Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કોલરશીપ કાંડમાં દર્શનના ચોંકાવનારા ખુલાસા:400 થી વધુ ઓરિજિનલ ડોક્યુમેન્ટ 115 VIP સિમકાર્ડ અને 150 ફીનો બેંક કિટ જપ્ત,BNS 183 મુજબ વિદ્યાર્થીઓના નિવેદન નોંધાશે,અનેકની સંડોવણી સામે આવે તેવી શક્યતા

    8 hours ago

    ​જૂનાગઢમાં દિવ્ય ભાસ્કરના સ્ટીંગ ઓપરેશન બાદ સામે આવેલા બહુચર્ચિત એસસી-એસટી સ્કોલરશીપ અને બોગસ ડિગ્રી કૌભાંડમાં પોલીસ દ્વારા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી મુખ્ય આરોપી દર્શન નટવરલાલ મેસવાણીયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેના રિમાન્ડ પુરા થતા તેને હાલ જે હવાલે કરવામાં આવ્યો છે ત્યારે રિમાન્ડ દરમિયાન એસ.ઓ.જી અને બી-ડિવિઝન પોલીસ દ્વારા આરોપીના મોબાઈલ ચેટ, કોલ ડિટેલ્સ, સીસીટીવી ફૂટેજ, ડીવીઆર તેમજ જપ્ત કરાયેલા દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. આ કડક કાર્યવાહીને પગલે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય તત્વો અને યુનિવર્સિટી-કોલેજોના વહીવટકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, બી ડિવિઝન PI દ્વારા 5 ઓગસ્ટે દર્શન મેસવાણિયાને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીની કડક પૂછપરછમાં સામે આવ્યું કે તે 'ગુજરાત એજ્યુકેશન' નામની સંસ્થા મારફતે વિદ્યાર્થીઓને કોલેજ ગયા વગર માત્ર પરીક્ષા આપી ડિગ્રી મેળવી આપવાની લાલચ આપી ઓનલાઇન એડમિશન કરાવતો હતો. તપાસ દરમિયાન પોલીસે તેની ઓફિસેથી 400 થી વધુ વિદ્યાર્થીઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ, 150 થી વધુ ફીનો પેમેન્ટ બેંકની કિટ અને 115 જેટલા વીઆઈપી સિમકાર્ડ કબ્જે કર્યા છે, જેનો તે અલગ અલગ લેપટોપ અને કોમ્પ્યુટરમાં ઉપયોગ કરતો હતો. ફીનો પેમેન્ટ બેંકનું સેન્ટર ધરાવતા દર્શનને બેંક દ્વારા એકાઉન્ટ દીઠ ₹50 મળતા હતા. ​હાલ પોલીસ દ્વારા GCAS પોર્ટલ, ફીનો બેંક અને સમાજ કલ્યાણ વિભાગ પાસેથી દર્શન મારફતે ભરાયેલા તમામ ફોર્મ્સ, ખોલાયેલા એકાઉન્ટ્સ, બેંક ટ્રાન્ઝેક્શન્સ અને જમા થયેલી શિષ્યવૃત્તિ અંગેની સંપૂર્ણ વિગતો માંગવામાં આવી છે. સામે આવેલા 21 વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કામગીરી ચાલુ છે અને તેઓ જે તે કોલેજ કે યુનિવર્સિટીમાં હાજર હતા કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાતની જે કોલેજો કે યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓએ એડમિશન લીધા હોય તે તમામ સમાજ કલ્યાણ અધિકારીઓનું પણ નિવેદન લેવાશે. તદુપરાંત, કાયદાની યોગ્ય જોગવાઈ મુજબ CRPC 164 અને BNS 183 હેઠળ વિદ્યાર્થીઓના ખાસ નિવેદન પણ લેવામાં આવશે. ​વિદ્યાર્થીઓના ખાતામાં 44 દિવસમાં બે વખત શિષ્યવૃત્તિ જમા થવા અંગે દર્શને પોલીસ પૂછપરછમાં સ્વીકાર્યું છે કે કોર્સમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ (65%) અને સ્ટેટ ગવર્મેન્ટ (35%) એમ બંને તરફથી અલગ રેશિયો મુજબ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે. દોઢ મહિનાથી આ ગુનાની તપાસ શરૂ હોવાથી આરોપીએ વોટ્સએપ ગ્રુપ કે અન્ય પુરાવાઓ ડીલીટ કર્યા હોવાની પૂરતી શક્યતા હોય, તેના મોબાઈલને ડેટા રિકવરી અર્થે સાયબર સેલ અને FSL માં મોકલવામાં આવ્યો છે. રિમાન્ડ પૂરા થતાં વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટે પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ આરોપીના પુનઃ રિમાન્ડ મેળવવા માંગણી કરવામાં આવશે. ​આ કૌભાંડની ભૂતકાળની મોડસ ઓપરેન્ડી પર ની વાત કરીએ તો, આરોપી દર્શન મેસવાણીયા જોષીપરા વિસ્તારમાં 'ગુજરાત એજ્યુકેશન' નામની ઓફિસ ચલાવીને વિદ્યાર્થીઓને કોલેજે ગયા વગર જ સીધી ડિગ્રી આપવાની લાલચ આપતો હતો. ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફ્રીશીપ કાર્ડ હેઠળ એમએસડબલ્યુ, બીબીએ અને ફેશન ડિઝાઈનિંગ જેવા કોર્સમાં ફ્રી અભ્યાસની જાળમાં ફસાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓના મૂળ શૈક્ષણિક દસ્તાવેજો જપ્ત કરી, તેમના નામે ફીનો પેમેન્ટ બેંકમાં ખાતા ખોલાવીને એટીએમ, સિમકાર્ડ અને બેંક કિટ્સ આરોપી પોતે જ રાખી લેતો હતો. સરકાર દ્વારા જમા થતી સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓની જાણ બહાર બારોબાર ઉપાડી લેવાતી હતી, જેમાં પ્રાથમિક તબક્કે 21 વિદ્યાર્થીઓના 24.44 લાખમાંથી 11.06 લાખ રૂપિયાથી વધુની ઉચાપત સામે આવી હતી તેને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ​આરોપી દર્શન મેસવાણીયાની ગુનાહિત કારકિર્દી અંગેની વિગતો તપાસતા સામે આવ્યું છે કે તેણે 2018માં મેંદરડા ખાતે 'આશાપુરા કોમ્પ્યુટર એન્ડ એજ્યુકેશન ક્લાસીસ' થી શરૂઆત કરી હતી, જ્યાં તે જવાહર નવોદય, પર્સનલ ટ્યુશન, સીસીસી, ટેલી અને પીજીડીસીએ જેવા કોર્સ ચલાવતો હતો અને બહેનો માટે 25 ટકા ફી માફીની જાહેરાતો પણ આપતો હતો. ત્યારબાદ 2021માં જૂનાગઢ આવી તેણે જોશીપરામાં 'ગુજરાત એજ્યુકેશન' શરૂ કર્યું અને સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ ભરવાનું કામ હાથમાં લીધું હતું. કોરોના કાળમાં ધંધો ઠપ્પ થતાં તેણે ફીનો પેમેન્ટ બેંક અને સિમકાર્ડની ફ્રેન્ચાઇઝી લઈને આખું ગોરખધંધાનું નેટવર્ક ગોઠવ્યું હતું. તેણે ગામડે ગામડે માર્કેટિંગ કરી કમિશન એજન્ટો મારફતે 250 થી વધુ વિદ્યાર્થીઓના શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ મેળવી છેતરપિંડીનું આ મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાદરા-જંબુસર રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી:કારચાલકનું મોત, ફસાયેલો મૃતદેહ ભારે જહેમત બાદ બહાર કઢાયો
    Next Article
    पाक सेना मुख्यालय के पास अंधाधुंध फायरिंग, रावलपिंडी से इस्लामाबाद तक मची अफरातफरी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment