકારોના નફા પર 10 ટકા જેટલું તગડું કમિશન મળતું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, સોમપુરીને દર મહિને અંદાજે 1,50,000 રૂપિયા જેટલું કમિશન આ ઠગાઈના નેટવર્કમાંથી મળતું હતું, જે તેને લવિશ ચૌધરીના માધ્યમથી પ્રાપ્ત થતું હતું. બેંક ખાતાઓમાં 10 કરોડથી વધુના ફ્રોડના વ્યવહારો સાયબર સેલની તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ફરિયાદીએ જે ત્રણ બેંક ખાતાઓમાં (AXIS, SBI, IDFC) પૈસા ટ્રાન્સફર કર્યા હતા, તે ખાતાઓની NCCRP પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું કે આ ખાતાઓ સામે દેશના વિવિધ રાજ્યોમાં કુલ 50 ફરિયાદીઓએ ફરિયાદ નોંધાવી છે. આ ખાતાઓમાં કુલ 10,02,76,635 રૂપિયાના ફ્રોડના વ્યવહારો મળી આવ્યા છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે આ ગેંગે માત્ર સુરત જ નહીં પણ આખા દેશમાં રોકાણકારોને નિશાન બનાવ્યા છે. કોવિડમાં ધંધો ઠપ થતા ગુનાખોરીના રસ્તે ચડ્યો સોમપુરી આરોપી સોમપુરી અગાઉ રેસ્ટોરન્ટ ચલાવતો હતો, પરંતુ કોવિડના સમયમાં તેનો વ્યવસાય ઠપ થઈ ગયો હતો. આર્થિક સંકડામણના કારણે તે રાજસ્થાનના દીપક ગોસ્વામી નામના શખ્સના સંપર્કમાં આવ્યો હતો. દીપક ગોસ્વામીએ જ સોમપુરીની મુલાકાત લવિશ ચૌધરી સાથે કરાવી હતી. 2023થી સોમપુરી આ ઠગાઈના નેટવર્કમાં સક્રિય થયો હતો અને ટૂંકા સમયમાં વિદેશ પ્રવાસો કરી લવિશનો ખાસ વિશ્વાસુ બની ગયો હતો. હાલ પોલીસ નાસતા ફરતા આરોપી દીપક ગોસ્વામીની પણ શોધખોળ કરી રહી છે. રોકાણકારોને લાલચ આપી વિદેશ પ્રવાસ કરાવતી ગેંગ લવિશ ચૌધરીની ગેંગની કાર્યપદ્ધતિ અત્યંત વ્યવસ્થિત હતી. તેઓ ભારતના મધ્યમ વર્ગના લોકોને નિશાન બનાવી તેમને દુબઈ કે થાઈલેન્ડના પ્રવાસે લઈ જતા હતા. ત્યાં વૈભવી હોટલોમાં રોકાણ કરાવી મોટી ઇવેન્ટ્સ દ્વારા એવું ચિત્ર ઉભું કરવામાં આવતું હતું કે તેમની કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ છે. લોકો આ ઝાકઝમાળ જોઈને પોતાની જિંદગીની મૂડી રોકી દેતા હતા. સુરતના કિસ્સામાં પણ ફરિયાદીને આવી જ રીતે વિશ્વાસમાં લઈને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતાં. સુરત પોલીસની અન્ય આરોપીઓને પકડવા માટે કવાયત સાયબર ક્રાઈમના અધિકારીઓએ જણાવ્યું કે, સોમપુરીની ધરપકડ બાદ હવે ટેકનિકલ સર્વેલન્સના આધારે અન્ય આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. દીપક ગોસ્વામી અને લવિશ ચૌધરીના અન્ય ભારતીય સાગરીતો જેઓ બેંક એકાઉન્ટ પૂરા પાડતા હતા અથવા કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા, તેમની યાદી તૈયાર કરવામાં આવી છે. વડોદરાના બિલ ગામમાં રહેતા સોમપુરી પાસેથી પોલીસને કેટલાક મહત્વના ડિજિટલ પુરાવા પણ મળ્યા છે જે તપાસમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ પણ વાંચો ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડમાં 2050 કરોડનાં ટ્રાન્ઝેક્શન સુરતમાં વાહન ચેકિંગથી શરૂ થયેલી એક સામાન્ય તપાસે ગુજરાતના અત્યારસુધીના સૌથી મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ઉધના પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના આ નેક્સસનો ખુલાસો કર્યો છે, જેમાં 2050 કરોડથી વધુનાં ટ્રાન્ઝેક્શન થયાં છે. આ રેકેટમાં કુલ 164 કરંટ બેંક ખાતાંનો ઉપયોગ થયો હતો, જેમાંથી 119 ખાતાં માત્ર RBL બેંકનાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે અત્યારસુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે, જ્યારે એક મહિલા સહિત બે લોકો સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી છે. આ કેસમાં હાલ તો સુરતથી મુંબઈ સુધી બેંક અધિકારીઓની પૂછપરછ શરૂ થઈ ગઈ છે.​ (વાંચો સંપૂર્ણ સમાચાર) ટેલિગ્રામથી થતો ઈન્ટરનેશનલ લેવલનો સાયબર ફ્રોડ 10 મહિના પહેલાં એક એવું નામ ‘ડેવિડ’ જે અમુક લોકો માટે માત્ર એક ટેલિગ્રામ અકાઉન્ટ છે, પણ ભારતના 24 રાજ્યોના અનેક ઠગાયેલા લોકો માટે ડરનું બીજુ નામ છે. ‘ડેવિડ’ ના નામે સંચાલિત એક ગુપ્ત ટેલિગ્રામ અકાઉન્ટના ઇશારાઓ પર કાર્યરત ભારતનો મુખ્ય ઓપરેટર પાર્થ ગોપાણી સુરત સાઇબર ક્રાઈમ સેલના હાથે લખનૌ એરપોર્ટ પરથી ઝડપાયો છે. પાર્થની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તે કોઈ ટેલિગ્રામ એકાઉન્ટ ડેવિડના ઇશારે આ નેટવર્ક ચલવતો હતો. સાયબર સેલના તપાસમાં જાણવા મળ્યું છે કે 'ડેવિડ' આ કોઈ સામાન્ય ઠગ નથી. આ દુબઈ, કાંબોડિયા અને નેપાળ સુધી ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય સાઇબર ગુનાહિત રેકેટનો બ્રેઇન છે. પાર્થ ડેવિડના સંકેતો પર કરોડોની સાઇબર લૂંટ ચલાવતો હતો. પાર્થ પાસે 98 બેંક અકાઉન્ટ હતા જેમના માધ્યમથી તેણે રૂ. 27 કરોડથી વધુની ઠગાઈ કરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    ડો. કમલ નાઢા સહિત પત્રકાર ટોળકી વિરુદ્ધ ફરિયાદ દાખલ:હોસ્પિટલના લેબર રૂમમાં સ્પાય કેમેરાથી અંગત વીડિયો બનાવી 25 લાખની ખંડણી માંગી, 3000થી વધુ વીડિયો રેકોર્ડિંગ હોવાનું સામે આવ્યું
    Next Article
    વ્યાજખોરોના રી-કન્સ્ટ્રક્શનમાં મૃતક સુરતી વેપારીની પત્ની ધ્રૂસકે-ધ્રૂસકે રડી, VIDEO:પોલીસને બે હાથ જોડીને કહ્યું- 'બીજા કોઈ સાથે આવું ન કરે એવી મોટી સજા આપજો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment